Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્ટ્રેઇટ ડ્રાઇવ:વો જબ યાદ આયે, બહોત યાદ આયે…

    1 day ago

    અપૂર્વ ભટ્ટ વાત 2012ની છે. આઈ. પી. એલની સિઝન પુરજોશમાં આકાર લઇ રહી હતી. નવા અને નાના પ્રતિભાશાળી ખેલાડીઓને તેમાં ઝડપભેર તક મળવા લાગી હતી. મોટી અને ખ્યાતનામ ટીમો પણ નવી પ્રતિભાઓ પર બાજ-નજર રાખી તેમને ઝડપી લેતી હતી. આવી જ એક પ્રખ્યાત ટીમ ‘મુંબઇ ઇન્ડિયન્સ’ની નજરમાં એક આશાસ્પદ યુવક આવી ગયો. યુવક 22 વર્ષનો હતો અને છેલ્લા બે વર્ષથી પારસી જીમખાનામાં નાની મેચો રમતો હતો. ‘મુંબઇ ઇન્ડિયન્સ’ના કોચ રોબિન સિંઘે આ યુવાનને ચકાસવા વાનખેડે સ્ટેડિયમ બોલાવ્યો. નવોદિત યુવક જ્યારે વાનખેડે સ્ટેડિયમ નેટ પ્રેક્ટિસ માટે પહોંચ્યો ત્યારે ‘મુંબઇ ઇન્ડિયન્સ’ના સ્ટાર ખેલાડીઓ ત્યાં નેટમાં આકરી પ્રેક્ટિસ કરી રહ્યા હતા. યુવક આટલા પ્રખ્યાત ખેલાડીઓને સાવ નજીકથી જોઈ સંકોચ પામ્યો. કોચ રોબિન સિંઘે તેને પેડ પહેરી નેટમાં બેટિંગ કરવા આવવા કહ્યું. યુવકે બેસવા માટે આમતેમ નજર દોડાવી. નેટની નજીક એક જ ખુરશી હતી. તેના પર મુંબઇના પ્રખ્યાત ખેલાડી બેસીને બધાની બેટિંગ જોઈ રહ્યા હતા. અચાનક તેમની નજર આ યુવાન પર ગઈ. તેમણે મરાઠીમાં કહ્યું, ‘અહીં આવ.’ યુવક સહેજ સંકોચ સાથે તેમની પાસે ગયો. ત્યાં તો તે પ્રખ્યાત ખેલાડીએ ખુરશી પરથી ઊભા થઇ યુવકને પેડ બાંધવા ખુરશી પર બેસાડ્યો. એટલું જ નહીં નીચા નમીને યુવકને પેડ બાંધવામાં પણ મદદ કરી. સ્વપ્નવત્ લાગતી આ ઘટનાથી આભારવશ યુવકના ગળે ડૂમો બાજી ગયો અને તેની આંખોમાં અશ્રુબિંદુ ડોકાઈ ગયાં. આ જોઈ તે મહાન ખેલાડી બોલ્યા, ‘અરે, ઇટ્સ ઓકે.’ મિત્રો, આ નવયુવક એટલે અત્યારનો T 20નો સુકાનઈ સૂર્યકુમાર યાદવ અને તેને ખુરશીમાં બેસાડી પેડ બાંધવામાં મદદ કરનારા મહાન ખેલાડી સચિન તેંડુલકર. સૂર્યકુમાર જણાવે છે કે તેને એકજ ક્ષણમાં સમજાઇ ગયું કે સચિન તેંડુલકર ‘ગોડ ઓફ ક્રિકેટ’ કેમ કહેવાય છે. સચિન તેંડુલકરની બાયોગ્રાફીમાં ઉલ્લેખ છે કે સચિનના પિતા રમેશજીએ એક વખત સચિનને કહ્યું હતું કે તને કોઈ મહાન ખેલાડી કરતાં સજ્જન અને ઉમદા વ્યક્તિ તરીકે યાદ રાખશે એ મને વધારે ગમશે. સચિને પિતાજીના આ શબ્દો ચરિતાર્થ કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    જીવનના હકારની કવિતા:ડૂબેલાની દીવાદાંડી
    Next Article
    સમયાંતર:યુદ્ધભૂમિ મધ્યપૂર્વ : નથી મધ્યમાં, નથી પૂર્વમાં!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment