Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉનાળામાં જ પીવાના પાણીની બોટલ મોંઘી:યુધ્ધના લીધે રાજકોટના પેકેજ ડ્રિંકિંગ વોટર બિઝનેસને માઠી અસર, એક કેરેટમાં 1 લીટરના રૂ.75, 500 ML ના રૂ.95 થયા

    14 hours ago

    અમેરિકા અને ઇઝરાઇલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ગલ્ફ દેશોમાંથી આયાત થતા પ્લાસ્ટિકના દાણાના રો મટીરીયલની અછત સર્જાઈ છે અને તેને કારણે ઉનાળા વખતે જ પીવાના પાણીની બોટલના કેરેટના ભાવમાં રૂ.15 નો વધારો થયો છે. 500 ML ની 24 બોટલના એક કેરેટના રૂ.75 થી વધારી રૂ.90 તો 1 લીટરની 12 બોટલના એક કેરેટના રૂ.60 થી વધારી રૂ.75 થયો છે. જેને લીધે પીવાના પાણીની સિંગલ બોટલના ભાવમાં વધારાની શક્યતા સેવાઇ રહી છે. રાજકોટના બિસ્વિન બેવરેજિસના સંચાલક શૈલેષભાઈ ભુતે જણાવ્યુ હતુ કે, અમેરિકા અને ઇઝરાયેલ દ્વારા ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે પેકેજ ડ્રીન્કિંગના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં પાણીની બોટલના કેરેટ પર રૂપિયા 15 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાના કારણે 500 ML અને 1 લીટર પાણીની બોટલના કેરેટની ડિમાન્ડ વધુ રહે છે. પહેલા 1 લીટર કેરેટનો ભાવ રૂ.60 હતો જેના રૂ.85 કરવા પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેમાં રૂ.75 કર્યા છે. એક કેરેટમાં 12 બોટલ આવે છે. જ્યારે 500 ML પાણીની બોટલના એક કેરેટના પહેલા રૂ.75 હતા જે રૂ.100 કરવો પડે તેવી પરિસ્થિતિ છે. જોકે તેના રૂ.90 કરવા પડ્યા છે. તેમણે જણાવ્યું કે, હાલ પેકેજ ડ્રિંકિંગ વોટરની સપ્લાય ખૂબ જ ઓછી આવે છે. પૈસા આપતા પણ માલ મળતો નથી અને સામે ગ્રાહકોને પૂરો માલ આપી શકતા નથી. રાજકોટ શહેરમાં આ પ્રકારના 20 જેટલા યુનિટ છે જ્યારે જિલ્લામાં યુનિટની સંખ્યા વધારે છે ઓકે પછી જગ્યાએ એક સરખી ખરાબ પરિસ્થિતિ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પ્લાસ્ટિકનું રો મટીરીયલ બધું ગલ્ફ કન્ટ્રીમાંથી આવે છે. પેટ્રોકેમિકલની શોર્ટ સપ્લાયને લીધે વોટર પેકેજીંગ બિઝનેસને ગંભીર અસર પહોંચે છે. રો મટીરીયલ નો ભાવ બમણો થઈ ગયો છે. જ્યારે પાણીની સિંગલ બટન બાબતે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, હાલ પાણીની મોટી બોટલના રૂ.20 અને પાણીની નાની બોટલના રૂ.10 યથાવત છે. જેમાં પણ ભવિષ્યમાં ભાવ વધારો કરવો પડે તેવી પરિસ્થિતિ છે. અમારા ગ્રાહકો પાન સહિતના નાના દુકાનદારો હોય છે અને તેઓને આ ભાવ વધારો પોષાય તેમ નથી.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં છરો લઈ તલવારની જેમ ફેરવી યુવતીએ બેફામ ગાળો ભાંડી:દેશી દારૂના અડ્ડાઓ મામલે પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં તોફાન મચાવી દીધું, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજનો કાર્યક્રમ!:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા હવે 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ રદ્દ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment