Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, સિંહ, કન્યા જાતકોનાં માન-સન્માન વધે

    1 day ago

    મેષ (અ. લ. ઈ.) સટ્ટાકીય સાહસ આપને શેરબજારથી આર્થિક ફાયદો કરાવી આપે. વેપાર-ધંધામાં નિકાસલક્ષી પ્રવૃત્તિથી લાભ થશે. આરોગ્યની દૃષ્ટિએ મુશ્કેલ સમય રહે. અસાધ્ય દર્દની સારવાર લેવી પડે. આંખની તકલીફથી સાચવવું. ઓપરેશનનો યોગ છે. માનસિક તાણથી બચવું. વ્યસ્ત રહેવું. તા. 15-16-21 પ્રગતિકારક. તા. 20 અર્થનાશ. વૃષભ (બ. વ. ઉ.) કારકિર્દીમાં નવી તક મળે. જૂનાં રોકાણોમાંથી સારું વળતર મળે. અટકેલાં કામમાં પ્રગતિ થાય. નવી જવાબદારી મળે. સ્થાન ફેરબદલી થઇ શકે. આર્થિક સ્થિતિ સુધરે. બચત થાય. દેવું ચૂકવી શકાશે. સ્વાસ્થ્ય સારું રહે. કેટલીક પરિસ્થિતિઓ એવી સર્જાય કે ધ્યાનભંગ થઇ શકે. તા.15 નિરર્થક દિવસ. તા. 17-18-19 પ્રવાસ. મિથુન (ક. છ. ઘ.) કારકિર્દીમાં લાભદાયી બદલાવ આવી શકે. નવી તક પ્રાપ્ત થાય, જેનાથી આર્થિક લાભ મેળવી શકશો. જાહેરજીવનમાં પ્રભાવ વધે. નોકરીમાં બઢતીની તક મળે. પિતાની સેવા અને સન્માન કરવું. માતાના આરોગ્યનો ખ્યાલ રાખવો. નિરાશાજનક સ્થિતિ ટાળવી. તા.16 વ્યથાજનક. તા.19 20 21 સ્પર્ધાત્મક વિજય. કર્ક (ડ. હ.) નેતૃત્વ ક્ષમતા કેળવાય. સુખ-સુવિધા વધે. કાયદાકીય ક્ષેત્રે અનુકૂળતા. વિદ્યાર્થીઓ માટે આગળનો માર્ગ સરળ બને. માન સન્માન મળે. પ્રગતિનો માર્ગ મોકળો બને. આર્થિક સુખ મળે. પ્રવાસ થાય. અધિકારી વર્ગ માટે સારો સમય. ધાર્મિક કાર્યોમાં રુચિ વધે. તા. 15-16-21 સ્થિરતા. તા. 17 સંકટજનક. સિંહ (મ. ટ.) ધીરજપૂર્વક પોતાના કામકાજમાં આગળ વધવાથી કોઈ મોટા નુકસાનમાંથી બચી શકશો. માન-પ્રતિષ્ઠા વધે. સ્થિર મિલકતમાંથી આર્થિક વળતર મળી શકે. આર્થિક લેવડદેવડમાં સાવચેત રહેવું. ખર્ચને કાબૂમાં રાખવો. કોઈના પ્રભાવ હેઠળ આવીને નિર્ણય લેવાથી બચવું. વાદવિવાદ ટાળવા. તા. 15-16-17 હર્ષોલ્લાસ. તા. 19 હતોત્સાહ. કન્યા (પ. ઠ. ણ.) પ્રસિદ્ધિ મળે. સરકારી ક્ષેત્રે સારો મોકો મળશે. કામગીરી આગળ વધવાથી સફળતા મળશે. દરેક તબક્કે આપને ટકરાવનો સામનો કરવો પડે પરંતુ સંઘર્ષથી સિદ્ધિ તરફ ગતિ કરશો. જીવનસાથી અથવા બિઝનેસ પાર્ટનર સાથેના વ્યવહારમાં સંતુલન જાળવવું. તા.17 -19 -20 ભાગ્યવર્ધક. તા. 21 મનદુઃખ. તુલા (ર. ત.) રોજગારીમાં સ્પર્ધા સામે ટકી રહેવાશે. આરોગ્ય અને શત્રુને કાબૂમાં રાખવાથી વિજય મળશો. આર્થિક સ્થિતિ મજબૂત બને. વિદેશના પ્રોજેક્ટ ઉપર કામ કરી શકશો. દાંપત્યજીવનની મધુરતા વધે. ભાગીદારોથી ફાયદો થાય. નિર્ણય લઇ શકશો. દિનચર્યામાં નિયમિતતા રાખવી. તા. 18 વેદના. તા. 19-20-21 સંકલ્પસિદ્ધિ. વૃશ્ચિક (ન. ય.) સૌહાર્દપૂર્ણ વ્યવહાર આર્થિક પ્રશ્નોનું સમાધાન કરાવશે. કોર્પોરેટ ક્ષેત્રે ફાયદો થાય. નોકરીમાં આકસ્મિક લાભ થઇ શકે. મેનેજમેન્ટ સાથેના સંબંધો સુધરશે. વ્યાપારી વર્ગ માટે ઉત્તમ સમય. જોખમી કાર્યો પાર પાડી શકશો. સંતાનના અભ્યાસમાં અનુકૂળતા વધશે. બિનજરૂરી સંઘર્ષ ટાળવો. તા.15-19-20 શત્રુવિજય તા.16 અવરોધ. ધન (ભ. ધ. ફ. ઢ.) સાહસ અને સંવાદની કક્ષા ઉત્તમ રહેશે. નાની-મોટી યાત્રાઓ આનંદદાયક રહેશે. કૌશલ્ય વધે. આરોગ્ય સુધરે. નાણાકીય સ્થિરતા વધે. ઘર, જમીન, મિલકતના જૂના પ્રશ્નોનું નિરાકરણ આવી શકે. દાંપત્યજીવન, ગૃહ કંકાસના પડતર કેસમાં, કોર્ટ-કચેરીના કામમાં રાહત મળે. તા. 16-17-18 સિદ્ધિદાયક. તા. 19 નિરાશા. મકર (ખ. જ.) સંઘર્ષ કરવાની ક્ષમતા અને શક્તિ કેળવાય. શેરબજારના ક્ષેત્રે આર્થિક ફાયદો થશે. સંતુલિત વ્યવહારથી પારિવારિક જીવન સુખદ રહેશે. સ્વાસ્થ્ય સારું રહે. મનની મુરાદ બર આવે. સંતાન અને વિદ્યાર્થીઓ માટે જ્ઞાનવર્ધક સમય. વાણીવિલાસ અને તોછડાઈભર્યા વ્યવહારથી સાવચેત રહેવું. તા.15-19-21 મજબૂત સ્થિતિ. તા.16 ઉગ્રતા. કુંભ (ગ. શ. સ.) આર્થિક સ્થિતિ સંતુલિત બનશે. ઉત્સાહ ટકી રહેશે. સંતાનસુખ પ્રાપ્ત થાય. માનસિક શાંતિ મળશે અને તણાવ સામે રક્ષણ મળશે. પિતા સાથે અથવા અધિકારી સાથે બિનજરૂરી મતભેદ થાય. સૈન્ય, લશ્કર પોલીસ માટે પરાક્રમ વૃદ્ધિ માટે સારો સમય છે. તા.16-17-18 મોકળાશ. તા. 20 આવેગ. મીન (દ. ચ. ઝ. થ.) માન-સન્માન વધશે. રોકાયેલાં કામોને ગતિ મળે. વિવાદ-આંટીઓમાં અટવાયેલાં કામોનો ઉકેલ મેળવી શકશો. પરિવર્તનનો સહજ સ્વીકાર કરવાથી ઘણા પ્રશ્નો સરળતાથી ઉકેલી શકશો. નોકરી અને વ્યવસાયમાં નવી તક ઊભી થશે. નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. તા. 15-19-20 ઈચ્છાપૂર્તિ. તા. 18 થાક. અહીં આપેલું ભવિષ્ય કથન ચંદ્ર રાશિ આધારિત છે. સચોટ ફળકથન માટે જાતકે જન્મકુંડળી ધ્યાનમાં રાખવી. (તા. 15-03-2026 થી તા. 21-03-2026)
    Click here to Read More
    Previous Article
    મરક મરક:‘રેડ સિગ્નલ’ બે માણસ વચ્ચે ઝઘડો કરાવે છે!
    Next Article
    વિકાસની વાટે:અરીસા સામે ઊભા રહી પોતાની જાતને જોવી, તેને સ્વીકારવી

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment