Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:આલબેનિયાના વિઝાના નામે 2 ઈજનેર મિત્રો સાથે 17.41 લાખની છેતરપિંડી

    11 hours ago

    આલબેનિયામાં વિઝા અપાવવાના બહાને અડાજણના દંપતીએ બે એન્જિનિયર મિત્રો પાસેથી રૂ.17.41 લાખ પડાવી છેતરપિંડી કરી છે. મૂળ અમદાવાદ રહેતા યશ પટેલ સિમાટેકમાં એન્જિનિયર છે. તેમનો મિત્ર પથીક પટેલ પાંડેસરા શ્રુંગલ હોમ્સમાં રહે છે. બંને મિત્રો વિદેશ જવા માંગતા હતા. 2025માં પથીકે તેમના પરિચિત બ્રિજેશ લીલાભાઇ પટેલ (રહે, ક્રિશ રેસિડેન્સી, અડાજણ) વિઝા કરાવી આપતા હોવાનું કહ્યું હતું, જેથી બંને મિત્રોએ બ્રિજેશનો સંપર્ક કરતાં તે પાંડેસરા પથીકના ઘરે મળવા આવ્યો હતો અને બંને સાથે વાત કરીને આલબેનિયાના વિઝા ટિકિટ અને વર્ક પરમિટ અપાવવાની લાલચ આપી હતી, જેનો કુલ રૂ.17.41 લાખ કહી ટેસ્ટ વિઝા અને ઓફર લેટરની કોપી મોકલી હતી. જેથી બંનેએ રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં બંનેને મુંબઇ બોલાવીને વિઝા અને મુંબઇથી વાયા આઝરબેજાન થઇ આલબેનિયાની ટિકિટ મોકલી હતી, જેથી બંને મિત્રો મુંબઇથી ફ્લાઈટમાં આઝરબેજાન પહોચ્યા હતા, જ્યાં ઇમિગ્રેશને પકડી તપાસ કરતાં વિઝા ફેક નીકળ્યા હતા, જેથી પરત મોકલી કરી હતા. ભારત આવ્યા બાદ બંનેએ બ્રિજેશને વાત કરતા તે માનવા તૈયાર ન હતો અને પૈસા પણ પરત આપ્યા ન હતા. બ્રિજેશ અને તેની પત્ની પ્રિયંકા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ બોલાવી બહાના કાઢી 5 દિવસ હોટલમાં રાખ્યા બ્રિજેશે બંનેને ટિકિટ લેવા ફાઉન્ટન હોટલ પર બોલાવ્યા હતા, જ્યાં બંને મિત્રોએ ટિકિટ માંગતા બ્રિજેશે બહાના કાઢી 5 દિવસ સુધી હોટલમાં રાખ્યા હતા. બાદમાં આઝરબેજાનની ટિકિટ આપી હતી. બંને મિત્રો ત્યાં જતા બે દિવસ હોટલમાં રોકાવ્યા હતા. બાદમાં અલબેનિયાની ટિકિટ મોકલી હતી, જે લઇને બંને બાકુ એરપોર્ટ પર ગયા તો પકડાઈ ગયા હતા.
    Click here to Read More
    Previous Article
    કુષ્ઠરોગનો દર્દી મળી આવતા ભારે દોડધામ મચી:ભટારમાં લેપ્રસીનો દર્દી મળતા તપાસ કરાતા રહીશોનો હોબાળો
    Next Article
    યાર્ન બજારમાં ઈઝરાયેલ-ઈરાનના યુદ્ધની અસર:યાર્નમાં શેરબજારની જેમ રોજ ભાવ પડવાના શરૂ દિવસે બંધ રહેતું સેલ સાંજે 5 વાગ્યા પછી ખુલે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment