Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉનાઈ માતાજીના દર્શને:કાર્યકરો સાથે ચાની ચુસ્કી લેતા ચૂંટણીલક્ષી ચર્ચા કરી

    10 hours ago

    ગુજરાતમાં આગામી તાલુકા, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. આ અંતર્ગત, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ દક્ષિણ ગુજરાતના પ્રવાસ દરમિયાન નવસારીના પૌરાણિક ઉનાઈ માતાજીના મંદિરે દર્શન અને આરતી કરી હતી. તેમણે આગામી ચૂંટણીઓમાં પક્ષના વિજય માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે આદિજાતિ મંત્રી અને સાંસદ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના સંગઠનાત્મક પ્રવાસે છે. તેમણે બે દિવસ અગાઉ વલસાડ અને ત્યારબાદ ડાંગ જિલ્લાનો પ્રવાસ કર્યો હતો. ડાંગમાં વિધાનસભાના બુથ સ્તરના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યા બાદ, તેઓ મોડી સાંજે નવસારી જિલ્લામાં પહોંચ્યા હતા. નવસારીમાં તેમણે રામાયણ કાળ સાથે સંકળાયેલા ઐતિહાસિક ઉનાઈ માતાજીના મંદિરે માં ઉષ્ણ અંબાની આરતી કરી આગામી ચૂંટણીઓમાં ભાજપના વિજય માટે આશીર્વાદ માંગ્યા હતા. આ મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ સ્થાનિક ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. નેતાઓએ આદિવાસી પટ્ટામાં ભાજપનો ગઢ મજબૂત કરવાના નિર્ધાર સાથે શક્તિ પ્રદર્શન પણ કર્યું હતું. મંદિરે દર્શન કર્યા બાદ જગદીશ વિશ્વકર્માએ મંદિર નજીક આવેલી સ્થાનિક ચાની દુકાને કાર્યકર્તાઓ સાથે બેસીને ચા પીધી હતી. આ દરમિયાન તેમણે કાર્યકરો સાથે સ્થાનિક પ્રશ્નો અને આગામી ચૂંટણી રણનીતિ અંગે અનૌપચારિક ચર્ચા કરી હતી. પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓ સાથે સેલ્ફી અને ફોટા પણ પડાવ્યા હતા, જેનાથી સ્થાનિક કેડરમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    મોદીને નીચ નહીં, નીચ જાતિના માણસ કહ્યા હતા:મણિશંકરે કહ્યું- તેમનું ચારિત્ર્ય નીચ, જૂઠું બોલીને- ખોટી વાતો ફેલાવીને વડાપ્રધાન બન્યા
    Next Article
    યુવતી ભગાડવા મામલે પરિવાર પર હુમલો:વડાવલીમાં ઘરમાં તોડફોડ, બાળકને ઈજા, વાહન-ઘરવખરીને નુકસાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment