Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજનો કાર્યક્રમ!:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા હવે 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ રદ્દ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    12 hours ago

    સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આજરોજ સુરક્ષિત ભારત કાર્યક્રમ યોજાનાર હતો. જોકે આ કાર્યક્રમમાં નથુરામ ગોડસેના વંશજને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ સાથે નથુરામની તસવીર સાથેના બેનરો પણ લગાવવામાં આવ્યા હતાં. જેને લઈને કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેથી પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતાં. જોકે કાર્યક્રમ થશે તો કઈ પણ થશે તો જવાબદારી આયોજકોની રહેશે તેવી કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર પહોંચતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ'એ ગોડસેના વંશજને આમંત્રિત આપ્યુ'તું સુરત શહેરના સિટી લાઈટ વિસ્તારમાં સ્થિત મહેશ્વરી ભવન ખાતે ‘શ્રીરામ કૃષ્ણ સમિતિ' દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. “સુરક્ષિત ભારત સનાતન અતીત, વર્તમાન અને ભવિષ્યના પડકાર અને સમાધાન' વિષયક આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે અજિંક્ય ગોડસેને આમંત્રિત કરવામાં આવ્યા હતા. તેઓ નથુરામ ગોડસેના વંશજ તરીકે ઓળખાય છે. આ આમંત્રણ સાથે લગાવવામાં આવેલા પોસ્ટરોમાં ગોડસેની તસ્વીર હોવાને કારણે શહેરમાં ચર્ચાનો માહોલ ઉભો થયો હતો. 'ર્હોડિંગ્સ લગાવીને નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ' કાર્યક્રમના પ્રચાર માટે સુરતના અનેક મુખ્ય માર્ગો પર મોટા ર્હોડિંગ્સ પણ લગાવવામાં આવ્યા હતા. આ બેનરોમાં નથુરામ ગોડસેને 'દેશભકત' તરીકે દર્શાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. પોસ્ટરો સામે આવતા જ ગાંધીવાદી વિચારધારા ધરાવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને આ મુદ્દો રાજકીય ચર્ચાનો કેન્દ્ર બની ગયો હતો. કોંગ્રેસની ચીમકી, આયોજક દ્વારા કાર્યક્રમ રદ કરાયો વિરોધના પગલે પહેલા બેનરો હટાવવામાં આવ્યા હતા. જોકે કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ થાય અને કઈ ઘટના બને તો તેની જવાબદારી આયોજકોની રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી. જેથી આખરે આયોજક નરેન્દ્ર શાહુ દ્વારા કાર્યક્રમ રદ કરી દેવામાં આવ્યો હતો. વિવાદ વધી જતા ઉમરા પોલીસ મથક દ્વારા રવિવારના કાર્યક્રમને હજુ સુધી સત્તાવાર પરવાનગી આપવામાં આવી નથી. કોંગ્રેસના વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવાયો કાર્યક્રમને લઈને આજે પણ કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ સ્થળ પર મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. વિરોધને લઈને પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ સાથે જ આ કાર્યક્રમમાં હાજર રહેનાર પૂર્વ સૈનિકો સહિતના લોકો પણ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા ત્યારે તેમને કાર્યક્રમ રદ થયો હોવાની જાણ થઈ હતી જેથી તેમનામાં પણ રોષ જોવા મળ્યો હતો. 'ગાંધીના હત્યારાને ગુણગાન કરવા માટેનો કાર્યક્રમ હતો' કોંગ્રેસ શહેર પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના હત્યારાને અહીં ગુણગાન કરવા માટેનો એક કાર્યક્રમ હતો. અને આ ચેષ્ટા કરવાની હિંમત તેઓને ગુજરાતથી થવાની એમ કોશિશ હતી કે અહીંથી અમે શરૂ કરી અને આખા ભારતમાં લઈ જઈએ. 'અમે પાણી નાખી દીધું, એમની હિંમતને અમે તોડી નાખી' ઉધનાવાલાએ કહ્યું હતું કે, પણ એ ચિનગારી કોંગ્રેસ પાર્ટી ચાલવા ન દીધી, એના ઉપર અમે પાણી નાખી દીધું છે અને એમની હિંમતને અમે તોડી નાખી છે. કારણ કે તેઓ જો રાષ્ટ્રપિતા, જેમને વિશ્વની અંદર એમની કેટલીય દેશોમાં એમની મૂર્તિ છે, એમનો ઇતિહાસ છે, એમના ઉપર કેટલીય બુકો લખવામાં આવી છે. એવા મહાન આપણા રાષ્ટ્રપિતાની વિરુદ્ધમાં જો તેઓ એમના હત્યારાને, એમના આતંકવાદી જેવા હત્યારાને જો તેઓ ગુણગાન કરવા માંગતા હોય, તો એ પ્રવૃત્તિ કોંગ્રેસ પાર્ટી નહીં ચાલવા દે, ભારતના લોકો નહીં ચાલવા દે. એ સાથે અમે અહીં આવ્યા હતા અને આજે આ કાર્યક્રમ રદ થયો છે.
    Click here to Read More
    Previous Article
    ઉનાળામાં જ પીવાના પાણીની બોટલ મોંઘી:યુધ્ધના લીધે રાજકોટના પેકેજ ડ્રિંકિંગ વોટર બિઝનેસને માઠી અસર, એક કેરેટમાં 1 લીટરના રૂ.75, 500 ML ના રૂ.95 થયા
    Next Article
    સોમનાથથી કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત; દિગ્ગજોએ દર્શન કરી આશીર્વાદ લીધા; વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment