Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોમનાથથી કોંગ્રેસનો ચૂંટણી શંખનાદ:સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવાની શરૂઆત; દિગ્ગજોએ દર્શન કરી આશીર્વાદ લીધા; વેરાવળ જિલ્લા કોંગ્રેસ કાર્યાલયનો શુભારંભ

    12 hours ago

    આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે કોંગ્રેસ પક્ષે ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહાદેવના શરણોમાં શીશ ઝુકાવીને પોતાના પ્રચાર અભિયાનના શ્રીગણેશ કર્યા છે. પક્ષના ઉચ્ચ સ્તરીય મોવડી મંડળે પવિત્ર જ્યોતિર્લિંગના દર્શન અને પૂજન-અર્ચન કરીને વિધિવત રીતે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી. આ પ્રસંગે રાજ્યસભા સાંસદ અને ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને સૌરાષ્ટ્ર ઝોન પ્રભારી રામકિશન ઓઝા સહિતના દિગ્ગજ નેતાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ સોમનાથ મહાદેવને જળાભિષેક અને પાઘ પૂજન અર્પણ કરી આગામી ચૂંટણીઓમાં વિજય માટે આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે જ સંગઠનાત્મક માળખાને વેગ આપવા માટે વેરાવળ શહેરમાં ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસનું નવું મુખ્યાલય પણ કાર્યરત કરવામાં આવ્યું છે. આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે, જેના માટે કોંગ્રેસે અત્યારથી જ જનસંપર્ક અને સંગઠન શક્તિ વધારવા પર ભાર મૂક્યો છે. મીડિયા સાથેની વાતચીતમાં મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે, તેઓ મહાદેવના આશીર્વાદથી ધન્યતા અનુભવે છે અને વિશ્વાસ છે કે કોંગ્રેસ આ વખતે વધુ મજબૂતી સાથે મેદાનમાં ઉતરશે. ઉત્સાહ વચ્ચે આંતરિક કલેહની ચર્ચા જોકે, આ આશાસ્પદ શરૂઆત વચ્ચે પક્ષની આંતરિક જૂથબંધી ફરી એકવાર સપાટી પર આવતા રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.કારણ કે, તરફ પ્રચારનો પ્રારંભ થયો છે, તો બીજી તરફ સોમનાથ વિધાનસભાના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની સૂચક ગેરહાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. પ્રદેશ કક્ષાના મોટા નેતાઓ અને પ્રભારીઓની હાજરી હોવા છતાં સ્થાનિક ધારાસભ્ય કાર્યક્રમથી દૂર રહેતા પક્ષમાં ચાલી રહેલા આંતરિક અસંતોષની ચર્ચાઓએ જોર પકડ્યું છે. રાજકીય નિરીક્ષકો માને છે કે સોમનાથથી પ્રચાર શરૂ કરીને કોંગ્રેસે ધાર્મિક અને રાજકીય એમ બંને મોરચે મજબૂત સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ સ્થાનિક સ્તરે જૂથબંધી અને નેતાઓ વચ્ચેના મતભેદો પક્ષ માટે પડકારરૂપ સાબિત થઈ શકે તેમ છે. હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં હાઈકમાન્ડ આ આંતરિક કલેહને ડામવામાં કેટલી સફળ રહે છે. આ સમાચાર પણ વાંચો તાલાલાથી વેરાવળ કોંગ્રેસની બાઇક રેલી, અમિત ચાવડાની હાજરીમાં જિલ્લા કાર્યાલયનું ઉદ્ઘાટન તાલાલાથી વેરાવળ સુધી કોંગ્રેસ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી ગીર સોમનાથ જિલ્લા કોંગ્રેસ સમિતિના નવા કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં ભાગ લેવા માટે યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા સંપૂર્ણ સમચાચાર વાંચવા અહીં ક્લીક કરો
    Click here to Read More
    Previous Article
    ગાંધીના ગુજરાતમાં ગોડસેના વંશજનો કાર્યક્રમ!:સુરતમાં કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ બાદ પહેલા બેનરો હટાવાયા હવે 'સુરક્ષિત ભારત' કાર્યક્રમ રદ્દ કરાયો, પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
    Next Article
    1 PM Gujarati News LIVE | 1 વાગ્યાના સૌથી મોટા સમાચાર | Gujarati Samachar | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment