Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    SOGએ રૂ.1.02 કરોડના ગાંજાના સાથે બેની કરી ધરપકડ:રાજકોટનો શખ્સ 1500 કી.મી. દૂર મકાન ભાડે રાખી ઓડિશાના જંગલમાંથી ગાંજાની ખરીદી કરી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરતો, 19 દિવસના ઓપરેશન બાદ પોલીસને મળી મોટી સફળતા

    1 day ago

    • મુખ્ય આરોપી અને તેનો ભાગીદાર પોલીસ પકડથી દૂર રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાંજાનો મોટો જથ્થો સપ્લાય થાય એ પહેલા રાજકોટ શહેર SOG પોલીસે અમદાવાદ હાઇવે પરથી એક કરોડથી વધુ કિંમતના 204 કિલો ગાંજાના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી મુખ્ય સપ્લાયર સહીત બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. છેલ્લા 19 દિવસથી રાજકોટ શહેર SOG ટિમ આ મોટા જથ્થાને ઝડપી પાડવા માટે કામે લાગી હતી અને તેમાં હ્યુમન અને ટેક્નિલ સોર્સીસના આધારે 1500 કિલોમીટર દૂરથી આવતા આ ગાંજાના મોટા જથ્થાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ સ્ટીલના પાઇપની આડમાં ટ્રકની અંદર ગાંજાની હેરાફેરી કરતા હતા અગાઉ પણ એક વખત આ રીતે ખેપ મારી હતી જયારે બીજી વખત ખેપ મારી રાજકોટથી કટિંગ કરી સૌરાષ્ટ્રમાં અલગ અલગ પેડલરને સપ્લાય કરવામાં આવે એ પહેલા જ ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટ જેસીપી ચૈત્‍ન્‍ય મંડલીકએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર SOG પીઆઈ એન.બી.ચૌધરીની ટીમ દ્વારા બામણબોર ચેકપોસ્‍ટ નજીક વોચ ગોઠવી ટ્રક નંબર જીજે.03.બીવી.5112ને અટકાવી તલાસી લેતા સ્‍ટીલના પાઇપનો મોટો જથ્‍થો જોવા મળ્‍યો હતો જેની આડમાં ગાંજાનો જથ્થો છુપાવેલો હતો. પોલીસે ટ્રકચાલક અને ક્લીનરને નામ પૂછતાં તેમને મહમદ ઉર્ફે કાળો હુશેનભાઇ ઉર્ફે કડીબાપુ સરવદી (ઉ.વ.26) તથા અરબાઝ સલીમભાઇ સંધી (ઉ.વ.27) જણાવ્યું હતું. પોલીસે ટ્રકમાં તપાસ કરતાં સ્ટીલના પાઇપની પાછળ અલગ અલગ કલરના બાચકાઓ હતાં જે બાચકાઓ ખોલીને જોતાં કુલ 9 બાચકામાંથી સેલોટેપ ચોટાડી પાર્સલ બનાવેલા જોવા મળ્યા હતાં જે તમામ 99 પાર્સલ ખોલીને જોતાં અંદરથી વનસ્‍પતિ જન્‍ય ડાળખા પાંદડાનો જથ્‍થો મળી આવતા FSLની મદદ લઇ તપાસ કરતા આ પદાર્થ ગાંજો હોવાનું સામે આવતા પોલીસે 1.04 કરોડ કિંમતનો 204 કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપી ટ્રક ચાલક અને સાથેના શખ્‍સની પુછતાછ કરતાં બંનએ કબૂલાત આપી હતી કે તેઓ પોતે બંને ડ્રાઇવીંગ કામ કરે છે. આ ગાંજાનો જથ્‍થો ઓસ્‍સિાથી મુળ રાજકોટના મોરબી રોડ પર મોમાઇ હોટેલ પાછળ હડાળા ગામે રહેતાં અમિત ઉર્ફે ગુરખાએ ભરી આપ્‍યો છે. તે પણ સાથે હતો પરંતુ ચોટીલા આસપાસ ઉતરી ગયો હતો જયારે આ ગાંજો જંગલેશ્વર વિસ્‍તારના રમિઝ ઉર્ફે માયો રજાકભાઇને પહોંચાડવાનો હતો. આ કબુલાતને આધારે પોલીસે ફરાર બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મુખ્ય સપ્લાયર અમિત ઉર્ફે ગુરખો હોવાનું સામે આવ્યું છે અને તેની સાથે જંગલેશ્વરનો રમિઝ ઉર્ફે માયો ભાગીદારીમાં ધંધો કરતો હતો. અમિત દ્વારા ઓરિસ્સામાં એક મકાન ભાડે રાખવામાં આવ્યું હતું કારણ કે ગાંજાની ખેપ મારવા જાય ત્યારે તે હોટલમાં રોકાવવા બદલે આ ભાડાના મકાનમાં રહેતો હતો. જયારે પણ રાજકોટથી ઓરિસ્સા જાય ત્યારે તે ત્યાં 15-20 દિવસ રોકાણ કરતો હતો અને બાદમાં લીગલ ટ્રાન્સપોર્ટમાં ચાલતા ટ્રકનો સંપર્ક કરી બિલ્ટી સાથેના ટ્રકમાં પાર્સલ બનાવી સ્ટીલના પાઇપ જેવા અન્ય મોટી વસ્તુની આડમાં ગાંજો છુપાવી રાજકોટ સુધી પહોંચાડતો હતો. આ સમયે તેની સાથ તેનો પાર્ટનર રમિઝ ઉર્ફે માયો પણ જોડાતો હતો. પોલીસ પકડથી બચવા માટે તેમજ ગાંજા અંગે માહિતી લીક ન થાય આ માટે દરેક વખતે અલગ અલગ ડ્રાઇવર ક્લીન. સાથે ગાંજાનો જથ્થો રાજકોટ સુધી પહોંચાડતો હતો જેમાં બન્ને ને 1500 કિલોમીટરની ટ્રીપ માટે 30-30 હજાર રૂપિયા ચુક્વતો હતો. રાજકોટમાં મોરબી રોડ પર તેની જગ્યાએ આ જથ્થો પહોંચ્યા બાદ રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ પેડલર સુધી આ જથ્થો મોકલતા હોવાનું સામે આવ્યું છે. કેવી રીતે પાર પાડવામાં આવ્યું ઓપરેશન.? રાજકોટ SOG ટિમને ચોક્કસ બાતમી મળી હતી કે રાજકોટનો એક પેડલર અમિત ઓરિસ્સાના જંગલમાંથી ગાંજાનો મોટો જથ્થો લાવી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવાનો છે જેથી છેલ્લા 19 દિવસથી પોલીસ દ્વારા આ સપ્લાયરની વોચમાં હતી અને જેમાં 1500 કિલોમીટર ગાંજાનો જથ્થો રાજકોટ સુધી પહોંચે ત્યાં સુધી સતત પોલીસ તેને ટ્રેસ કરી રહી હતી. આરોપી અમિત ગત 29 જુલાઈના રોજ રાજકોટથી ઓરિસ્સા પહોંચ્યો હતો જ્યાં બાલનગીર જંગલમાંથી ગાંજાના મોટા જથ્થાની ખરીદી કરી હતી બાદમાં તેના પાર્સલ બનાવી અલગ અલગ બેગમાં પેક કરી ટ્રક મારફત સ્ટીલના પાઇપની આડમાં છુપાવી આ મોટા જથ્થાને રવાના કર્યો હતો. ઓડિસાના બાલનગીર જંગલમાંથી રવાના કરી આ જથ્થો રાયપુર, ભીલાઈ, નાગપુર, અમરાવતી, અકોલા, જલગાવ, ધુલે, સુરત થઇ રાજકોટ સુધી પહોંચાડ્યો હતો જો કે રાજકોટ શહેર પોલીસે આ ટ્રક શહેર પોલીસની હદમાં પ્રવેશ કરતાની સાથે જ તેને અટકાવી ઝડપી પાડ્યો હતો જેના કારણે આ જથ્થો સૌરાષ્ટ્ર્રના વિવિધ શહેરોમાં પહોંચે એ પહેલા જ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    PAK સુપ્રીમ કોર્ટનો આદેશ- ઇમરાનને 2 દિવસમાં હોસ્પિટલ મોકલો:કોર્ટે કહ્યું- બહેનોને મળવું તેમનો અધિકાર; 2023થી પૂર્વ PM જેલમાં છે
    Next Article
    વાડીમાંથી પાણીની પાઇપલાઇન અને ફુવારાની ચોરી, CCTV:મગફળીના પાકને પાણી પાવા માટે પાથરી હતી, કેશોદ એરપોર્ટ રોડ પર તસ્કરો ત્રાટક્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment