Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પુણ્ય કરવું છે પણ ગેસના બાટલા નથી:રાજકોટમાં આઠ હજારને મફત જમાડતા અન્ન્ક્ષેત્ર ત્રણ દી’ પછી બંધ કરવા પડે તેવી સ્થિતિ

    8 hours ago

    ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધના પગલે સમગ્ર દેશમાં હાલ ગેસની અછત સર્જાય છે ત્યારે ગુજરાતમાં રાજકોટ સહિત અનેક સેવાભાવી સંસ્થાઓને તેમજ અન્નક્ષેત્ર ચલાવતી ધાર્મિક સંસ્થાઓને પણ ગેસ સિલિન્ડર મળતા ન હોવાની વ્યાપક ફરિયાદો ઊઠી છે. જેના પગલે રાજકોટમાં જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓ કે જેઓ વિનામૂલ્ય ગરીબોને ભોજન જમાડે છે તેવી સંસ્થાઓને અન્નક્ષેત્ર ચલાવવાની મુશ્કેલી પડી છે. સાથોસાથ શહેરના જુદા જુદા વૃદ્ધાશ્રમોમાં પણ રાંધણગેસના તેમજ કોમર્સિયલ વપરાશના ગેસ સિલિન્ડર ન મળતા દિનપ્રતિદિન પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે અન્નક્ષેત્ર ચલાવતી સંસ્થાઓ તેમજ ધાર્મિક સંસ્થાઓને હવે માટીના ચૂલા તેમજ સગડી સળગાવીને પણ ગરીબોને વિનામૂલ્યે ભોજન આપવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. આમ છતાં અન્નક્ષેત્ર હજુ પણ શરૂ રાખવામાં આવ્યા છે. મોટા મંદિરોમાં પ્રસાદ બનાવવાનું યથાવત રાજકોટના મોટા મંદિરોમાં પહેલેથી જ દેશી ચૂલા પર રસોઇ કરવામાં આવે છે. તેથી પ્રસાદ બનાવવાનું યથાવત રહેશે. જેમાં કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરે 1000થી 2500 જેટલા ભક્તો પ્રસાદ ગ્રહણ કરે છે અને ત્યાં ઇંટની ભઠ્ઠીમાં ભોજન બનાવાય છે જ્યારે રતનપરના રામચરિતમાનસ મંદિરે ખાડો કરી દેશી ચૂલા પર રસોઇ બને જે જ્યાં રોજના 200થી વધુ ભક્તો પ્રસાદ લે છે, પરંતુ સંસ્થા કે ટ્રસ્ટમાં ચૂલા પર રસોઇ કરવાનો વિકલ્પ જ પસંદ કરવો પડશે. ત્રણથી ચાર દિવસ સુધી ચાલે તેટલી જ વ્યવસ્થા, ભોજનાલય, વૃદ્ધાશ્રમમાં વધુ અસર
    Click here to Read More
    Previous Article
    પાપમોચિની એકાદશી:આજે ભગવાનને પીળું ફૂલ, પીળી મીઠાઇ ધરવાનું મહત્ત્વ
    Next Article
    SIT formed to probe attempt on Farooq Abdullah’s life

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment