Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચની નિર્માણાધીન શોપિંગ મોલની કમ્પાઉન્ડ વોલ ધરાશાયી થતાં 2નાં મોત:વર્લ્ડ ટ્રેડ સેન્ટર સાઈટની દુર્ઘટનામાં મકાનમાં સૂતેલો પરિવાર કાળનો કોળિયો બન્યો, પિતા-પુત્રનું મોત, 2 મહિલા ગંભીર

    19 hours ago

    ભરૂચ શહેરના આલી માતરિયા તળાવ વિસ્તાર નજીક નિર્માણાધીન વર્લ્ડ ટ્રેડ સેન્ટર શોપિંગ મોલની સાઇટ પર દુર્ઘટના સર્જાઈ છે.સાઈટ પર આવેલી એક કંપાઉન્ડ વોલ ગત રાત્રે અચાનક ધરાશાયી થઈ હતી. આ ભારેખમ દિવાલ બાજુમાં આવેલા એક મકાન પર તૂટી પડતાં ઘરમાં સૂતેલો એક જ પરિવારના 4 સભ્યો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં પિતા-પુત્ર કાળનો કોળિયો બન્યા હતા. જ્યારે મૃત્યુ અશ્વિન વસાવાની પત્ની અને માતાને ગંભીર ઈજા પહોંચી છે ભરૂચમાં ચોમાસાના પ્રથમ વરસાદે ખુશીના બદલે ગમગીનીનો માહોલ સર્જ્યો છે. વરસાદના પ્રથમ ઝાપટાથી લોકોને અસહ્ય ગરમીમાંથી રાહત તો મળી, પરંતુ બીજી તરફ એક કરુણ દુર્ઘટનામાં 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે.. ફાયર બ્રિગેડનું રેસ્ક્યૂ ઓપરેશન ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સ્થાનિક લોકોની મદદથી ભારે જહેમત બાદ કાટમાળ નીચે ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, હોસ્પિટલ ખસેડાયા બાદ તબીબોએ અશ્વિન વસાવા અને તેમના 21 વર્ષના પુત્ર આશિષ વસાવાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે પરિવારની 2 મહિલાઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર અર્થે ખસેડવામાં આવી છે. દુર્ઘટના માટે કોણ જવાબદાર? આ ભયાનક દુર્ઘટનાએ નિર્માણાધીન સાઇટ્સ પર રખાતી સુરક્ષા વ્યવસ્થા અને તંત્રની બેદરકારી સામે ગંભીર પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે આ દુર્ઘટના પાછળ માત્ર કુદરતી વરસાદ જવાબદાર છે કે બિલ્ડરની ઘોર બેદરકારી? હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    આજથી શહેરમાં સિટી બસ સેવા બંધ:વિનાયક લોજિસ્ટિકને એક્સ્ટેન્શન ન મળતા 160 બસ બંધ, નવી શરૂ કરાયેલી માત્ર 30 બસ ચાલશે
    Next Article
    11-Year-Old Canadian Boy Dies Of Rabies After Waking Up With Bat On His Face

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment