Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લક્ષ્યવેધ:આગવી રણનીતિ ઘડીને બાજી જીતી

    4 days ago

    ગીર સોમનાથ જિલ્લાનું બોસાણ ગામ. એ ગામની પાદરે બે જોડિયા ભાઈઓ રમી રહ્યા છે. એમની બે બહેનો પણ જોડિયાં છે. મા-બાપ ખેતી કરે. એ ગામનો દીકરો કિશન રામ. કિશન નાનપણથી અભ્યાસમાં તેજસ્વી. ધોરણ એકથી ચાર ગામની જ શાળામાં અભ્યાસ કર્યો. પાંચમા ધોરણ પછી નજીકની જ એક સ્કૂલમાં હોસ્ટેલમાં રહીને અભ્યાસ કર્યો. અગિયાર-બાર સાયન્સ માટે રાજકોટને કર્મભૂમિ બનાવી. ધોરણ દસ અને બાર બંનેમાં તેજસ્વી પ્રદર્શન. ગુજરાતની ખ્યાતનામ બી. જે. મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો. કિશન રામ માટે અમદાવાદ નવું શહેર હતું. નવા મિત્રો, નવી હવા અને નવા વિચારો. અમદાવાદ આવીને યુ. પી. એસ. સી. સિવિલ સેવા પરીક્ષા અંગે માહિતી મળી. ‘સ્પીપા’માં જઈને શરૂઆતમાં જાણકારી લીધી. અહીં મૃણાલ પટેલ જેવા માર્ગદર્શક મળ્યા. અન્ય ફેકલ્ટી અને ઉમેદવારો સાથે વાતચીત થઇ. ઈન્ટરનેટ પર આ અંગે પ્રમાણમાં સારી એવી માહિતી ઉપલબ્ધ હતી. એમબીબીએસમાં અભ્યાસ ચાલુ હતો એટલે અમદાવાદ છોડીને દિલ્હી કે અન્ય શહેરમાં જઈને કોચિંગ શક્ય નહોતું. એક્લવ્યવૃત્તિ સાધીને સેલ્ફ સ્ટડી શરૂ કરી. 2021માં કોરોના કાળમાં ફરજ પર રહેવાનું થયું. ઇન્ટર્નશિપ પણ ચાલુ હતી. એ સમયગાળામાં તૈયારી પર સંપૂર્ણ ધ્યાન ન આપી શકાય એ સ્વાભાવિક છે. પણ તૈયારી કરતા કરતા એક ભાત મનમાં ઉપસી આવી. આ સાથે જ ફિઝિયોલોજીમાં એમ. ડી.નો અભ્યાસ ચાલી જ હતો. તેમણે વિચાર્યું કે પોતાનો વ્યાવસાયિક અભ્યાસક્રમ સમય માગી લે એવો છે. પ્રિલિમિનરી માટે તેમણે નક્કી કર્યું કે સ્ટેટિક વિષયો એટલે કે તથ્યાત્મક વિશ્લેષણ પર આધારિત વિષયો જેવા કે ભારતનું બંધારણ- અને રાજ્યવ્યવસ્થા, ભૂગોળ, ઇતિહાસ, ભારતીય સંસ્કૃતિ ઇત્યાદિ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે. વર્તમાન પ્રવાહોમાં ચોક્કસ નક્કી કરેલાં ક્ષેત્રો પર જ વાંચન કરશે. પ્રિલિમિનરીમાં હથોટી આવવાનું ખાસ કારણ તેમણે પાછલાં વર્ષોના પ્રશ્નપત્રોનો અભ્યાસ જણાવ્યું. પ્રિવિયસ યર્સ કવેશ્ચન્સ કે પી. વાય. ક્યુ. તરીકે ઉમેદવારોમાં પ્રચલિત આ પ્રેક્ટિસમાં તેમણે વર્ષ 1981થી સિવિલ સેવા પરીક્ષાના પ્રિલિમિનરીનાં પેપર્સ સૉલ્વ કર્યાં. સમજો કે ચાલીસ વર્ષની ડેટા પેટર્ન પર પોતાના મગજને ટ્રેન કર્યું. તેઓ કહે છે, ‘આ પદ્ધતિથી તેમને કદી બસ્સોમાંથી હંમેશાં સો માર્ક્સની ઉપર જ માર્ક્સ મળ્યા છે. પ્રિલિમિનરીના સ્પર્ધાત્મક દૃષ્ટિકોણથી આ એક સારો સ્કોર છે. તેઓ ‘સીસેટ’ પર ધ્યાન આપવાનું કહે છે. 2023ના એક પ્રયાસમાં ‘સીસેટ’માં માત્ર એક માર્ક્સથી ક્વોલિફાય નહોતા કરી શક્યા. ડો. કિશન વારંવાર પુનરાવર્તન, મર્યાદિત વાંચન સામગ્રી અને જૂનાં પ્રશ્નપત્રોના અભ્યાસનું પ્રિસ્ક્રિપશન ઉમેદવારોને આપે છે. તેમને મેડિકલ સાયન્સમાં ઊંડો રસ હતો. તેમણે પોતાના મુખ્ય વૈકલ્પિક વિષય તરીકે મેડિકલ સાયન્સની પસંદગી કરી. તેમને મેડિકલના અંતિમ વર્ષમાં પિડીયાટ્રિક્સ કે બાળરોગ વિજ્ઞાનમાં સુવર્ણપદક પ્રાપ્ત થયો હતો. તેમની સૌથી નબળી કડી હતી નિબંધ લેખન. નિબંધમાં સતત ઓછા ગુણ આવતા. નિબંધમાં આયોગ ઉમેદવાર કોઈ એક વિષય પર બહુપરિમાણીય ચિંતન અને મનન કરી શકે છે કે કેમ તે અંગે ચકાસણી કરે છે. ડો. કિશન કહે છે, ‘ભાષાકીય કૌશલ્યનો અભાવ અને નબળી અભિવ્યક્તિ નિબંધને ઊંડાણ આપી નહોતી શકતી. તેમણે નીતિશાસ્ત્ર સાથે નિબંધની તૈયારી જોડી દીધી. વધુ ને વધુ બ્રેન સ્ટોર્મિંગ કે મંથન કરીને જુદાં જુદાં મુદ્દાઓની મૌલિક રજૂઆત માટે પરિશ્રમ કર્યો. સામાન્ય અભ્યાસના અન્ય વિષયોમાં તેમણે પ્રશ્નપત્રોનો ઊંડાણથી અભ્યાસ કર્યો. જે તે વિષયની થીમ અને તેની આસપાસ કેવા પ્રશ્નો આવે છે તેની તૈયારી કરી. આ અભિગમથી તેમણે બીજો સમય બચાવીને પોતાની તૈયારી પાછળ ધ્યાન કેન્દ્રિત કર્યું. લેખનશૈલી સર્જનાત્મક રાખી. ફ્લોચાર્ટ, ડાયાગ્રામ, કેન્દ્રવર્તી વિચાર બધાંના સમન્વય સાથે રજૂઆત અસરદાર બનાવી. પરીક્ષક જ્યારે હજારો પેપર તપાસે ત્યારે તેમના માટે પણ પરીક્ષણ સરળ અને ઝડપી બને તેવું હોય તો વધુ ગુણની સંભવના વધી જાય છે. તેઓ કહે છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સુંદર ઉપયોગ કર્યો. ઘટતી માહિતી કે સમજણ માટે ‘ચેટજીપીટી’એ સમય અને ઊર્જા બંને બચાવી આપ્યાં. જવાબો માટે ઉદાહરણોનું વૈવિધ્ય પણ મળ્યું. જવાબમાં મુદ્દાઓના બિનજરૂરી વિસ્તરણના સ્થાને, મુદ્દાઓનો ઉલ્લેખ અને જરૂર લાગે તો ઉદાહરણ આપીને એક કસાયેલો જવાબ લખવો. પર્સનાલિટી ટેસ્ટમાં અમદાવાદ અને કોમનવેલ્થ ગેમ્સ તેમજ ઓલમ્પિક્સ અંગે સવાલો પુછાય. આંતરાષ્ટ્રીય સંબંધોમાં અમેરિકાના ટેરિફ દરો અને ભારત-ચીનના આંતરરાષ્ટ્રીય વેપાર તેમજ સ્વાસ્થ્ય ક્ષેત્ર અંગે સવાલ પુછાયા. કોઓપરેટિવ ફેડરલિઝમ, વન નેશન વન ઇલકેશન અંગે પણ પ્રશ્નોતરી થઇ. અગાઉ ચાર પ્રયાસોમાં નિષ્ફળતા મળી તેમ છતાં ડો. કિશન રામ હાર ન માન્યા અને સતત પોતાના ધ્યેયને વળગી રહ્યા. 2025ની સિવિલ સેવા પરીક્ષામાં તેઓ ઓલ ઇન્ડિયા રેન્ક 474 સાથે ઉત્તીર્ણ થયા અને લક્ષ્યવેધ હાંસલ કર્યો. ડો. કિશન રામનો લક્ષ્યવેધ સાતત્ય અને રણનીતિના આયોજન સાથે આગળ વધતા રહેવાની પ્રેરણા આપતું રહેશે.
    Click here to Read More
    Previous Article
    સ્વરૂપ Says:હિરણ્યગર્ભનું વિજ્ઞાન શું છે?
    Next Article
    તર...બ...તર:ધરતીનો છેડો ઘર અને બ્રહ્માંડનો છેડો આત્મા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment