Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એન્કાઉન્ટર:નેતાઓ માટે ખાદીનાં કપડાં અનિવાર્ય છે?

    18 hours ago

     નેતાઓ માટે ખાદીનાં કપડાં અનિવાર્ય છે?(ભાલચંદ્ર દવે, અમદાવાદ) - તમે ઘરની બહાર નીકળતા લાગતા નથી. દેશભરના નેતાઓ હવે સિલ્ક પહેરે છે.  ભગવાન કેમ દેખાતા નથી?(ભાવેશ ભીમાણી, ભાવનગર - એ સીસીટીવી કેમેરા જેવા છે, બધું જુએ છે પણ વચ્ચે બોલતા નથી.  સ્ત્રીઓને લાંબી વાતો કેમ ગમે છે?(જીગર જબુ, જંબુસર) - એ ટૂંકી વાર્તાને પણ મહાભારત બનાવવાની કળા જાણે છે.  ઓફિસમાં બોસ હંમેશા સાચા કેમ હોય છે? (ઓમકાર ઓઝા, અમરેલી) - કારણ કે એમને ખોટા સાબિત કરવાની શક્તિ પટાવાળામાં પણ નથી હોતી.  વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વચ્ચેનો તફાવત? (ધર્મેશ નારેયીણા, ધનસુરા) - વિજ્ઞાનથી રોકેટ ઊડે, અંધશ્રદ્ધાથી લોકો ઊડે!  પાડોશી સાથે સારા સંબંધો રાખવા શું કરવું? (પ્રિયાંશ પટેલ, સુત્રાપાડા) - તમારું વાઈ-ફાઈ પાસવર્ડ વગરનું રાખવું.  મોંઘવારી ક્યારે ઘટશે?( મીતા મોદી, મીંઢોળા) - જ્યારે આપણે વસ્તુઓ ખરીદવાનું બંધ કરીશું અને સન્યાસ લઈશું.  પૈસાથી બધું ખરીદી શકાય?( પૂજન પટેલ, પાવી જેતપુર) - હા, સિવાય કે ગયેલો સમય અને પત્નીની શાંતિ.  સુખી જીવનનું રહસ્ય શું?(સલોની શાહ, સાણંદ) - પત્નીની દરેક વાતમાં ‘હા, તારી વાત સાચી છે’ કહેવું.  લવ મેરેજ કે એરેન્જ મેરેજ? કયું સારું? (અનિકેત અંજારિયા, આણંદ) - બંનેમાં છેવટે તો ‘મેરેજ’ જ છે, એટલે આત્મહત્યા ગમે તે રીતે કરો, પરિણામ સરખું જ આવે.  ટેન્શન એટલે શું?(નીલેશ નાંઢા, નળિયા) - જ્યારે પત્ની તમારો મોબાઈલ હાથમાં લે અને એમાં ‘લોક’ ન હોય.  ગુજરાતીઓ ક્યાં જોવા મળે?(રમેશ રામી, રાધનપુર) - આખી દુનિયામાં જ્યાં ‘બાય વન ગેટ વન ફ્રી’ની સ્કીમ ચાલતી હોય ત્યાં.  કવિતા એટલે શું?(આશુતોષ અમીન, અમરેલી) - જે વાત સીધી રીતે ન સમજાય એને પરાણે સમજાવવાનો પ્રયત્ન.  મોબાઈલના ફાયદા જણાવો.( પ્રણીત પાટડીયા, પાટડી) - માણસ પોતાની સાથે પણ કલાકો સુધી વાત કરી શકે છે (સેલ્ફી લઈને).  હાસ્ય એટલે શું?(હાર્દિક આચાર્ય, અરવલ્લી) - બીજાની મુસીબત જોઈને જે અંદરથી કુદરતી રીતે ફૂટે તે.  સરકારી નોકરીના ફાયદા? (જાગૃત ભંડારી, જામજોધપુર) - કામ ઓછું અને ચાના કપ વધુ!  સ્વર્ગ અને નરક વચ્ચેનો રસ્તો કયો?(સૌમિલ શાહ, સુરત) - લગ્નનો મંડપ.  સવાર વહેલા ઉઠવા માટે શું કરવું?(કેદાર કામદાર, કલોલ) - રાત્રે મોબાઈલ ઓછો મચડવો.  મનુષ્ય જન્મે ત્યારે કેમ રડે છે?(અમોલ અઢિયા, અરવલ્લી) - એને ખબર પડી જાય છે કે હવે એણે 60-60 વર્ષ દુનિયાના લોચા જોવાના છે.  આ દુનિયામાં શાંતિ ક્યાં છે?(સાહિલ શાહ, શિહોર) - સ્મશાનમાં, પણ ત્યાં જવાની કોઈને ઉતાવળ નથી! બેંકમાં લાઈન કેમ મોટી હોય છે? (કેતન કામદાર, કેશોદ) - લોકો પૈસા જમા કરાવવા કરતાં ઉપાડવામાં વધુ માને છે, એટલે.  ‘અન્ન તેવો ઓડકાર’, અર્થાત, ફાસ્ટ ફૂડ ખાઈએ તો ઑડકારેય ફાસ્ટ આવે? (ડૉ. ગિરીષ દ્વિવેદી, વડોદરા) - ડૉક્ટર તમે છો. આ સવાલ અમારે તમને પૂછવો જોઇએ!
    Click here to Read More
    Previous Article
    માય સ્પેસ:‘બુક થિફ’ : મૃત્યુના મુખે કહેવાતી જિંદગીની કથા
    Next Article
    CCTVમાં અકસ્માત થયો કેદ:રાજુલામાં બેકાબૂ કારે રસ્તા પર જતી બે મહિલાને કાર ચાલકે કચડતા ગુનો નોંધાયો

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment