Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારામારીની ઘટના આવી સામે:સાણોદર ગામે ઘરમાં ભાભી સાથે યુવકને જોઈ જતા નણંદે બૂમાબૂમ કરી અને બે પરિવાર વચ્ચે થઈ સશસ્ત્ર અથડામણ

    2 days ago

    ઘોઘા તાલુકાના સણોદર ગામે મોડી રાત્રે ઘરમાં ઘૂસણખોરી અને બાદમાં થયેલી મારામારીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા પુરુષના અવાજની શંકા થતાં પરિવારજનો જાગી જતા રૂમમાંથી એક યુવક ઝડપાઈ જતા મામલો બગડ્યો હતો અને બાદમાં બંને પક્ષ વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ઘટનામાં લાકડાના ધોકાથી હુમલો થતાં ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ ઘોઘા તાલુકાના સણોદર ગામે રહેતા એક ફરિયાદી મોડી રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પરિવારના સભ્યો અલગ અલગ રૂમમાં સુવા ગયા હતા. રાત્રે અંદાજે 10:30 વાગ્યે ફરિયાદી પાણી પીવા માટે ઊભા થયા ત્યારે તેમના ભાભી એકલા સુતા હોય તે રૂમમાંથી કોઈ અજાણ્યા પુરુષનો અવાજ સંભળાતા તેમને શંકા ઉપજી હતી. જેથી ફરિયાદીએ પરિવારજનોને જગાડી રૂમનો દરવાજો ખખડાવ્યો હતો, પરંતુ અંદરથી કોઈ જવાબ ન મળતા થોડા પ્રયત્નો બાદ દરવાજો ખૂલ્યો હતો. દરવાજો ખુલતા રૂમની અંદર ફરિયાદીના ભાભી સાથે ગામમાં રહેતો અજય ઘુઘાભાઈ હળવદિયા હાજર હોવાનું જણાયું હતું. પરિવારજનોને જોઈ અજય ત્યાંથી દોડીને ભાગી ગયો હતો. તેને પકડવા માટે રાડુ દેકારા થતા અજયના સંબંધીઓ રાહુલ હળવદિયા, અનિલ હળવદિયા, સુનિલ હળવદિયા અને વિજય ત્યાં આવી પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે માથાકૂટ શરૂ કરી હતી. આ દરમિયાન વિજય અને રાહુલે ફરિયાદી તથા તેના પરિવારજનોને ધક્કા મારી લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને ભૂંડા બોલી જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઘટનાની જાણ થતા ફરિયાદીના અન્ય કુટુંબી ભાઈઓ પણ સ્થળે આવી જતા બંને પક્ષ વચ્ચે સામસામે મારામારી સર્જાઈ હતી. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી અને સાથે જ એમ્બ્યુલન્સ બોલાવી ઇજાગ્રસ્ત ફરિયાદીને સારવાર માટે ભાવનગરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. આ અંગે પોલીસે ફરિયાદ નોંધી હતી. તમે કંઈ નહીં કરી શકો, અમારું કાંઈ બગડશે નહીં આ સમગ્ર ઘટના બન્યા બાદ ફરિયાદીએ શરૂઆતમાં ઘોઘા પોલીસ સ્ટેશનમાં માત્ર અરજી આપી હતી, પરંતુ ત્યારબાદ આરોપીઓના સગા-સંબંધીઓ સહિતના લોકોએ એક જ ગામમાં રહેતા હોવાથી તમે અમારું કંઈ કરી શકશો નહીં અને અમારું કંઈ બગડવાનું પણ નથી તેવી ધમકીઓ આપતા ફરિયાદી ભયભીત બન્યા હતા. જેના પગલે ફરિયાદીએ આખરે ઘોઘા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ગુનો નોંધાવી પોલીસ પાસે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સામાન્ય બોલાચાલીની દાઝ રાખી હુમલો:પાદરગઢ પાસે યુવાન પર પાઇપથી ચાર શખ્સનો હુમલો, ગંભીર ઇજા
    Next Article
    છોટે કાશીમાં અસુવિધા:સિહોર તાલુકો, 78 ગામ છતાં સીધી ઉપડતી એકપણ ST નહીં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment