Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈ-ચાર્જિંગ સ્ટેશનોના પ્રોજેક્ટમાં મોટો ધબડકો:શહેરમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનનો પ્રોજેક્ટ ઘોંચમાં કામગીરી અધૂરી છોડીને એજન્સી પલાયન થઇ ગઇ

    18 hours ago

    ગાંધીનગરમાં ઇલેક્ટ્રીક વાહનોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલી ઇવી પોલિસીને પ્રથમ ગ્રાસે જ મક્ષીકા જેવો ઘાટ થયો છે. આ પોલિસી હેઠળ શહેરમાં 15 સ્થળોએ ઇવી ચાર્જીંગ સ્ટેશનો અને બેટરી સ્વાઇપીંગ સ્ટેશન ઉભા કરવા માટે ટેન્ડર આપવામાં આવ્યાના બે વર્ષ બાદ પણ આ મામલે કોઇ પ્રગતિ થઇ નથી. હાલ આ સમગ્ર પ્રોજેક્ટ ડખામાં પડ્યો છે. ઉંચા ભાવ ભરીને ટેન્ડર લેનાર એજન્સી ચાર સ્ટેશનો બનાવ્યા બાદ કામગીરી અધૂરી છોડીને પલાયન થઇ ગઇ છે. જે ચાર સ્ટેશનો શરૂ કરાયા હતા એ પણ હાલમાં બંધ છે. એજન્સી દ્વારા કોઇ પ્રતિભાવ નહીં મળતા આખરે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડરની શરતોના ભંગ બદલ એજન્સીનો કોન્ટ્રાક્ટ રદ કરીને એચ-2 ટેન્ડર ભરનાર અદાણી ટોટલ એનર્જીસ ઇમોબિલિટી કંપનીને શહેરમાં કુલ 15 ઇ- ચાર્જિંગ સ્ટેશનોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવાની કામગીરી સોંપવા કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરમાં ઇવી ચાર્જિંગ સ્ટેશનનું માળખુ તૈયાર કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયાના અંતે માર્ચ 2024માં NCELL EMOBILITY કંપનીને પ્રથમ તબક્કે 5 સ્થળોએ ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. જેના પગલે આ કંપની દ્વારા સેક્ટર-21માં 2, સેક્ટર-11 પાર્કિંગમાં એક અને સેક્ટર-6 અપના બજાર પાસે એક એમ કુલ ચાર ચાર્જીંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા હતા. એક ચાર્જીંગ સ્ટેશન બાકી રહ્યું હતું. તે પછી મે 2025માં નવા 10 ચાર્જિંગ સ્ટેશન માટે વર્ક ઓર્ડર અપાયો હતો. પરંતુ કંપનીએ આ કામગીરી કરી ન હતી. કંપનીએ જુલાઇ 2025થી મહાનગરપાલિકાને ટેન્ડરની શરત મુજબ રેવન્યુ શેરીંગની રકમ ચૂકવવાનું પણ બંધ કરી દીધું હતું. મહાનગરપાલિકા દ્વારા આ કંપની સાથે પત્રવ્યહાર, ઇમેઇલ અને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ પ્રતિભાવ મળતો નથી. કંપનીની ઓફિસ પણ બંધ થઇ ગઇ હોવાનું જણાયું છે. કંપનીએ શરૂ કરેલા 4 ચાર્જિંગ સ્ટેશનો પણ બંધ છે. જેથી હવે મહાનગરપાલિકા દ્વારા આ કંપની સાથેના કરાર પૂર્ણ કરીને તેની ડિપોઝીટ જપ્ત કરાશે. તેણે ઉભા કરેલા ચાર્જિંગ સ્ટેશન પણ સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવશે. ટેન્ડરમાં એચ-2 આવેલી અદાણી કંપની સાથે પરામર્શ શરૂ કર્યો છે. જે માટે કમિશનરને સત્તા આપવાની દરખાસ્તને સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પોલિસીમાં મહત્ત્વના બે વર્ષ બગાડ્યા છતાં માત્ર રૂ. 6 લાખની ડિપોઝિટ જપ્ત કરાશે મહાપાલિકા દ્વારા ઇવી પોલિસી હેઠળ માળખુ ઉભું કરવા આ ટેન્ડર આપ્યું હતું. બે વર્ષ સુધી આ કંપનીએ કામમાં ગંભીર બેદરકારી દાખવી છતાં કોઇ પગલાં લેવાયા નહીં, 8 મહિનાથી મહાપાલિકાને શેરીંગની રકમ જમા કરાવી નથી. બંને વર્ક ઓર્ડરની શરતોનું પાલન કર્યું નથી, વીજ બિલ પણ ભર્યું નથી. આટલી ગંભીર બેદરકારી છતાં મહાપાલિકા દ્વારા માત્ર ડિપોઝિટ જપ્ત કરાશે જે ફક્ત 6 લાખ છે. આ સિવાય ભવિષ્યના ટેન્ડરમાં NCELL EMOBILITY કંપનીને પ્રતિબંધિત કરાશે. ભાસ્કર ઈનસાઈડ વીજ બિલ નહીં ભરાતાં, જોડાણ કાપી નખાયું મહત્વની વાત એ છે કે NCELL EMOBILITY કંપનીએ ચાર ચાર્જીંગ સ્ટેશનોનું સંચાલન તો શરૂ કર્યું હતું અને ચાર્જીંગ બદલ વાહનચાલકો પાસેથી ચાર્જ પણ વસૂલવામાં આવ્યો હતો પરંતુ તેના નાણા મહાનગરપાલકામાં જમા કરાવ્યા નથી. એટલું જ નહીં આ ચાર્જીંગ સ્ટેશનોનું વીજ બિલ પણ ભરવામાં આવ્યું નથી.
    Click here to Read More
    Previous Article
    CCTVમાં અકસ્માત થયો કેદ:રાજુલામાં બેકાબૂ કારે રસ્તા પર જતી બે મહિલાને કાર ચાલકે કચડતા ગુનો નોંધાયો
    Next Article
    મતગણતરીના અંતિમ પડાવમાં બાર કાઉન્સિલ ચૂંટણી:બીસીજી ચૂંટણીમાં અંતિમ 12 હજાર મત બાદ આજે પરિણામ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment