Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તર...બ...તર:ધરતીનો છેડો ઘર અને બ્રહ્માંડનો છેડો આત્મા

    5 days ago

    હરદ્વાર ગોસ્વામી સારા પૈસા મળે એવો કોઈ ધંધો હોય તો કેજો.’ ‘રાજકારણ.’ ‘રહેવા દે, આત્માને મારીને કામ કરવાનું નહીં ફાવે.’ પણે શું કરીએ છીએ એ બધુ બહુ જ સૂક્ષ્મ રીતે આત્મા જુએ છે. જગતમાં સૌથી સાચો અને સારો અનુબંધ એ માંહ્યલાની મિત્રતા છે. પર્વત ચડીએ ત્યારે માથું થોડું નમેલું હોય છે. ઉર્ધ્વગતિ કરતા હોઈએ ત્યારે વિનમ્રતા જરૂરી છે અને પર્વત ઊતરતા હોઈએ ત્યારે માથું ઊંચું હોય છે. અહંકાર આવે એટલે સમજવું કે આપણી પડતી શરૂ થઇ ગઈ. પ્રેમનો પંથ આત્મજા, આત્મનિરીક્ષણ અને આત્મચિકિત્સા તરફ લઇ જાય છે. આત્માને સભર કરવો હોય તો પ્રેમ સિવાય બીજું બધું વ્યર્થ છે! સંકુચિતતામાંથી બૃહત્તા તરફ ગતિ કરો એટલે આત્માનું આકાશ બાહ ફેલાવીને ઊભું રહે છે. રામનારાયણ પાઠક કહે છે... સમુંદર ઘૂઘવે છે દૂર, વાયુ સૂસવે ગાંડોતૂર! સમજું ના ભરતી કે આવે છે તુફાન... હજીયે ન જાગે મારો આતમરામ! ઝેન ગુરુ નાના ઇન પાસે એક વિદ્વાન આવ્યા. કહ્યું કે, ‘મેં જગતના તમામ ધર્મોનો અભ્યાસ કર્યો છે, બધા સમજાય છે, પણ ઝેન ધર્મ સમજાતો નથી.’ ગુરુ થોડી ક્ષણો મૌન બેસી રહ્યા. પછી બાજુમાં પડેલા કપમાં ચા રેડી. કપ છલકાઈ ગયો, છતાં પણ રેડવાનું ચાલુ રાખ્યું. વિદ્વાન કહે, ‘તમે આ શું કરો છો?’ ગુરુ કહે, ‘આ કપની જેમ તારું અસ્તિત્વ પણ ‘હું બધું જાણું છું.’થી ભરાઈ ગયું છે, થોડી પણ ખાલી જગ્યા નથી. તેથી પહેલાં તારા આત્માને ખાલીખમ કર પછી ઝેન સમજવા આવ.’ આ વાત માત્ર ઝેન વિશે જ નહીં, પણ જગતના તમામ ધર્મને લાગુ પડે છે. ભરચક થવું સહેલું છે પણ ખાલી થવું ખૂબ અઘરું છે. આમ પણ ભીતરના ભેરુ સાથે ભાઈબંધી કરવી હોય તો અખંડ એકાંત સેવવું પડે. મેળામાં તો તાળીમિત્રો જ મળી શકે છે, સાચો સહૃદયી એકાંતમાં મળે. સોનાનો ભાવ તોલા પ્રમાણે હોય અને લોખંડનો ભાવ કિલોમાં હોય છે. જેટલો આત્મા પર સંયમ રાખી શકીએ એટલો જ આપણા પર સંયમ રહે. જેટલી ભીતર તરફની ગતિ એટલી જ ઉર્ધ્વ તરફ ગતિ થાય છે. બાહ્ય જગત કરતાં અંદરના આત્માની આલમ બહુ વિશાળ છે. એને કરોડો વર્ષોથી સમજવાનો પ્રયત્ન કરાય છે પણ નથી સમજાયો. એના માટે તો મન સાથે મૈત્રી બાંધવી પડે અને ભીતરમાં પલાંઠી લગાવવી પડે. ગીતામાં કહ્યું છે કે, ‘नैनम् छिद्राणि शस्त्राणि...’ જે અવિનાશી છે એ આત્મા છે. શરીર મૃત્યુ પામે છે, આત્મા નહીં. આત્મા અમર્ત્ય છે. એ માત્ર દેહરૂપી વસ્ત્ર બદલે છે. હિંદુ સંસ્કૃતિમાં મૃત્યુને ઉત્સવ લેખાવ્યો છે. બાર દિવસ એ પુણ્ય પવિત્ર આત્માના કલ્યાણ અર્થે વિવિધ ક્રિયા પ્રક્રિયા કરવામાં આવે છે. અંતિમ પડાવનો અંતિમ પડાવ એ બારમું છે. ‘બાર વાગી જવા’ એ રૂઢિપ્રયોગને આપણે જુદા સંદર્ભમાં લેતા હોઈએ છીએ. બે કાંટા ભેગા થાય એટલે બાર, મતલબ હતા ત્યાં આવવું. બારમું કરવા પાછળ ભીતરનો ભાવ ભળેલો હોય છે. પરંપરાનો ‘પ’ પણ ન જાણનાર રીતિરિવાજો વિશે સોશિયલ મીડિયામાં સૂફિયાણી સલાહો અને મહામૂલા મંતવ્યો ઠાલવે છે. કેટલીક રીતરસમ હવે પુનર્વિચાર માગે છે. એમાં જડસુ કે જિદ્દી બનવાનો કોઈ અર્થ નથી. જેમ મૃત્યુ સૌથી મોટું પ્રશ્નાર્થચિન્હ કે આશ્ચર્યચિન્હ છે તેમ સૌથી મોટું રહસ્યચિન્હ પણ છે. આત્મા અંગમાં અખો મનમંદિર અને તનતીરથનો જયઘોષ કરે છે. ઉપનિષદમાં કહ્યું છે કે, ‘ह्रदयेन ही सत्यं जानामि ...’ ‘આત્મા જેવું કંઇ છે કે નહીં’ એ સમજવા વિદેશમાં એક પ્રયોગ થયેલો. એક મરણાસન માણસને જાડા કાચની, સજ્જડ બંધ કરેલી એક પેટીમાં પૂરવામાં આવ્યો. અંતિમ ક્ષણે કાચની પેટીમાં ધડાકા સાથે એક તિરાડ પડી ગઈ, વીજળી જેવો ચમકારો થયો અને પેલા માણસના શરીરની ભીતર રહેલા અવિનાશી આત્માએ પોતાનો માર્ગ લઇ લીધો. જે અજરામર આત્માના અવાજને સાંભળી શકતો નથી એ કદી સત્યના પંથે ન હોઈ શકે. આત્મા શાંતિ અનુભવે એ ધર્મ અને ઉચાટ અનુભવે એ અધર્મ. આંખ આડા કાન કરીને તો ચાલી જાય, પણ આત્મા આડા કાન કરીશું તો સત્યના સરનામાને કાયમ માટે ખોઈ નાખીશું. કંઈક ખોટું કરતા હોઈશું તો અંદરથી ‘બીપ’નો અવાજ તો આવશે જ. આત્મા એ મહામારગને ચીંધનાર ભોમિયો છે. વેદવ્યાસે કહ્યું છે કે, ‘શરીરની ઇન્દ્રિય શ્રેષ્ઠ છે, ઇન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે, મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે અને બુદ્ધિથી આત્મા શ્રેષ્ઠ છે.’ ક્યારેક ખુલ્લા આકાશ તળે, પ્રકૃતિની છાંયામાં, દરિયાના કિનારે એકાંતમાં આત્માનો અવાજ સાંભળજો. તેમાં તુલસીદાસની ચોપાઈ, મરીઝના શેર કે સમર્થ રામદાસ સ્વામીના શ્લોકનો અનુભવ થશે. બાળપણમાં એઇલીન કેડીને અંતરનો અવાજ આવ્યો કે બાઈબલનું અધ્યયન કર. એઇલીનને વાંચવાનો કંટાળો આવતો હતો. વળી, સ્કૂલના દિવસોમાં ધાર્મિક વાચન ? પણ એ અંતરના અવાજને અનુસરે છે. 26 ઓગસ્ટ, 1917માં ઈજિપ્તમાં જન્મેલા આ ડેશિંગ લેડી ડિસેમ્બર, 2026માં અવસાન પામે છે. 89 વર્ષે અવસાન પામ્યાની છેલ્લી ક્ષણ સુધી એ સજ્જ અને સજ્જન હતા. એમણે અંતરમાંથી આવેલો અવાજ જ્યારે જ્યારે અનુસર્યો ત્યારે ત્યારે એ સાચા ઠર્યાં અને લાભદાયી પણ નીવડ્યા. ત્યાર પછી એ લોકોને અંતરના અવાજને અનુસરવા કહેતાં. આમ કરવાથી હજારો લોકોના જીવનમાં ચમત્કારો થયા છે. કૂવાના દેડકાને જેમ સમંદરની સમજ હોતી નથી એમ આપણી ફૂટપટ્ટીથી આત્માના અનંત આકાશને માપી શકાતું નથી. એટલે જ દેહના દૌર્બલ્ય પાસે જ્યાં દવા અટકી જાય ત્યાંથી દુઆનું કામ શરૂ થાય છે. આત્માનું પરમાત્મા સાથે ડાઈરેક્ટ ડાયલિંગ હોય છે. ઘણીવાર આપણે આપણું ધાર્યું કરવા આત્માના અવાજને ગળે ટૂંપો દેતા હોઈએ છીએ. વિદ્વાનોએ આત્માની અઘરી પરિભાષા કરી એને ગૂંચવ્યો છે. આત્મા એટલે અસ્તિત્વની મેન સ્વિચ. વૈજ્ઞાનિક રીતે આત્મા એટલે પરમાણુનો પ્રકાશ અને આધ્યાત્મિક રીતે આત્મા એટલે વીજળીને ચમકારે મોતીડાં પરોવતા જે આત્મસાક્ષાત્કાર થાય તે.... અને શિવ મળ્યા પછી જે આત્મજ્ઞાન થાય તે... દ્રાક્ષ ત્યજીને રુદ્રાક્ષ તરફની ગતિ... પૂર્વગ્રહ પર પૂર્ણવિરામ અને ઉપગ્રહની ઉડાન... આત્મજ્ઞાનને પણ આત્મજ્ઞાન થાય ત્યારે પરમાત્માના પાડોશી થવાય છે. જીવનની સાર્થક્ય આત્મચેતનાનું ઊર્ધ્વીકરણ કરવામાં છે. સારી રીતે જીવનધર્મ નિભાવીએ એ જ સાચો આત્મધર્મ છે. એમ કરતાં અસ્તિત્વને અનંત સુધી વિસ્તારી શકશો. સારપને ઘનીભૂત કરતા રહેશો તો પોતે પોતાને એપોઇન્ટમેન્ટ આપી શકશો. આખી દુનિયા ફરી વળો પણ તમે આત્મા સાથે ન હો તો બધું નિસ્તેજ-નકામું. માંહ્યલાનું મૌન સાંભળવા કાન સાથે ભાન પણ જોઈએ... આવાઝો કે બાઝારો મેં ખામોશી પહેચાને કૌન...? આવજો... સારાપણું એક એવું રોકાણ છે જે કદી નિષ્ફળ જતું નથી. - હેનરી ડી. થોરો
    Click here to Read More
    Previous Article
    લક્ષ્યવેધ:આગવી રણનીતિ ઘડીને બાજી જીતી
    Next Article
    અમલપિયાલી:જે ગમતું હોય તે મળે નહીં ત્યારે તે વધુ ગમવા લાગતું હોય છે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment