Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ:રાજકોટમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો’તો

    11 hours ago

    શહેરના 40 ફૂટ રોડ પર ઓમનગર સર્કલ પાસે રહેતી સંગીતાબેન રમેશભાઈ મેરિયા (ઉ.વ.32)ની પરિણીતાએ પતિ રમેશભાઈ, સસરા વિનોદભાઈ નારણભાઇ, સાસુ મંજુબેન, જેઠ નરેશભાઈ અને દિલીપભાઈ સામે તાલુકા પોલીસ મથકમાં પોતાને માનસિક અને શારીરિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2014માં થયા છે અને સંતાનમાં દીકરો, દીકરી છે. ઘરમાં પૈસાનો વહીવટ મારા સાસુ-સસરા ચલાવે છે, ઘરમાં પૈસાની જરૂરિયાત હોય ત્યારે તેમની પાસેથી પૈસા માગવાના હોય છે. લગ્નના એકાદ વર્ષથી પતિ સાથે મનમેળ રહેતો ન હોય આથી ઝઘડા થતા હતા. પતિ જેઠ સાથે કામ કરતા તો જેઠ પાસે પૈસા માગતા ત્યારે જેઠ પૈસા આપતા નહોતા, જેઠ ભૂવા હોવાથી તેની રસોઈ બનાવવા માટે સાસુ માનસિક ત્રાસ આપતા હતા. પતિ મને કહેતા કે, તારા મા-બાપે મને મારા મા-બાપથી અલગ કર્યો છે કહી ઝઘડો કરી માર મારતા હતા અને હોળીમાં પતિ પાસે બાળકોની પિચકારી અને રંગ માટે પૈસા માગતાં મારી પાસે પૈસા નથી કહી ઢીકાપાટુનો માર માર્યો હતો. તું મરી જા નહીંતર હું તને મારી નાખીશ તેમજ સાસુ અને બંને જેઠ રૂમમાં આવી જેમ ફાવે તેમ ગાળો આપતા હતા અને સસરા સહિતના મને ઘર છોડી જવાનું કહેતા કંટાળી તા.4ના ઘઉંમાં નાખવાના ટીકડાં પી લેતા મને સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. બનાવ અંગે પરિણીતાની ફરિયાદના આધારે તાલુકા પોલીસે પતિ સહિત સાસરિયાં સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:‘મારી દીકરીની વીંટી તેજ ચોરી છે’ કહી, ˘સસરા તથા નણંદે મેણાં મારતા પરિણીતાએ આપઘાત કર્યો
    Next Article
    પાપમોચિની એકાદશી:આજે ભગવાનને પીળું ફૂલ, પીળી મીઠાઇ ધરવાનું મહત્ત્વ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment