Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિટી એન્કર:સુરત મેટ્રોના અંડરગ્રાઉન્ડ રૂટમાં મુંબઈથી અદ્યતન મોબાઇલ નેટવર્ક હશે: ચોક, મસ્કતી, લાભેશ્વર સ્ટેશન પર બિલ્ટઈન 5G ઈન્સ્ટોલ કરાશે

    8 hours ago

    સુરત મેટ્રોના ભૂગર્ભ રૂટમાં મુંબઈ મેટ્રો કરતાં વધુ અદ્યતન મોબાઇલ નેટવર્કિંગ હશે. ચોક બજાર, મસ્કતી અને લાભેશ્વર મેટ્રો સ્ટેશનો પર બિલ્ટ-ઇન 5G કવરેજ સોલ્યુશન્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે, જેથી મુસાફરોનું મોબાઇલ નેટવર્ક વિક્ષેપિત ન થાય. GMRC એ ભૂગર્ભ સ્ટેશનો અને ટનલમાં સીમલેસ મોબાઇલ નેટવર્ક કનેક્ટિવિટી માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી છે. આ મેટ્રો મુસાફરી દરમિયાન 2G થી 5G સુધી સુસંગત અને સુધારેલ સિગ્નલ કામગીરી સુનિશ્ચિત કરશે. વીડિયો કોલ, ઓનલાઈન પેમેન્ટમાં અડચણ નહીં આવે મેટ્રોની મુસાફરીમાં ઘણીવાર કોલ ડ્રોપ, ઈન્ટરનેટ આઉટેજ અથવા મેસેજ જવામાં વાર લાગવી જેવી સમસ્યાઓનો સામનો થાય છે. નેટવર્ક ખાસ કરીને ભૂગર્ભમાં ઘણીવાર વર્ચ્યુઅલ રીતે અસ્તિત્વમાં નથી. બિલ્ટ-ઇન સોલ્યુશન્સ મુસાફરો માટે સીમલેસ વીડિયો કોલ, ઓનલાઈન પેમેન્ટ, સોશિયલ મીડિયા કે ઓફિસને લગતા કામો વિક્ષેપ વિના કરી શકાશે. GMRC ની યોજના અનુસાર, લાઇસન્સધારક સમગ્ર નેટવર્ક સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. લાઇસન્સનો સમયગાળો અંદાજે 9 વર્ષનો રહેશે. ટનલો બની ગઈ, હવે ટ્રેક-ભૂગર્ભ સ્ટેશનોનું કામ ચીલ રહ્યું છે સુરત મેટ્રો રેલના ભૂગર્ભ વિભાગ માટે ટનલ બની ગઈ છે. હવે ટ્રેક-ભૂગર્ભ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે. મેટ્રોના ભૂગર્ભમાં મોબાઇલ નેટવર્ક માટે ટેન્ડર પ્રક્રિયા બે પેકેજમાં કરાશે. પ્રથમ ટેકનિકલ દરખાસ્ત અને બીજામાં નાણાકીય દરખાસ્ત. બીડ સબમિટ કરવાની અંતિમ તારીખ 13 માર્ચ છે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન પોર્ટલ પર કરાશે. મુંબઈમાં મેટ્રોની ટનલમાં મોબાઇલ નેટવર્કની સમસ્યા મુંબઈ મેટ્રોના ભૂગર્ભમાં નેટવર્ક સમસ્યા આવી છે. ટેલિકોમ કંપનીઓની મર્યાદિત ભાગીદારી અને વાણિજ્યિક કરારના અભાવે કોલ ડ્રોપ, સેવા ન હોવી અને UPI પેમેન્ટ ફેલ જવા જેવી ફરિયાદો મળી રહી છે. ઘણા મુસાફરોને સ્ટેશન WiFi વાપરવા ફરજ પાડવામાં આવે છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ગેસ અછતની અફવાઓ વચ્ચે તંત્ર સક્રિય:‘હોસ્પિટલ, સ્કૂલ-કોલેજની હોસ્ટેલની મેસ માટે કોમર્શિયલ સિલિન્ડર સરળતાથી મળશે, ગેસ લાઈનનાં પેન્ડિંગ કનેક્શનો ઝડપથી અપાશે’
    Next Article
    War has hit all segments of India’s oil, gas imports. So why is stress most visible in LPG sector?

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment