Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમલપિયાલી:જે ગમતું હોય તે મળે નહીં ત્યારે તે વધુ ગમવા લાગતું હોય છે

    5 days ago

    વિનોદ જોશી આંગણાંમાં આંબો ને ઉનાળા આકરા મુખીની છોકરીને આંખોમાં ખૂંચે છે કાંકરા! - મણિલાલ હ. પટેલ કવિતા શબ્દોમાં નથી હોતી, શબ્દોથી બહાર હોય છે. પણ કવિ શબ્દ પાડયા વગર તો કવિતા કરી શકતો નથી. કવિ સર્જે છે તે જગત મુખ્યત્વે તો ભાવજગત હોય છે. વસ્તુજગત સીમિત છે ભાવજગત સર્વવ્યાપક છે. અહીં મુખીની છોકરી નિમિત્તે કવિએ આ ભાવજગતની દિશાઓને બહુ સુંદર રીતે ખોલી આપી છે. આ છોકરી કોઇ સરેરાશ છોકરી નથી. મુખીની છોકરી છે, ગામમાં એનાં માન-પાન ઝાઝેરાં હશે. એ પાંચ બહેનપણીઓમાં પુછાતી હશે, પણ ઉનાળાનો તાપ તો એનેય લાગેને! પ્રકૃતિ તો બધાંને માટે એકસરખી. અહીં કવિ ઉનાળાના આકરા તાપની સાથોસાથ આંગણામાં ઊગેલાં આંબાની વાત પણ કરે છે. એ આંબાનો છાંયડો આ આકરા તાપને ખાળવા માટે આશ્વાસનરૂપ બની શકે તેવો હશે. સંભવ છે કે આ છાંયડા નીચે જવાનો મુખીની છોકરીએ મનસૂબો કર્યો હોય. પણ કવિ કહે છે કે એની આંખોમાં કાંકરા ખૂંચી રહ્યાં છે. આ છાંયડા સુધી પહોંચવું એણે અઘરું થઈ પડ્યું છે. શું છે આ ઉનાળાનો આકરો તાપ? શું છે આ આંગણાંનો આંબો? અને આ કાંકરા? આમ તો આ આંગણું જ બધું સમજાવી આપે છે. આ આંગણું તે ઘરનું ફળિયું નહીં હોય પણ આ મુગ્ધાનું મન હશે. તેમાં ઊગેલો આંબો એ કોઈ આંબાનું ઝાડ નહીં હોય પણ એણે કલ્પેલું પોતાના મનગમતા આંબાની કેરીની મીઠાશ જેવું કશુંક હશે. મનમાં જે છે તેને તો આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. એટલે કે કેરી હવે પાકી ગઈ છે. આકરો તાપ વેઠ્યા પછી જ કેરી પાકે. એટલે હવે પોતાની પરિપક્વ મીઠાશને તો પોતે મેળવી લીધી છે, પણ એનો સ્વાદ ચાખનાર કોઈ આસપાસ નથી. આંખો ચારે તરફ ફરી રહી છે, પણ કોઈ જાણે દેખાતું નથી! જાણે એ અભાવને કારણે આંખોમાં કાંકરા ખૂંચી રહ્યા હોય તેવું લાગે છે! અહીં આંબો છે. લીમડો નથી. કવિને માત્ર છાંયડો નથી ચીંધવો મીઠાશ પણ ચીંધવી છે. એટલે તો એમણે અહીં આંબાનો નિર્દેશ કર્યો છે, જેમાં તે બંને છે. પણ આ મુખીકન્યાને માટે આ છાંયડો જેટલો મીઠો છે તેટલો દાહક પણ છે. જેને નિહાળવા આંખો તરસી રહી હોય તેનું દર્શન થતું નથી. એટલે દૃશ્યો જાણે કાંકરાની માફક આંખોમાં ખૂંચી રહ્યાં છે! જે ગમતું હોય તે મળે નહીં ત્યારે તે વધુ ગમવા લાગતું હોય છે. અણગમા હેઠળ છુપાયેલું આ ગમતીલું ઐશ્વર્ય કેવળ પોતાને જ સમજાય તેવું હોય છે. ભાવજગતનું આ માધુર્ય બહુ વિલક્ષણ છે. પીડાનો આનંદ હંમેશાં તર્કથી પર હોય છે. આંખોએ જોયેલાં ઇચ્છિત સ્વપ્નો સાકાર ન થઈ શકે ત્યારે તે કાંકરાની જેમ આંખોમાં ખૂંચવા લાગે છે, પણ તે બહાને એ સ્વપ્નોની નજાકતનું પુન:સ્મરણ પણ થાય છે. આ પીડાજન્ય આનંદને કવિ વિરહના મધુર ગીતગુંજનમાં પલટી શકે છે. પ્રિયતમની પ્રતીક્ષા કરતી આ વિરહિણીને આંબાના છાંયડાની પણ ખબર છે અને આકરા ઉનાળાની પણ ખબર છે. એને એ પણ ખબર છે કે છાંયડો અને મીઠાશ બંને મેળવવા માટે આકરા તાપને વેઠ્યા વગર છૂટકો નથી, પણ આ આકરા તાપ ઉપરાંત અન્ય પણ કેટલુંક છે જે આંખોમાં કાંકરાની માફક ખૂંચી રહ્યું છે અને પોતે જે જોવું છે તે જોવામાં અડચણ ઊભી કરે છે. આટલી બધી આપદાઓનું નિવારણ તો કેમ કરવું? આમ તો કાંકરા પગમાં ખૂંચે અને એવું હોય તો કશે ચાલીને જઈ ન શકાય. પણ અહીં તો આંખોમાં ખૂંચતા કાંકરાની વાત છે. આ ષોડશીએ આંબા સુધી જવું તો છે પણ એ આંબા સુધી પહોંચે તે પહેલાં તો એના પર પડતી અનેકોની નજર એની આંખોમાં જાણે કાંકરાની માફક ખૂંચી રહી છે! કદાચ એ નજરો જ એને પેલા આંબા સુધી પહોંચવા દેતી નથી. ચૌદમી સદીમાં લખાયેલાં પ્રાચીન ગુજરાતી દીર્ઘકાવ્ય ‘વસંતવિલાસ’ની વિરહિણી નાયિકાને ચંદ્રની ચાંદની આવી પીડા આપે છે. અહીં આપણી આ ગ્રામકન્યાને પણ આંગણામાં આંબો હોવા છતાં તેનાં ફળ વણચાખ્યાં રહી જવાનો અફસોસ છે. આકરા ઉનાળાનો અંત ક્યારે આવે તેની ખબર ન હોય ત્યારે એ અફસોસ અનેક ગણો વધી જાય છે અને આંખોમાં કાંકરા ખૂંચવાનું અટકતું નથી. મજાની વાત તો એ છે કે કવિએ તેને અટકાવવું પણ હોતું નથી! }
    Click here to Read More
    Previous Article
    તર...બ...તર:ધરતીનો છેડો ઘર અને બ્રહ્માંડનો છેડો આત્મા
    Next Article
    રણમાં ખીલ્યું ગુલાબ:ચુભન યે પીઠ મેં કૈસી હૈ મુડ કે દેખ તો લે,કહીં કોઇ તુઝે પીછે સે દેખતા હોગા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment