Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં ગેસ અછતની અફવાઓ વચ્ચે તંત્ર સક્રિય:‘હોસ્પિટલ, સ્કૂલ-કોલેજની હોસ્ટેલની મેસ માટે કોમર્શિયલ સિલિન્ડર સરળતાથી મળશે, ગેસ લાઈનનાં પેન્ડિંગ કનેક્શનો ઝડપથી અપાશે’

    10 hours ago

    દેશભરમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ અને સપ્લાયમાં ઉભી થયેલી પરિસ્થિતિ અને શહેરમાં ફેલાયેલી ગેસ બોટલની અછત અંગેની અફવાઓ વચ્ચે સુરત જિલ્લા કલેક્ટર તંત્ર સક્રિય બન્યું છે. ગેસ સપ્લાયની સ્થિતિની સમીક્ષા કરવા માટે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સહિત ઓઈલ કંપનીઓના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મહત્ત્વનો નિર્ણય કરાયો છે કે, સ્કૂલ, કોલેજ અને હોસ્પિટલમાં PNG ગેસની લાઈન નહીં હોય અને કોમર્શિયલ ગેસનો ઉપયોગ થતો હશે તેમને ગેસની બોટલ આપવામાં આવશે. આ ઉપરાંત PNG નેટવર્ક ધરાવતા વિસ્તારોમાં તાત્કાલિક પેન્ડિંગ ગેસ કનેક્શન વહેલી તકે આપવા ગુજરાત ગેસના અધિકારીઓને સૂચના આપવામાં આવી છે. આવશ્યક સેવાઓને ગેસ સપ્લાયમાં અગ્રતા, કલેક્ટરમાં અરજી કરવાની રહેશે કેન્દ્ર સરકારના સુધારેલા આદેશ મુજબ હવે હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલ અને મેસ જેવી આવશ્યક સેવાઓને કોમર્શિયલ સિલિન્ડર સપ્લાયમાં પ્રાથમિકતા અપાશે. હેલ્થ-એજ્યુકેશન કેટગરીમાં જ્યાં પીએનજી લાઈન નથી અને કોમર્શિયલ બોટલોનો ઉપયોગ થાય છે તેમને પણ બોટલો આપવામાં આવશે. આ માટે કલેક્ટરને અરજી કરવાની રહેશે. અરજી મંજૂર થયા બાદ કોમર્શિયલ ગેસની બોટલો આપવામાં આવશે ‘અરજી મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરો’ : જિલ્લા તંત્રએ ગુજરાત ગેસ અને સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે જ્યાં PNG નેટવર્ક ઉપલબ્ધ હોય ત્યાં અરજી મળતાની સાથે જ પ્રક્રિયા પૂર્ણ કરી તાત્કાલિક કનેક્શન આપવામાં આવે. પેન્ડિંગ અરજીનો પણ ઝડપથી હલ લાવવા કહેવાયું છે.
    Click here to Read More
    Previous Article
    યાર્ન બજારમાં ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધની અસર:યાર્નમાં શેરબજારની જેમ રોજ ભાવ પડવાના શરૂ દિવસે બંધ રહેતું સેલ સાંજે 5 વાગ્યા પછી ખુલે છે
    Next Article
    સિટી એન્કર:સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ રૂટમાં મુંબઈથી અદ્યતન મોબાઇલ નેટવર્ક હશે: ચોક, મસ્કતી, લાભેશ્વર સ્ટેશન પર બિલ્ટઈન 5G ઈન્સ્ટોલ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment