Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોટીલા હાઈવે પર હોટલોમાં સઘન ચેકિંગ:પુરવઠા વિભાગે ઘરેલું ગેસના દુરુપયોગ પર અંકુશ લગાવવા કવાયત હાથ ધરી

    10 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને ખાણી-પીણીના એકમો પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો દુરુપયોગ રોકવા અને ગેરકાયદે સંગ્રહખોરી પર અંકુશ મેળવવા માટે કરવામાં આવી હતી. મધ્ય પૂર્વની ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે LPG સિલિન્ડરના વિતરણને સુવ્યવસ્થિત રાખવા માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ નિર્દેશ હેઠળ પુરવઠા વિભાગે આ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન, અધિકારીઓએ હોટલ સંચાલકોને કડક સૂચના આપી હતી. તેમને જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા હાલમાં કોમર્શિયલ સિલિન્ડરના વેચાણ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હોવાથી, નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવો. જો કોઈ હોટલમાં રાંધણ ગેસના વપરાશમાં અનિયમિતતા જણાશે અથવા ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ થતો પકડાશે, તો તેમની સામે 'આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-1955' અને 'LPG કંટ્રોલ ઓર્ડર-2000' હેઠળ કડક ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    બેફામ કારચાલકે સ્પીડમાં બમ્પ કુદાવી બાઈકચાલકને ઉડાવ્યો, CCTV:યુવક 20 ફૂટ દૂર જઈ પટકાયો, આરોપી અકસ્માત સર્જી ક્ષણભરની રાહ જોયા વગર કાર વળાવી ભાગી છૂટ્યો
    Next Article
    હિંમતનગર: તસ્કરોએ 2 ગલ્લા, 2 દુકાનોમાં હાથફેરો કર્યો:ખેડ તસીયા રોડ પર સરસામાન અને રોકડની ચોરી; પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment