Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાપમોચિની એકાદશી:આજે ભગવાનને પીળું ફૂલ, પીળી મીઠાઇ ધરવાનું મહત્ત્વ

    10 hours ago

    પંચાંગ પ્રમાણે આજે ફાગણ વદ અગિયારસને રવિવારે તા.15 માર્ચના રોજ પાપમોચિની એકાદશી છે. પાપમોચિની એકાદશીનું વ્રત કરવાથી જીવનમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય, જીવનનાં અશુભ તત્ત્વોનો નાશ થાય, મનોકામના પૂર્ણ થાય, રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ભગવાનને સૂકોમેવો ધરાવવાનું મહત્ત્વ છે અને પીળું ફૂલ અર્પણ કરવાનું મહત્ત્વ રહેલું છે. દરેક એકાદશીનું કંઇકને કંઇક વિશેષ મહત્ત્વ રહેલું હોય છે ત્યારે વિધિવત આ વ્રત રહેવાથી પાપમોચિની એકાદશીનું પણ ખૂબ મહત્ત્વ છે. પાપમોચિની એકાદશીના દિવસે ઉપવાસ કરવો ઉત્તમ ગણાય અથવા તો એકટાણું કરવું. સવારના સ્નાન કરી અને બાજોઠ અથવા પાટલા ઉપર પીળું વસ્ત્ર પાથરવું અને તેના ઉપર ચોખાની ઢગલી કરી અને શ્રીકૃષ્ણ ભગવાનની છબી અથવા મૂર્તિ પધરાવી દીવો, અગરબત્તી કરવા. ભગવાનને પીળા ચંદનનો ચાંદલો, ચોખા કરવા પીળું ફૂલ અર્પણ કરવું. અબીલ, ગુલાલ, કંકુ પધરાવી અગરબત્તી દીવો અર્પણ કરવા. નૈવેદ્યમાં સૂકોમેવો તથા પીળા કલરની મીઠાઈ ધરવી, આરતી કરવી. ત્યારબાદ વિષ્ણુ ભગવાનના 108 કે 1008 નામ બોલવા અને એકાદશીની કથા વાંચવી. શક્ય હોય તો, બપોરે નિદ્રા કરવી નહી તથા રાત્રિના 12 વાગ્યા સુધી જાગરણ કરવું. આમ વ્રત કરવાથી પાપનું મોચન થાય છે અને નવગ્રહ શાંતિ થાય છે. આ એકાદશીની કથાના બોધ અંગે શાસ્ત્રી રાજદીપભાઇ જોષીએ જણાવ્યું હતું કે, આપણે મનુષ્ય છીએ તથા કળિયુગ હોવાથી ઘણીવાર કામ, ક્રોધ, મોહ થકી અનેક પાપ કર્મ થઈ જતા હોય છે. જેવા કે કોઈનું અહિત કરવું, બીજાનું ધન લઈ લેવું, કોઈની ખોટી મોહમાયામાં પડવું આમ આવા અનેક નાના મોટા પાપ, કર્મ થતા હોય છે, પરંતુ આ કરવાથી આપણા નવગ્રહ દોષિત થાય છે અને તેનું અશુભ ફળ ભોગવવું પડે છે. આથી ખ્યાલ રાખવો જોઈએ કે, આવા કર્મ ન કરવા અને ગીતા રામાયણના નિયમને અનુસરી જીવન જીવવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ:રાજકોટમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો’તો
    Next Article
    પુણ્ય કરવું છે પણ ગેસના બાટલા નથી:રાજકોટમાં આઠ હજારને મફત જમાડતા અન્ન્ક્ષેત્ર ત્રણ દી’ પછી બંધ કરવા પડે તેવી સ્થિતિ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment