Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુષ્ઠરોગનો દર્દી મળી આવતા ભારે દોડધામ મચી:ભટારમાં લેપ્રસીનો દર્દી મળતા તપાસ કરાતા રહીશોનો હોબાળો

    9 hours ago

    ભટાર રોડ પર આવેલી જીવકોર સોસાયટીમાં કેન્સરના દર્દીઓ માટેના એક શેલ્ટર હોમમાં રહેતાં મહારાષ્ટ્રના દર્દીને સિવિલ હોસ્પિટલની તપાસમાં કુષ્ઠરોગ (લેપ્રોસી) ડિટેક્ટ થતાં ભારે દોડધામ મચી ગઈ છે. આ ઘટનાને પગલે શનિવારે મહાપાલિકાની આરોગ્ય ટીમે ઘરે-ઘરે જઈ સર્વે શરૂ કરતાં જ સ્થાનિક રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો અને રહેણાંક વિસ્તારમાં ચાલતા આવા ખાનગી સેન્ટરોની કાયદેસરતા સામે ગંભીર સવાલો ઉઠાવ્યાં હતાં. સેન્ટરો કેટલા સુરક્ષિત? રહીશોએ સુરત મહાનગરપાલિકા કમિશનરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રહેણાંક સોસાયટીમાં પરવાનગી વિના મેડિકલ કેર સેન્ટર જેવી પ્રવૃત્તિ જોખમી છે. આ વિસ્તાર અત્યંત ગીચ છે ગંભીર બીમારીના દર્દીઓ ખુલ્લેઆમ ફરતા હોવાથી જાહેર આરોગ્ય સામે ખતરો હોવાની આશંકા રહીશોએ વ્યક્ત કરી છે. રહીશોએ માંગ કરી છે કે, મહાપાલિકા આ સર્વેના હેતુ અને આવા સેન્ટરો અંગે લેખિત સ્પષ્ટતા કરી રહીશોને વિશ્વાસમાં લે. લેપ્રસી ચેપી નથી, ડરવાની જરૂર નથી: ડો. ફેનીલ (M.O.) પાલિકાના મેડિકલ ઓફિસર ડો.ફેનીલ પટેલે જણાવ્યું હતું કે, ‘મહાપાલિકાને આ અંગે જાણ થતાં જ જીવકોર સોસાયટીના 50 ઘરોમાં સર્વેની કામગીરી કરવામાં આવી છે. લેપ્રોસીથી લોકોએ ભયભીત થવાની જરૂર નથી. તે એરબોર્ન (હવાથી ફેલાતો) ડિસીઝ હોવા છતાં અત્યંત ઓછી રોગપ્રતિકારક શક્તિ હોય તેમને જ અસર કરે છે. આ રોગ સીધો ચેપી નથી. અમે માત્ર સાવચેતીના ભાગરૂપે ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા લોકોની તપાસ કરી રહ્યા છીએ.દર્દી નંદરબાર ગયું હોય જો પરત નહીં આવશે તો ત્યાંના ડીસ્ટ્રીક્ટને પેશ્ન્ટ લેપ્રસીનું હોય તેની જાણ કરાશે તેથી ત્યાં સારવાર મળી શકે.’
    Click here to Read More
    Previous Article
    આગ લાગી:વાલક નજીક ચાલુ કારે શોર્ટસર્કિટથી આગ,ચાલક સહિત 2 લોકોનો બચાવ
    Next Article
    છેતરપિંડી:આલબેનિયાના વિઝાના નામે 2 ઈજનેર મિત્રો સાથે 17.41 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment