Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:MKB યુનિ.માં આ વર્ષે 88 પૈકી 51 મેડલ યુવતીઓના ફાળે,ગત વર્ષે 62 મેડલ મળેલા

    2 days ago

    આગામી તા.29 માર્ચે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીનો દીક્ષાંત સમારોહ યોજાશે અને જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત થશે. આ સમગ્ર આયોજનની કમાન મહિલા શક્તિના હાથમાં રહેશે. આ સાથે યુનિ. દ્વારા જે 88 ગોલ્ડ અને સિલ્વર મેડલ તેજસ્વી યુવક યુવતીઓને એનાયત કરવાના છે તેમનાં આ વર્ષે એક નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે જેમાં ગત વર્ષની તુલનામાં આ વર્ષે યુવતીઓની મેડલ મેળવવાની ટકાવારી ઘટી છે અને યુવકોની વધી છે. આ વર્ષે કુલ 88 મેડલ પૈકી 51 મેડલ યુવતીઓએ મળ્યા છે જ્યારે 37 મેડલ યુવકોને ફાળે ગયા છે. ટકવારી મુજબ ગત વર્ષ. યુવતીઓને ફાળે 70 ટકા મેડલ હતા તે આ વર્ષે ઘટીને 57.95 ટકા થઇ ગઇ છે. જ્યારે યુવકોની મેડલ મેળવવાની ટકાવારી ગત વર્ષે માત્ર 30 ટકા હતી તે આ વર્ષે વધીને 42.05 ટકા થઇ ગઇ છે. તા. 29 માર્ચના રોજ આ દીક્ષાંત સમારોહ યોજવામાં આવશે. યુનિવર્સિટી દ્વારા આ વર્ષે કુલ 12,707 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે, જેમાં 10,396 જૂના ડિગ્રીધારકો તથા ચાલુ વર્ષના 2,311 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આ વર્ષે કુલ 88 મેડલ છે તેમાં 51 મેડલ યુવતીઓના ફાળે ગયા છે. જ્યારે બાકીના 37 મેડલ યુવકોના ફાળે ગયા છે. ગત વર્ષે 88 મેડલ પૈકી 62 મેડલ યુવતીઓને અને 26 મેડલ યુવકોને મળ્યા હતા જે ટકાવારીની દ્રષ્ટિએ 70.45 ટકા મેડલો યુવતીઓને અને માત્ર 29.55 ટકા મેડલ યુવકોને મળ્યા હતા. આ વખતે યુવકોની ટકાવારી વધી છે. મેડિકલના એક જ વિદ્યાર્થીને 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલ આ વખતે દીક્ષાંત સમારોહમાં 88 મેડલ છે તેમાં સૌથી વધુ 8 મેડલ એક જ વિદ્યાર્થીને ફાળે ગયા છે. આ તેજસ્વી વિદ્યાર્થી ભાવનગરની સરકારી મેડિકલ કોલેજનો એમબીબીએસ ફાઇનલનો વિદ્યાર્થી છે. જય કમલેશભાઇ બજાજે 6 ગોલ્ડ સાથે કુલ 8 મેડલ મેળવ્યા છે. એમેબીબીએસની ફાઇનલમાં સૌથી વધુ માર્ક મેળવવા બદલ જયને 6 ગોલ્ડ, એ ગોલ્ડ પ્લેટેડ સિલ્વર અને અને સિલ્વર મેડલ એનાયત થશે. દીક્ષાંત સમારોહનું આયોજન મહિલાઓ સંભાળશે આ સમારંભની સૌથી વિશેષ બાબત એ છે કે તેની તમામ પાયાની તૈયારીઓ, આયોજન અને વ્યવસ્થાપન મહિલા મોરચા દ્વારા સંભાળવામાં આવી રહ્યું છે. સમગ્ર કાર્યક્રમનું સુકાન મહિલા પ્રતિનિધિઓના હાથમાં હોવું એ યુનિવર્સિટી માટે ગૌરવની ક્ષણ છે.
    Click here to Read More
    Previous Article
    બાકી વીજ બિલ બાબતે ગ્રામ્ય પંથકમાં આવી જાગૃતતા:જિલ્લાના 13 ગામે વીજળીના 100% બિલ ભર્યા
    Next Article
    PGVCL એક્શન મોડમાં:વીજ કંપની 4 જિલ્લાના 20360 ગ્રાહકો પર તડાપીટ બોલાવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment