Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરક મરક:‘રેડ સિગ્નલ’ બે માણસ વચ્ચે ઝઘડો કરાવે છે!

    1 day ago

    ધ્રુવ બોરિસાગર માણસના જીવનમાં એક નડતર એવું છે જે દરેક રસ્તે નડે છે, એ નડતર છે ‘ટ્રાફિક રેડ સિગ્નલ’ - સામેવાળાની અપેક્ષા મોટી હોવાથી માણસ આ નડતરની ઉપેક્ષા પણ કરી શકતો નથી! આજે ‘ટ્રાફિક રેડ સિગ્નલ’ની જીવન પર પડતી અસરો વિશે વાત કરવી છે. ‘રેડ સિગ્નલ’ હોય અને ઊભાં હોઈએ (ખરેખર તો બેઠાં હોઈએ) ત્યારે ડિજિટલ ડિસ્પ્લેમાં દેખાડાતી સેકન્ડ - સીધા માણસને પણ ઊંધી ગણતરીઓ શિખડાવે છે. આ ઊંધી ગણતરી માણસમાં ધીરજના ગુણ ખીલવે છે! પોતાની આગળનો વાહનસવાર વિચારોમાં ખોવાઈ ગયો હશે એમ ધારી કેટલાક અધીરિયા અને અધૂરિયા હજુ દસ સેકન્ડ બાકી હોય ત્યાં ‘ટેં - ટૂં - ટેં - ટૂં’ હૉર્ન વગાડી એમને સજાગ કરે છે! ‘રેડ સિગ્નલ’ને કારણે ઊભાં હશો તો અચૂક કાં ધર્મ અને કાં રાજકારણ - બેમાંથી એકના યોજાનાર સંમેલનના હૉર્ડિંગ તમને જોવા મળે છે. તમારા દિલ અને દિમાગ ઉપર પોતાની અસીમ છાપ કાયમ રહે એ માટે સંમેલન પૂરું થયા પછી પણ જાહેરાતનું હોર્ડિંગ ત્યાંનું ત્યાં જ જોવા મળે છે! આ બે જ ક્ષેત્રો એવાં છે કે જેમાં ખૂબ સ્પર્ધા છે, એટલે બંને ક્ષેત્રોના ગુરુઓ દર મહિને આવીને પોતાના ચેલાઓને જ્ઞાનની વહેંચણી કરે છે! ‘રેડ સિગ્નલ’ને કારણે ઊભાં હોઈએ ત્યારે જાતભાતની વસ્તુઓ વેચનારા આવે છે. ફળ, પેન, રમકડાં પછી હવે શિંગ, વેફર્સ કે કોલ્ડડ્રિંક્સ વેચવાનું શરૂ થાય તો નવાઈ નહીં. આખા દી’ના ભૂખ્યા-તરસ્યા લોકો સાંજ પડ્યે ગાડીઓમાં ખાણીપીણી શરૂ કરી દેતા હોય છે! (તમે જે સમજ્યા હો, પણ, મારો હેતુ એકટાણાં-ઉપવાસનો હતો!) ‘રેડ સિગ્નલ’ પર ભીખ માગનારને જોઈને દરેકમાં પોતાનામાં રહેલો ‘ભામાશા’ જાગી ઊઠે છે! પોતાની આવકના 10% દાન કરવું જોઈએ એવું બધા ધર્મગ્રંથમાં લખેલું છે એવું ધર્મગ્રંથ ક્યારેય ન વાચનારા પણ કહે છે! પરંતુ સિગ્નલવાળા ચાર રસ્તે ખિસ્સામાં ગયેલો હાથ બહાર કાઢતાં ભામાશાને વાર લાગે છે અને ગ્રીન સિગ્નલ થઈ જાય છે! ભીખ માગનારાં લોકોમાં પણ એવી ગેરમાન્યતા પ્રવર્તે છે કે ગાડીવાળા જ ઉદાર હોય છે! ‘રેડ સિગ્નલ’ને કારણે કાળા અને પીળા રંગની ડિવાઇડર જોશો તો લાલ રંગની હશે! કારણ, ફાકી ખાઈને ફાંકા મારતા પહેલાં પિચકારી મારવી અનિવાર્ય છે! આવા લોકો માટે રેડ સિગ્નલ પરોપકારી છે પરંતુ, આ લાભ ડિવાઇડરની ધારે ઊભેલાને જ મળે છે! રસ્તા પર થૂંકનારને પણ ‘મેમો’ આપવાની વાત હતી પરંતુ, થૂંકવા માટે કાઢેલી હેલ્મેટને કારણે હેલ્મેટ ન પહેર્યાનો ‘મેમો’ મળ્યાના દાખલા છે! ‘રેડ સિગ્નલ’માંથી ગ્રીન સિગ્નલ થવામાં મિનિમમ 120 સેકન્ડ રાહ જોવી પડતી હોય છે. જો પત્ની સાથે હોય તો જીવનની આ 120 સેકન્ડ ક્યારેક બહુ મોંઘી પડે છે! મળેલા સમયનો લાભ લઈ ક્યારેક પત્ની અગાઉના ઝઘડાનું અનુસંધાન ચાર રસ્તે પૂરું કરે છે! દૂરથી ગ્રીન સિગ્નલ જોઈને રાજીના રેડ થઈને વાહનની ઝડપ વધારીને ચાર રસ્તે પહોંચે ત્યારે કટોકટી ભરેલી વધેલી બે કે ત્રણ સેકન્ડમાં નીકળી શકાશે કે નહીં? પતિને મેમ અને મેમો-બંનેની બીક લાગે એટલામાં થયેલું ‘રેડ સિગ્નલ’ બે માણસ વચ્ચે ઝઘડો કરાવે છે! ‘રેડ સિગ્નલ’ આશીર્વાદરૂપ પણ છે, બીજા દેશો કરતાં આપણે ત્યાં કોરોનાનો મૃત્યુ દર ઓછો હોવામાં રેડ સિગ્નલનો ફાળો બહુ મોટો છે. લ્યો શ્વાસ, સમજાવું તમને, રેડ સિગ્નલને કારણે તમે ઊભા હો ત્યારે શ્વાસમાં લેવા પડતા ફરજિયાત ધુમાડાએ આપણાં ફેફસાંને ખૂબ મજબૂત કર્યાં છે. (યાદ છેને, એક સમયે કેરોસીનથી ચાલતી રિક્ષાઓ હતી) આપણા વાયુપ્રદૂષણ સામે કોરોના પણ હારી ગયો! ‘રેડ સિગ્નલ’માંથી ગ્રીન સિગ્નલ થતાંની સાથે ‘હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પૈડા વખાણું’ તબેલામાંથી ઘોડાઓ છૂટ્યા હોય એમ વાહનને એક્સિલેટર આપીને બધાં વછૂટે છે. આવા વખતે રિક્ષાવાળાની આડશ લેશો તો તમે ચાર રસ્તાને જલદી પસાર કરી શકશો! એક સંશોધનઃ લગ્નવિધિમાં આવતા રંગ અને ટ્રાફિક સિગ્નલમાં વપરાતા રંગ - એક સરખા છે. પીઠીનો રંગ પીળો તો સિગ્નલમાં લીલા પછી થતો પીળો રંગ અટકી જવાનો નિર્દેશ કરે છે, પણ, બંને ઘટનામાં કોઈ અટકવાનું નામ લેતું નથી. મેંદીનો રંગ લીલો અને સિગ્નલમાં લીલો રંગ દર્શાવે છે કે હવે તમે વાહન (જાન) લઈને જઈ શકો છો. (જે ક્યારેક જાનલેવા પણ સાબિત થઈ શકે છે) લગ્નવિધિમાં વપરાતો અને સિગ્નલમાં લાલ રંગ ચેતવે છે (કન્યા પધરાવો સાવધાન) પછી પણ કોઈના ચેતવ્યા કોઈ ચેત્યા છે ખરા? ટ્રાફિક સિગ્નલપ્રથા તો લગ્નપ્રથા પછી (વસ્તીવધારો થયા પછી) આવી ત્યારે ટ્રાફિક સિગ્નલના રંગ નક્કી કરનાર લગ્નપ્રથાનો ભોગ બનેલો હોવો જોઈએ! આઈસ ક્યૂબ : જો ત્રણ-ચાર સિગ્નલ ગ્રીન મળે અને કોઈપણ ઘા (મેમો) ખમ્યા વિના ‘ઘા એ ઘા’ ઘરે વહેલા પહોંચો અને તમે જો પરણેલા હો તો રોજના સમયે જ ઘરે જવું, કારણ કે જ્યારે ઘરે મોડા જશો ત્યારે આ જ ટ્રાફિક સિગ્નલનું બહાનું માન્ય ગણવામાં આવતું નથી! (આટલા તો ઘેરાયેલા હો પછી શંકાના ઘેરામાં શું કામ આવવું?)
    Click here to Read More
    Previous Article
    શબ્દ સકળ પૃથ્વીના:નર્મદાયાત્રા વહેતા પ્રવાહમાં…
    Next Article
    સાપ્તાહિક ભવિષ્યફળ:કર્ક, સિંહ, કન્યા જાતકોનાં માન-સન્માન વધે

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment