Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાકી વીજ બિલ બાબતે ગ્રામ્ય પંથકમાં આવી જાગૃતતા:જિલ્લાના 13 ગામે વીજળીના 100% બિલ ભર્યા

    2 days ago

    હિસાબી વર્ષ અંતે મોટાભાગના સરકારી ખાતામાં જમા-ઉધારના લેખા જોખા સાથે કામગીરી વેગવંતી બનતી હોય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજળીનું વિતરણ, ગ્રાહકોને વીજળી પુરવઠો આપવા, વીજ બિલ વસુલાત, નવા જોડાણ આપવા અને વીજળીના માળખાગત વ્યવસ્થાપનનું કામ કરતી PGVCLમાં હાલ વીજળીના બાકી બિલની કામગીરીનો ધમધમાટ ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં એક તરફ વીજ કર્મચારીઓ વીજળીના બાકી બિલ વસૂલવા અથાગ મહેનત કરી રહ્યા છે. તેનાથી વિપરીત ભાવનગર જિલ્લામાં નવી લહેર સાથે વીજળી બાકી બિલના નાણાં ભરવા લોકોમાં આવેલી જાગૃતતાથી જિલ્લાના 13 ગામોએ વીજળીના 100% બિલ ભર્યા છે. હિસાબી વર્ષ પૂરું થવાને ગણતરીના દિવસો બાકી હોય PGVCL ભાવનગર સર્કલ નીચેના ભાવનગર સિટી-1, ભાવનગર સિટી-2, ભાવનગર રૂરલ, મહુવા અને પાલિતાણા ડિવિઝનમાં વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી છે. ભાવનગર જિલ્લામાં PGVCLની નાણાં વસુલાતની ખાસ ઝુંબેશને ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું સમર્થન મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોની મદદથી PGVCLના બાકી બિલના નાણાં લોકો પોતાની જવાબદારીનો ભાગ ગણી સામેથી ભરી રહ્યા છે. 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશું PGVCL ભાવનગર સર્કલ નીચેના વિસ્તારોમાં કે તરફ વીજળીના બાકી બિલના નાણાં વસુલાતની ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તો બીજી તરફ નાગરિક તરીકે રાષ્ટ્રિય ફરજ ગણી લોકો સામેથી વીજળીનું બાકી બિલ ભરી રહ્યા છે. PGVCL ભાવનગર સર્કલમાં હાલ 13 જેટલા ગામોએ સંપૂર્ણ બિલ ભરી દીધું છે. જે અમારા માટે ગૌરવ સમાન બાબત છે ત્યારે વીજળીનું 100% બિલ ભરનારા ગામોનું સન્માન કરીશું. - યશપાલસિંહ જાડેજા, અધિક્ષક ઈજનેર, પી.જી.વી.સી.એલ. ભાવનગર વર્તુળ કચેરી ક્યા-ક્યા ગામોએ 100% બિલ ભર્યા
    Click here to Read More
    Previous Article
    છોટે કાશીમાં અસુવિધા:સિહોર તાલુકો, 78 ગામ છતાં સીધી ઉપડતી એકપણ ST નહીં
    Next Article
    સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:MKB યુનિ.માં આ વર્ષે 88 પૈકી 51 મેડલ યુવતીઓના ફાળે,ગત વર્ષે 62 મેડલ મળેલા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment