Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સામાન્ય બોલાચાલીની દાઝ રાખી હુમલો:પાદરગઢ પાસે યુવાન પર પાઇપથી ચાર શખ્સનો હુમલો, ગંભીર ઇજા

    2 days ago

    દાઠા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર પાદરગઢ ગામે રહેતા એક વ્યક્તિ પર ચાર શખ્સોએ મળી લોખંડના પાઇપ વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડ્યાની ઘટના સામે આવી છે. બનાવ બાદ આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. દાઠા પોલીસ સ્ટેશનમાં હરીશકુમાર મનુભાઈ પરમાર રહે પાદરગઢએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓ પોતાની વાડીએ કામકાજ પતાવીને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અમુક શખ્સો સાથે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ તેઓ પોતાના ઘરે જઈ વાળું પાણી કરી થોડા સમય બાદ ઘરેથી બહાર પાન-માવો લેવા માટે નીકળ્યા હતા. તે સમયે રઘુ ગીગાભાઈ ભમ્મર, દાદુ કાદુભાઈ કામળિયા, ભીમા હમીરભાઈ કામળિયા તથા એક અજાણ્યો શખ્સ એક સંપ થઈ અને એકબીજાની મદદગારી કરી હરીશભાઈ પરમાર પર લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હરીશભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી. હુમલા બાદ આરોપીઓએ તેમને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ બાદ ઈજાગ્રસ્ત હરીશભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ અંગે દાઠા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:ઇરાનના ખાર્ગ ટાપુનો ખુરદો બોલાવવા ટ્રમ્પનો ખતરનાક પ્લાન, કોમર્શિયલ સિલિન્ડરની સપ્લાય શરૂ, હાર્દિક-ઈશાન સામે વડોદરા પોલીસમાં અરજી
    Next Article
    મારામારીની ઘટના આવી સામે:સાણોદર ગામે ઘરમાં ભાભી સાથે યુવકને જોઈ જતા નણંદે બૂમાબૂમ કરી અને બે પરિવાર વચ્ચે થઈ સશસ્ત્ર અથડામણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment