Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં છરો લઈ તલવારની જેમ ફેરવી યુવતીએ બેફામ ગાળો ભાંડી:દેશી દારૂના અડ્ડાઓ મામલે પાડોશીઓ વચ્ચેના ઝઘડામાં તોફાન મચાવી દીધું, પોલીસે તપાસ હાથ ધરી

    15 hours ago

    અમદાવાદમાં દિન પ્રતિદિન અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરાઈવાડી વિસ્તારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. જેમાં એક યુવતી દ્વારા છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. પાડોશીઓ વચ્ચેના ઝઘડાની અદાવતમાં બે થી ત્રણ સગીરા સહિતની યુવતી દ્વારા બોલાચાલી કરવામાં આવી હતી. સ્થાનિક મહિલા દ્વારા અરજી પણ કરવામાં આવી છે કે ચાલીમાં દેશી દારૂના અડ્ડા ચાલે છે અને જે બાબતે કહેતા મહિલાઓ દ્વારા ચાલી કરી હોવાનું જાણવા મળ્યું છે સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. અમદાવાદમાં કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ જોવા મળી રહી છે દિન પ્રતિદિન જાહેરમાં મારામારીના બનાવો વધી રહ્યા છે. લાકડીઓ, દંડા અને તલવાર જેવા ઘાતક હથિયારો પર પ્રતિબંધ હોવા છતાં પણ જાહેર રોડ ઉપર મારામારીના બનાવો ઘટી રહ્યા નથી. આ વીડિયોમાં બે યુવતીઓ દ્વારા બોલાચાલી કરવામાં આવી રહી છે. તેમજ એક યુવતી દ્વારા હાથમાં છરા જેવું હથિયાર બતાવવામાં આવી રહ્યું છે. આ મામલે અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમરાઈવાડીના સંજય ચોક વિસ્તાર પાસે આવેલી ચાલીનો આ વિડિયો છે. જેમાં બે પાડોશીઓ વચ્ચે ઝઘડો થયો હોવાથી તેની અદાવતમાં થયેલી બોલાચાલીમાં હથિયાર જેવું બતાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. સંજય ચોક વિસ્તારમાં રહેતી એક મહિલા દ્વારા ચારથી પાંચ યુવતીઓ વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવેલી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે અમે પરિવાર સાથે રહીએ છીએ અને અમારી ચાલીમાં અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે. એક વ્યક્તિ દ્વારા દેશી દારૂનો અડ્ડો ચલાવવામાં આવે છે. જેના વિરુદ્ધમાં અમે બોલતા તેમના પરિવારની મહિલાઓ દ્વારા બોલાચાલી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. આ સમગ્ર મામલે હાલ અમરાઈવાડી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. દેશી દારૂના અડ્ડા ચાલતા હોવા બાબતે બોલાચાલી થયો હોવાનું જાણવા મળ્યું છે જોકે આ સમગ્ર મામલે હાલ પોલીસે પણ એક વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી હોવાનું સામે આવ્યું છે. આ સમાચરા પણ વાંચો મહિલા બુમો પાડતી રહી ને લુખ્ખાઓ ઘેરીને મારતા રહ્યા 3 માર્ચની રાત્રે અમદાવાદના નોબલનગર વિસ્તારમાં ધ્રુજારી કંપાવી દે એવી ઘટના સામે આવી હતી. ચાર શખસો લાકડીઓ વડે બે મહિલા અને પુરુષ પર તૂટી પડ્યા હતા. બાઈકો પર આવેલા શખસો લાકડીઓ વડે એક વ્યક્તિને માર મારતા હતા, જેને બચાવવા માટે બે મહિલાઓ વચ્ચે આવી હતી. મહિલા યુવકને બચાવી રહી હતી છતાં પણ ચારેય યુવકો બેફામ લાકડીઓ વરસાવી રહ્યા હતા. આ મામલે સરદારનગર પોલીસ અને એરપોર્ટ પોલીસ હદનો નિર્ણય લઈ શકી નહીં. છેવટે એરપોર્ટ પોલીસ સ્ટેશનની હદ નક્કી થતા પોલીસે જયેશ રબારી, જયસુભાઈ અને પરેશ રબારી વિરૂદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) સરદારનગરમાં ઘરમાં ઘૂસી વૃદ્ધાની હત્યા કરી લૂંટ તો અન્ય એક બનાવમાં અમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલા છારાનગરમાં ગઇકાલે(3 માર્ચ) મોડી રાત્રે લૂંટ વિથ મર્ડરની ઘટના બની હતી. છારાનગરના ફ્રી કોલોનીમાં રહેતા વૃદ્ધાના ઘરમાં ઘૂસી અજાણ્યા શખ્સો દ્વારા લૂંટ ચલાવી અને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક વ્યક્તિને જાણ થતા તેમણે પરિવારજનોને અને પોલીસને જાણ કરી હતી. સરદારનગર પોલીસ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી, જ્યાં મહિલાની પગ બાંધેલી ઉઘી પડેલી લાશ જોવા મળી હતી. વાંચો સંપૂર્ણ સમાચાર પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા વચ્ચે રાત્રે જાહેર રોડ પર ગુંડાગર્દી થોડા દિવસો પહેલા પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા અમદાવાદમાં ગુનાખોરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાની વાત કરવામાં આવી હતી, પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી છે. શહેરમાં ગુનેગારોને જાણે કોઈ ડર ન હોય તેવી સ્થિતિ જોવા મળી છે. કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ સારી હોવાની વાત કરવામાં આવી હતી. જોકે શહેરમાં જાહેર રોડ ઉપર લાકડી અને ડંડા વડે મારામારીના બનાવો સતત વધી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને નાઈટ પેટ્રોલીંગના દાવા કરવામાં આવે છે, પરંતુ રાત્રિના સમયે પોલીસ રોડ ઉપર જો ફરતી હોય તો આવા બનાવો બને નહીં. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથી શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા બહાર પાડવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારના જાહેરનામાનું અમલીકરણ થતું નથી. લાકડી અને ડંડા જેવા હથિયારો લઇને લોકો બેફામ ફરતા હોય છે. શહેરમાં પીસીબી, ક્રાઈમ બ્રાન્ચ, ઝોન એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમો હોવા છતાં પણ કાયદો-વ્યવસ્થા ખૂબ જ ખરાબ છે. પોલીસનો ગુનેગારોમાં ડર રહ્યો નથી. આ પણ વાંચો: કોન્સ્ટેબલ ઉપર બૂટલેગરે હુમલો કરી માથુ ફાડી નાખ્યું 2 દિવસ પહેલાં શાહપુરમાં દારૂના અડ્ડા પર જનતા રેડ છેલ્લા કેટલાય સમયથી અમદાવાદ શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓની સાથે ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે. દારૂના અડ્ડાઓ ઉપર જનતા રેડ કરી રહી છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ચાલતા દારૂના અડ્ડાઓને લઈને પોલીસ ખૂબ જ નિષ્ક્રિયતા દાખવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શાહપુર વિસ્તારમાં પણ બે દિવસ પહેલા લોકોએ દરોડો પાડ્યો હતો અને ત્યારે દારૂ વેચાતો હોવા અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો હતો. તહેવારોમાં ફૂટ-નાઇટ પેટ્રોલિંગના દાવા પોકળ કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બુટલેગરો દ્વારા પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં જ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી કરવામાં આવી હતી ત્યારે કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટરે તો પોલીસ સ્ટેશનનો ચાર્જ લીધો નથી તો કેટલાક પોલીસ કર્મચારીઓ રજા ઉપર ઉતરી ગયા છે. તહેવારોના સમયમાં ફૂટ પેટ્રોલિંગ અને સઘન પેટ્રોલિંગના દાવાની વચ્ચે જાહેરમાં મારામારીનો બનાવ બનતા પોલીસની નિષ્ફળતા જોવા મળી છે. આ પણ વાંચો: દર 3 દિવસે મર્ડર અને 30 કલાકે બળાત્કાર:તો પણ અમદાવાદ CPને ક્રાઇમ રેટ કાબૂમાં લાગે છે જાહેરમાં મારામારી અને પોલીસની હદ વિવાદની હૈયાહોળી ઘટના મામલે સરદારનગર પોલીસ સ્ટેશનના સેકન્ડ પીઆઈ એન. બી. કલાસરિયાને દિવ્ય ભાસ્કરએ પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ ઘટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે જેથી એરપોર્ટ પોલીસમાં નોંધ કરવામાં આવી રહી છે જ્યારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ એન.ડી.નકુમને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે ઘટનાસ્થળની હદ નક્કી કરવામાં આવી રહી છે જે જગ્યા ઉપર મારામારી થઈ છે તે જગ્યા હજી વેરીફાઈ કરવાની બાકી છે જેથી સરદારનગર પોલીસને પણ અમે કહ્યું છે. જાહેર રોડ ઉપર બેફામ પણે મહિલા અને પુરુષને માર મારવાની ઘટનામાં એરપોર્ટ અને સરદારનગર પોલીસ હદના વિવાદમાં હજી સુધી ફરિયાદ નોંધી નથી.
    Click here to Read More
    Previous Article
    ઈરાને કહ્યું- જો નેતન્યાહૂ જીવે છે તો તેને શોધીને મારીશું:બાળકોનો હત્યારો છે; નેતન્યાહૂની હત્યાનો દાવો ઇઝરાયલે ફગાવ્યો; ઈરાનના ઈસ્ફહાનમાં હુમલામાં 15નાં મોત
    Next Article
    ઉનાળામાં જ પીવાના પાણીની બોટલ મોંઘી:યુધ્ધના લીધે રાજકોટના પેકેજ ડ્રિંકિંગ વોટર બિઝનેસને માઠી અસર, એક કેરેટમાં 1 લીટરના રૂ.75, 500 ML ના રૂ.95 થયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment