Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટે કાશીમાં અસુવિધા:સિહોર તાલુકો, 78 ગામ છતાં સીધી ઉપડતી એકપણ ST નહીં

    2 days ago

    ભાવનગર જિલ્લાના 10 તાલુકામાં ઔદ્યોગિક વિકાસ સાથે અગ્રિમ ગણાતા સિહોરમાં આજે કેટલીક મૂળભૂત પાયાની સવલતનો અભાવ જોવા મળે છે. સિહોરનો સ્ટીલ રી-રોલિંગ મિલનો ઉદ્યોગ ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો સુધી જોડાયેલો છે. સિહોર ઔદ્યોગિક વિકાસ ઉપરાંત 78 ગામડાઓનો સમૂહ ધરાવતો તાલુકો હોવા છતાં શહેરમાં એસ.ટી. ડેપોની સવલત મળી નથી. સિહોર તાલુકાને એસ.ટી. ડેપોની સવલત ન મળતા હાઇવે પર હોવા છતાં સિહોરને સીધી જોડતી એકપણ બસની સવલત ન મળતા લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. સિહોર તાલુકાના ગ્રામ્ય પંથકના લોકો ખરીદી કરવા માટે સિહોર આવે છે. જોકે લોકોને કલાકો સુધી એસ.ટી.ની રાહ જોયા પછી પણ એસ.ટી. ન મળતા આખરે તેઓએ નાછૂટકે ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે. સિહોર વાયા એસ.ટી સ્ટેન્ડમાંથી આજે પણ વરસોથી સિહોર-વરલ-ટાણા એક જ શટલ બસ રગશિયા ગાડાની માફક ચાલ્યા કરે છે. સિહોરથી પાલિતાણા, જેસર,અમરેલી,આટકોટ, રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા, સુરત, દ્વારકા, અંબાજી સહિતના સ્થળોએ જવા માટે એસ.ટી.ની સવલત મળતી નથી. જિલ્લાના મહુવા, તળાજા, પાલિતાણા, વલભીપુર સહિતના તાલુકા મથકોએ એસ.ટી. ડેપોની વસલત છે ત્યારે સિહોરને આટલો મોટો અન્યાય શા માટે ? તેવા સવાલો આમ જનતામાં ઉઠી રહ્યા છે. સિહોરમાં ચાર-ચાર જી.આઇ.ડી.સી.ઓ આવેલી છે. જેમાં કામ કરતા પર પ્રાંતીય મજુરો માટે લાંબા અંતરની એસ.ટી.ની સુવિધા નથી. સિહોર તાલુકાના 23 ગામો STથી વંચિત સિહોરના ભડલી, ધ્રુપકા, નવાગામ મોટા, મગલાણા, ભાણગઢ, ભોળાદ, ભાંખલ, બેકડી, થાળા, થોરાળી, ઝરિયા, સરવેડી, પાડાપાણ, પીપરડી, સરકડિયા (સોન), ઢાંકણકુંડા, ચોરવડલા, ઇશ્વરિયા, સમઢિયાળા, દેવગાણા, અગિયાળી, રબારિકા, તરકપાલડીમાં આજે પણ બસની સવલત નથી ત્યારે લોકોને નાછૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે. સિહોરમાં ST ડેપો હોય તો તાલુકાની પ્રજાને લાભ સિહોર એક તાલુકા મથક હોવા ઉપરાંત ભાવનગર –રાજકોટ હાઇ-વે પરનું મોટું શહેર છે. સિહોરમાં એસ.ટી. સ્ટેન્ડ બને તો તાલુકાના અનેક ગામોના લોકોને લાભ થાય. વિદ્યાર્થીઓને ખાનગી વાહનમાં અપ-ડાઉન ન કરવું પડે. લોકો સલામત સવારી કરી શકે. એસ.ટી. વિભાગ દ્વારા આ આ બાબતે વિચારવું જ રહ્યું. - ભાવેશભાઇ વોરા મંત્રી, સિહોર શહેર ઑફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ
    Click here to Read More
    Previous Article
    મારામારીની ઘટના આવી સામે:સાણોદર ગામે ઘરમાં ભાભી સાથે યુવકને જોઈ જતા નણંદે બૂમાબૂમ કરી અને બે પરિવાર વચ્ચે થઈ સશસ્ત્ર અથડામણ
    Next Article
    બાકી વીજ બિલ બાબતે ગ્રામ્ય પંથકમાં આવી જાગૃતતા:જિલ્લાના 13 ગામે વીજળીના 100% બિલ ભર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment