Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    યુવતી ભગાડવા મામલે પરિવાર પર હુમલો:વડાવલીમાં ઘરમાં તોડફોડ, બાળકને ઈજા, વાહન-ઘરવખરીને નુકસાન

    11 hours ago

    ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે યુવતીને ભગાડી જવાના મામલે એક પરિવાર પર હુમલો થયો હતો. સાત જેટલા હુમલાખોરોએ ઘરમાં ઘૂસીને તોડફોડ કરી હતી, જેમાં ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડી દેવાયું હતું. આ હુમલામાં પરિવારના સભ્યોને ઈજા થઈ હતી અને ઘરવખરી તેમજ વાહનને નુકસાન થયું હતું. આ ઘટનાની વિગત એવી છે કે, વડાવલી ગામના જયંતીભાઈ મુળચંદદાસ પટેલનો પુત્ર નૈનેશ ચવેલી ગામની એક યુવતીને ભગાડી ગયો હતો. આ બાબતે વાતચીત કરવાના બહાને ચવેલી ગામના ચાર અને વડાવલી ગામના ત્રણ એમ કુલ સાત વ્યક્તિઓ જયંતીભાઈના ઘરે આવ્યા હતા. જયંતીભાઈ અને તેમના પરિવારજનો ઘરે હાજર હતા ત્યારે હુમલાખોરોએ યુવતીના ભાગી જવા અંગે કોઈ વાતચીત કરી ન હતી. તેના બદલે, તેઓએ જયંતીભાઈ, તેમની પત્ની, પુત્ર નિલેશ, કાકા દિનેશ પટેલ અને તેમના પુત્ર મીત દિનેશ પટેલને સ્ટીલની પાઈપો અને હિંચકાની સાંકળ વડે આડેધડ માર માર્યો હતો, જેના કારણે સૌને ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરોએ જયંતીભાઈ પટેલના ઘરમાં વોશિંગ મશીન, બારીના કાચ, બહાર પડેલી ઈકો ગાડી અને ઘરમાં રહેલા ઘોડિયામાં સૂતેલા બાળકને નીચે પાડીને ઘોડિયું તોડી નાખ્યું હતું. આ ઝપાઝપી દરમિયાન નિલેશ પટેલનો સોનાનો દોરો અને તેમની પત્નીનું મંગળસૂત્ર તૂટી ગયું હતું, જે બાદમાં મળ્યું ન હતું. ઘટના બાદ 112 નંબર પર જાણ કરવામાં આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ દ્વારા ચાણસ્માની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે નિલેશ પટેલની ફરિયાદના આધારે અમરત પટેલ, સાહિલ અમરત પટેલ, તીર્થ પટેલ, ધાર્મિક પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) અને બકાભાઈ પટેલ, સાવન પટેલ, આનંદ પટેલ (તમામ રહે. વડાવલી, તા. ચાણસ્મા) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉનાઈ માતાજીના દર્શને:કાર્યકરો સાથે ચાની ચુસ્કી લેતા ચૂંટણીલક્ષી ચર્ચા કરી
    Next Article
    ડિગ્રી વિના તબીબી પ્રેક્ટિસ કરતો બોગસ ડોક્ટર ઝડપાયો:બેડલામાં 6 માસથી મેડિકલની ડિગ્રી વિના દવાખાનું ચલાવતો હતો, પોલીસે ગ્રાહક બની કરેલી ટ્રેપમાં ફસાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment