Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડાના જીનનાકા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારી, એકને ગંભીર ઈજા:છોકરા-છોકરીના ઝઘડાને પગલે બે જૂથ સામસામે આવ્યા, પાઈપ-ધોકા વડે હુમલો; સમગ્ર ઘટના CCTVમાં કેદ

    8 hours ago

    બોટાદ જિલ્લાના ગઢડા શહેરના જીનનાકા વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. છોકરા-છોકરી વચ્ચે થયેલા ઝઘડાના પગલે બંને જૂથ સામસામે આવી ગયા હતા. આ દરમિયાન પાઈપ અને ધોકા વડે મારામારી કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના દૃશ્યો નજીકમાં લાગેલા કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે. પાઈપ-ધોકા વડે હુમલો, બેને ઈજા પ્રાથમિક માહિતી મુજબ, ચાર જેટલા શખ્સોએ પાઈપ અને ધોકા વડે હુમલો કરી મારામારી કરી હતી. આ ઘટનામાં બે વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હતી. જ્યારે અલ્પેશભાઈ ઠાકરશીભાઈ લખાણીને ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે બોટાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ગઢડા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઘટનાની જાણ થતાં ગઢડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. મારામારી બાદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. મારામારી પાછળનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાલ મારામારી પાછળનું ચોક્કસ કારણ અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. CCTVમાં કેદ થયેલા દૃશ્યોના આધારે પોલીસ દ્વારા મારામારીમાં સામેલ શખ્સો અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય:વિપ્રો, ટાટા, ઇન્ફોસિસ જેવી આઈટી કંપનીઓને ગ્રીન કાર્ડ પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરી
    Next Article
    ગુજરાતમાં સોનાનો કારોબાર ગ્લોબલ સપ્લાય ચેઇન સાથે જોડાયો:ગુજરાત ગોલ્ડ કન્ઝમ્પશનમાં ટોચના રાજ્યોમાં, રાજકોટ-સુરત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ, 30થી 40 સ્ટોર્સને મળ્યું એક્રેડિટેશન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment