Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પરિણીતાએ જીવન ટૂંકાવ્યું:‘મારી દીકરીની વીંટી તેજ ચોરી છે’ કહી, ˘સસરા તથા નણંદે મેણાં મારતા પરિણીતાએ આપઘાત કર્યો

    13 hours ago

    ચોટીલાના યુવકની રાજકોટ ગંજીવાડામાં સાસરિયે રહેતી બહેને તેના સસરા અને નણંદના ત્રાસથી છ દિવસ પૂર્વે આપઘાત કરી લેતા યુવકે થોરાળા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો છે. ચોટીલાના ભેટસુડા ગામે રહેતા અને ખેતીકામ કરી ઘરનું ગુજરાન ચલાવતા વિશાલભાઈ નનુભાઈ કુકડિયા(ઉં.વ.22)એ થોરાળા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ગંજીવાડામાં રહેતા વશરામ ખીમજીભાઈ મકવાણા અને તેમની દીકરી આરતી મકવાણાના નામ આપ્યા હતા. વિશાલભાઈએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, પોતે ચાર ભાઈ-બહેન છે. જેમાં સૌથી નાના બહેન છાયાબેનનું ગત તારીખ 9ના રોજ મરણ થયું છે. ગત તારીખ 23/04/2025ના રોજ તેની બહેન છાયાના લગ્ન રાજકોટ રહેતા રણજિત વશરામ મકવાણા સાથે સમાજની રીતરિવાજ મુજબ થયા હતા. દરમિયાન 6 દિવસ પહેલા આપઘાત કરી લીધો હતો. અગાઉ પણ તારીખ 21,22/02/2026ના રોજ તેમના કાકાના દીકરાના લગ્નમાં છાયાબેન આવેલા હતા ત્યારે તેણીએ તેની માતાને વાત કરી હતી કે, તેની નણંદ આરતી તથા સસરા તેના ઉપર અવારનવાર ઘરમાંથી વીંટી ચોરી લઈ ગઇ છો કહી ત્રાસ આપતા હતા. આ ઉપરાંત બહેનને માતાજીના માંડવામાં જવું ન હોય તેમ છતાં તેના સસરાએ પરાણે લઈ જઈ, તેણીને કલાક સુધી ફેરવી હતી જે બાબતે પિતા-પુત્ર વચ્ચે રાત્રે ઝઘડો થયો હોય જે વાત મોટી બહેન શીતલે પરિવારને જણાવતા આ અંગે થોરાળા પોલીસ મથકમાં બહેનને આપઘાત કરવા મજબૂર કરનાર સસરા અને નણંદ વિરુદ્ધ વિશાલભાઈએ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    મતગણતરીના અંતિમ પડાવમાં બાર કાઉન્સિલ ચૂંટણી:બીસીજી ચૂંટણીમાં અંતિમ 12 હજાર મત બાદ આજે પરિણામ
    Next Article
    પરિણીતાએ જીવન ટૂંકાવવાનો કર્યો પ્રયાસ:રાજકોટમાં સાસરિયાંના ત્રાસથી પરિણીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો’તો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment