Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    PGVCL એક્શન મોડમાં:વીજ કંપની 4 જિલ્લાના 20360 ગ્રાહકો પર તડાપીટ બોલાવશે

    2 days ago

    PGVCL દ્વારા ભાવનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છની 11 સર્કલ કચેરીઓમાં વીજ બિલના બાકી નાણાંની વસુલાત માટે ફેબ્રુઆરી મહિનાની માફક ફરીવાર મેગા ડિસકનેક્શન ડ્રાઈવનું આયોજન કરાયું છે. તા.17મી માર્ચ ભાવનગર ઝોનલ ઓફિસ નીચેના ચાર જીલ્લાની 94 સહિત PGVCLના 273 સબ ડિવિઝનોમાં ખાસ વસુલાત ઝુંબેશ હાથ ધરવામાં આવશે. મેગા ડિસકનેક્શન ડ્રાઈવમાં આજે PGVCL ઝોનલ ઓફિસ ભાવનગર નીચેના ભાવનગર, અમરેલી, સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લામાં બિલ નહીં ભરનારા 20360 ગ્રાહકો પર ઘોચ બોલાવવામાં આવશે. ભાવનગર સર્કલના 5, અમરેલી સર્કલના 4, સુરેન્દ્રનગર સર્કલના 3 અને બોટાદ સર્કલના 2 મળી કુલ 14 ડિવિઝન નીચના વિસ્તારોમાં મેગા ડિસકનેક્શન ડ્રાઈવને લઈ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં PGVCLની 11 સર્કલ કચેરીઓમાં ગત 12મી માર્ચે મેગા ડિસકનેક્શન ડ્રાઈવ-2નો માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. મેગા ડિસકનેક્શન ડ્રાઈવ-2માં સ્થાનિક કક્ષાએ PGVCL ભાવનગર સર્કલમાં વીજળીનું બિલ નહીં ભરનારા 6400 વીજ જોડાણ કાપવા 640 કર્મચારીના કાફલા સાથે 320 ટીમો કામે લગાડવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્ર સમાચાર એનાલિસિસ:MKB યુનિ.માં આ વર્ષે 88 પૈકી 51 મેડલ યુવતીઓના ફાળે,ગત વર્ષે 62 મેડલ મળેલા
    Next Article
    વ્યસનમુક્તિ અભિયાન:BAPS સ્વામિનારાયણ મંદિરના 20 વર્ષ પૂર્ણ પ્રસંગે ભાવનગરના બાલમંડળનું વ્યસનમુક્તિ અભિયાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment