Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિકાસની વાટે:અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોવી, તેને સ્વીકારવી

    1 day ago

    હસમુખ પટેલ આપણે બધા આત્મવિશ્વાસની કમી અનુભવતા હોઈએ છીએ, કારણ કે બચપણમાં આપણને માતા-પિતા, શિક્ષકો તથા વડીલોએ સતત રોકટોક કરી હોય છે. આપણી સારી બાબતોની નોંધ લેવાને બદલે આપણી નબળી બાબતો તરફ ધ્યાન દોર્યું હોય છે. એટલે આપણને પણ આપણી ખૂબીઓ કરતાં ખામીઓ વધુ દેખાય છે. આપણે આપણી જાતનો સ્વીકાર કરી શકતા નથી. આપણે આપણી જાતને પ્રેમ નથી કરતા. તેથી જ આપણને સતત બીજાના પ્રેમની ઝંખના રહે છે. જો આપણે પોતાની જાતને પ્રેમ ન કરતા હોઈએ તો બીજાનો ગમે તેટલો પ્રેમ મળે તો પણ આપણને પ્રેમની ભૂખ રહેવાની. બીજા આપણને ગમે તેટલો પ્રેમ કરે તે પ્રેમનો સાચો અનુભવ ન થાય. આ પરિસ્થિતિનો સામનો કરવા માટે એક બહુ સરળ પરંતુ અસરકારક પદ્ધતિ ઉપલબ્ધ છે. તે છે મિરર એક્સરસાઇઝ. અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોવી અને તેનો સ્વીકાર કરવો. આ બહુ સહેલુ લાગતું કાર્ય આપણે માનીએ તેટલું સહેલું નથી. અરીસા સામે ઊભા રહેતા જ આપણને આપણી ખામીઓ દેખાવા માંડશે. આપણે રૂપાળા નથી. આપણો ચહેરો નમણો નથી. આપણો વાન ગમે તેવો નથી. વાળ સારા નથી. આ તો માત્ર શરીરની વાત થઈ પરંતુ અન્ય નબળાઈઓ પણ સામે આવશે. મારામાં આત્મવિશ્વાસ નથી, મને જાહેરમાં બોલતા આવડતું નથી, હું શરમાળ છું. હું નાસીપાસ થઈ જાઉં છું. મારામાં ધીરજ નથી વગેરે. આવું બધું આપણે નાનપણમાં સાંભળ્યું છે. આપણામાં ખામીઓ છે તેમ ખૂબીઓ પણ છે. અરીસા સામે ઊભા રહીએ ત્યારે માત્ર ખામીઓ જ સામે આવે છે. આપણે માત્ર ખામી ભરેલા જ છીએ તે વાસ્તવિકતા નથી. તે આપણે સર્જેલી માન્યતા જ છે. તેથી આપણે તે બદલી શકીએ. બદલવાનો રસ્તો છે મિરર એક્સરસાઇઝ. અરીસા સામે ઊભા રહીએ ત્યારે આપણને આપણા વિશે જે પણ નકારાત્મક વિચાર આવે તેને બાજુ પર મૂકી આપણી જાતનો સ્વીકાર કરવો, આપણી જાતને પ્રેમ કરવો. મોટેથી કહેવું કે હું તને પ્રેમ કરું છું. તું મજાની વ્યક્તિ છે. તે જીવનમાં ઘણું હાંસલ કર્યું છે. તે ઘણા લોકોને ટેકો આપ્યો છે. તારે લીધે ઘણા લોકોના જીવન બદલાયા છે. તું બહુ સુંદર છે. જીવનના ઘણા મુકામો પર નિરાશ થવાનો તબક્કો આવ્યો ત્યારે હિંમત એકઠી કરી ફરી તું ઊભો થયો છે ઇત્યાદિ. પોતાના જીવન પર નજર નાખી જેટલી સારી બાબતો ધ્યાન પર આવે તે તમામ યાદ કરી કરીને પોતાની આંખમાં આંખ મેળવીને મોટેથી બોલવી. પોતાની જાતને શાબાશી આપવી. મોટેથી બોલવામાં સંકોચ થાય તો મનમાં પણ બોલી શકાય. આ બહુ સરળ લાગતી વાત માનીએ તેટલી સહેલી નથી. અરીસા સામે ઊભા રહેવાનું મન નહી થાય. પોતાની આંખની સામે આંખ મેળવવી શક્ય નહીં બને. તે સ્થળ છોડી જવાનું મન થશે. રડવું આવશે. પોતાનો સામનો ન કરવો પડે તે માટે હસવું પણ આવે. કોઈક એક-બે વાર કરીને છોડી દેશે. આ બહુ જ અસરકારક સાધન છે. બધાં બહાનાં મૂકી હિંમતપૂર્વક સાતત્યપૂર્ણ રીતે તે કરશો તો જાદુઈ પરિણામ આવશે. એક વાર અરીસામાં રહેલી પોતાની જાતનો સામનો કરી પોતાની ખૂબીઓ, સિદ્ધિઓ, સારા ગુણો, સારાં કાર્યો શોધી શોધી તેને સારું પોતાની જાતને મોટેથી અથવા તે શક્ય ન બને તો મનમાં શાબાશી આપતા જશો તેમ તેમ સારી બાબતો જડતી જશે, તમારામાં ખરેખર ઘણી ખૂબીઓ, ઘણી સારી બાબતો છે તેવો ભાવ વિકસતો જશે, તમારી જાતનો સ્વીકાર થતો જશે, તમારો આત્મવિશ્વાસ વધતો જશે. બાળપણથી ઊભું કરેલું ચિત્ર બદલાતું જશે. તમે તમારી ખામીઓનો પણ સ્વીકાર કરવા લાગશો. જેનો સ્વીકાર કરીએ તે બદલવું શક્ય બને છે. તમારી ખામીઓમાં બદલાવ આવવા લાગશે. કેટલીક ખામીઓ અવગણવા જેવી લાગશે. ખૂબીઓને તમે કામે લગાડવા લાગશો. પોતાના વિશે ખૂબ નકારાત્મક અભિપ્રાય ધરાવનાર લોકો જો સાતત્યપૂર્ણ રીતે આ કરે તો તેમનો ચહેરો બદલાઈ જાય તેવું સબળ સાધન છે આ. આત્મવિશ્વાસ વધારવાનું આનાથી સારું સાધન બીજું ન હોઇ શકે.
    Click here to Read More
    Previous Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, સિંહ, કન્યા જાતકોનાં માન-સન્માન વધે
    Next Article
    મૂવી માર્વેલ:હિન્દુસ્તાન કી કસમ: સિનેમેટિક સર્જિકલ સ્ટ્રાઈક

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment