Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મજા તંત્ર:કન્ટેન્ટપ્રધાન ભારત

    23 hours ago

    આપણે ખેતીપ્રધાન દેશ હતા. હવે આપણે કન્ટેન્ટપ્રધાન દેશ છીએ. તમે એમ પણ કહી શકો કે હવે કન્ટેન્ટની ખેતી સૌથી વધારે થાય છે. ખેડૂતોની જેમ કન્ટેન્ટનું ઉત્પાદન કરતા ઇન્ફ્લુઅન્સરોને સરકાર ‘ટેકાના ભાવ’ પણ ચૂકવે છે, એમાં શરત માત્ર એટલી હોય છે કે ફૂટબોલને લાત મારતી વખતે નેતાજી લપસી પડે તો પણ ‘વાહ શું કીક મારી છે’ એમ કહીને વખાણ કરવા પડે છે અને વિદેશમાં ડફણા ખાઈને આવેલા મંત્રીજીનો દુનિયામાં ડંકો વાગે છે એવી હવાબાજી કરવી પડે છે. ટૂંકમાં, હાલના દિવસોમાં કન્ટેન્ટ પેદા કરનારાઓની વીજળી પેદા કરતા લોકો કરતા વધારે બોલબાલા છે. જે દિવસે કન્ટેન્ટના ઉત્પાદનનો જી. ડી. પી.માં સમાવેશ થશે એ દિવસે આપણું અર્થતંત્ર અમેરિકા-ચીનને આંટી મારી જશે એ નક્કી છે. આપણે ત્યાં શહેરોમાં એવી પ્રજાતિના માણસો ઉપલબ્ધ છે જે પોતે ગમે એ નોકરી-ધંધો કરતા હોય પણ તક સામે આવતા જ એમની અંદરનો ‘દલાલ’ આળસ મરડીને બેઠો થઈ જાય છે. હવે એવું જ કન્ટેન્ટ ક્રિએટર્સનું છે. તેઓ પોતે ગમે એ ધંધો કે નોકરી કરતા હોય પણ તક સર્જાય ત્યારે તેઓ તરત કન્ટેન્ટ ક્રિએટર્સ બની જાય છે. હવે આગ લાગે ત્યારે પાણીની ડોલ પછી લાવવામાં આવે છે પહેલાં લોકો મોબાઇલ ફોન કાઢીને કેમેરા ઑન કરવાનું પસંદ કરે છે. અકસ્માત થાય ત્યારે ઘાયલ હોસ્પિટલ પહોંચે એ પહેલાં એનો વિડીયો સોશિયલ મીડિયા પર પહોંચી જાય છે. હવે તહેવારો પણ મોટા ભાગના લોકો માટે કન્ટેન્ટ સર્જવાનો પ્રસંગ બની ગયા છે. ઉત્તરાયણમાં ઢીલ ઓછી અને રીલ વધુ અપાય છે. દિવાળી હોય કે ધુળેટી સૌથી પહેલા સ્ટેટસમાં મૂકવા માટેના વિડીયો-ફોટોની વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી તહેવાર ઊજવવામાં આવે છે. અગાઉ માણસ જમતા પહેલાં ભગવાનને ભોગ ધરાવતો હતો, હવે વાનગીનો ફોટો સોશિયલ મીડિયાને ચઢાવ્યા પછી જ જમવાનો રિવાજ છે. રસપ્રદ દૃશ્યો ચોમાસામાં જોવા મળે છે. નેતા અને સરકારની અણઆવડતનાં કારણે શહેરોમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે, પણ આ જ નેતાઓ અને સરકારના માણસો પૂરમાં ફસાયેલા લોકોને મદદ કરવાના નામે ‘જુઓ અમે કેટલું મસ્ત કામ કરીએ છીએ’ એવું દર્શાવતા કન્ટેન્ટથી સોશિયલ મીડિયા ગજવી નાખે છે. ભોળા લોકો પણ આપણા ધારાસભ્ય, સાંસદ કે મંત્રી કેટલું સારું કામ કરે છે એવું માનીને રાજીના રેડ થઈ જાય છે. લોકો એ ભૂલી જાય છે કે નદીમાં જોવા મળે એવું પૂર આ લોકોની બેદરકારીના લીધે જ શહેરોમાં જોવા મળે છે. તકલીફો ગમે એટલી હોય, કન્ટેન્ટની કમી રહેવી ન જોઈએ. આફત જેટલી મોટી હશે કન્ટેન્ટનો અવસર પણ એટલો જ મોટો હોય છે. ભૂલી ગયા કોરોના મહામારી? ઇન્ફેક્શન ન લાગે એ માટે દરવાજો કેવી રીતે ખોલવો, લિફ્ટના બટન કેવી રીતે દબાવવા કે દીવાની જ્યોત કેવી રીતે કોરોનાના જંતુને દૂર ભગાવે છે એવા વિડીયો (કન્ટેન્ટ) બનાવીને લોકોએ ઘરે બેઠા રિચ અને પૈસા કમાઈ લીધા હતા. દર ત્રીજી મિનિટે ગજવામાંથી કે પર્સમાંથી ફોન કાઢવો એ આપણી સૌથી મોટી જરૂરિયાત છે. માણસ પહાડ, નદી કિનારે કે જંગલમાં ગયો હોય તો પણ કશુંક સારું, અજુગતું જોવા મળશે એટલે તરત એને ફોન કાઢીને ક્લિક કરવાની ચળ ઊપડે છે. હવે હાથેથી કાગળ પર લખવામાં બધાને જોર આવે છે, લોકો આત્મહત્યા પણ વિડીયો બનાવ્યા પછી કરે છે. કન્ટેન્ટની ડિમાન્ડ એવી છે કે થોડાં વર્ષોમા ગીરના સિંહ પણ પ્રવાસીઓને ગમે એવા પોઝ આવતા થઈ જશે એ નક્કી છે. સોસાયટીમાં પાર્કિંગ કે પાણી માટે બાખડતી બે પાર્ટી બાકીના લોકો માટે કન્ટેન્ટ છે. કન્ટેન્ટ ક્રિએટ કરીને સોશિયલ મીડિયામાં રોલો પાડી દેવાનો આ ઉત્સાહ માત્ર સામાન્ય લોકો પૂરતો નથી. કોઈ પણ સરકારી કાર્યક્રમ કે ઇવેન્ટનું આયોજન થાય એટલે એને સોશિયલ મીડિયા પર કેવી રીતે ચમકાવીશું એ માટે ખાસ આયોજન કરાય છે. આ જ ચક્કરમાં રેલવે મંત્રીને લોકો રીલવે મંત્રી કહેતા થઈ ગયા છે. હવે પોલીસવાળા પણ આરોપીને જાણીજોઇને વાંકું ચાલવાની સૂચના આપે છે. જેથી ‘જુઓ ગુંડાને કેવો મેથીપાક આપ્યો’ એવો લોકોને સંતોષ અને પોલીસને જશ મળે. ન્યાય નહીં મળે તો ચાલશે. કન્ટેન્ટ વગર નહીં ચાલે.
    Click here to Read More
    Previous Article
    મૂવી માર્વેલ:હિન્દુસ્તાન કી કસમ: સિનેમેટિક સર્જિકલ સ્ટ્રાઈક
    Next Article
    ડૂબકી:હજાર માઈલની યાત્રાનું પહેલું ડગલું

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment