Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જીવનના હકારની કવિતા:ડૂબેલાની દીવાદાંડી

    1 day ago

    તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી તારા રૂપની પૂનમનો પાગલ એકલો આજ પીઉં દરશનનું અમૃત, કાલ કસુંબલ કાવો, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો... હે તારા રૂપની... તારી આંખનો અફીણી.... પાંખોની પરખે પરબડી આંખો જુએ પીયાવો અદલ બદલ તનમનની મૌસમ ચાતકનો ચકરવો તારા રંગ નગરનો રસિયો નાગર એકલો...હે તારા રૂપની... તારી આંખનો અફીણી.... - વેણીભાઈ પુરોહિત પ્રેમમાં ગળાડૂબ ડૂબેલા દરેકની દીવાદાંડી સમું આ ગીત છે. આ ગીત ગવાય ત્યારે કાર્યક્રમ ચરમસીમાએ હોય. વન્સમોર આપોઆપ થવા લાગે. ગમતી વ્યક્તિની ખાસિયતનું ઘોડાપૂર વેણીભાઈ પુરોહિતે બહેકાવ્યું છે. એક સમયે આકાશવાણી આ ગીતને પ્રસારિત નહોતી કરતી! કારણ કે એમાં અફીણ, બંધાણી વગેરે જેવા શબ્દો આવે છે. પછી મોકળાશ મળી સ્વતંત્રતાને અને ચોમેર પ્રસિદ્ધિ પામ્યું. ‘એકલો’માં જે મજા અજીત મર્ચન્ટે સ્વરાંકનમાં કરાવી છે એવી જ મજા ગીતના લયને શબ્દમાં ગૂંથતા વેણીભાઈએ પણ કરાવી છે. જેનું રૂપ જોઈને દર્શનમાં અમૃતનો અનુભવ થાય એના માટે એક જ અવસ્થા છે જેને પ્રેમ કરીએ છીએ એનાં સાંનિધ્યમાં જ સ્વર્ગ છે! પ્રેમ ધબકારા સાથે તાલ મિલાવે ત્યારે પ્રત્યેક રાધા પાસે પોતાનો કાનુડો અને પ્રત્યેક કાનુડા પાસે પોત્તાની ગોપી હોય જ. વૃંદાવન નકશામાં શોધવાથી ન મળે, હૃદયમાં પ્રગટાવવું પડે! જે ગમતી વ્યક્તિને ગમે એ જ એના પ્રેમમાં પડેલી વ્યક્તિને ગમે ત્યારે પ્રેમઘેલા ભલે લાગીએ પણ માણસ પોતાની મરજીનો મતવાલો બનીને જાતને ઊજવે છે. પ્રેમ સભાન કરે છે. જાગ્રત કરે છે. પ્રકૃત્તિને પ્રકૃત્તિમાં ઓળઘોળ કરે છે. પાણી પિવડાવનારો પીયાલો હવે તૈયાર મળતી ઠંડી પાણીની બોટલો સાથે ગુમ થઈ ગયો છે. બદલાતી મોસમ સાથે ચાતકને વરસાદના આવવાની એંધાણીનો ચકરાવો પણ રહે જ છે. નગરમાં રહે તે નાગર. પ્રેમનો પૂજારી તો રંગ નગરનો રસિયો થઈને એકલાને ગમતી વ્યક્તિ સાથે ઊજવવામાં માને છે. જેના પ્રેમમાં પડ્યા હોઇએ એ વ્યક્તિ કાયમ ધીમી જ લાગે! પ્રેમના પિંડને બરાબર પકડીને વેણીભાઈ ઉજાગર કરે છે. એના લટકા એની અદા જગતમાં સહુથી નિરાળી જ લાગે. દરેક પ્રેમી એના પ્રેમ આગળ એક એકરાર તો કાયમ કરે જ છે કે મારા જેટલો પ્રેમ તને આખી દુનિયામાં કોઈ નથી કરતું! વળી, પ્રેમમાં પડેલી સામેવાળી વ્યક્તિ એને સંમતિ પણ આપે જ છે. ત્યારે ‘ટેલિફોન’ પણ નહોતા, ઘરના સરનામે પ્રેમપત્ર પણ મોકલી શકાતો નહીં; વિડીયો કોલ પણ નહોતા, મેસેન્જર કે વોટ્સએપ પણ નહોતાં… પણ પ્રેમ હતો. પ્રેમની પરિપક્વ અભિવ્યક્તિ હતી. અત્યારે પણ બધું જ છે. એટલે જ આ ગીતને સમયનો કાટ નથી લાગ્યો! વેણીભાઈ પુરોહિતે લખેલા, અજીત મર્ચન્ટે સ્વરબદ્ધ કરેલાં અને દિલીપ ધોળકિયાએ ગાયેલા રેકોર્ડ થયા વિનાના બીજા અંતરા પણ ગણગણવા ગમે એવા છે. ઉમર ભૂલીને તાનમાં આવવા માટે આ એક જ ગીત કાફી અને પૂરતું છે. બીજા અંતરાઓ... ધીમી ધીમી પગલી તારી ધીમી કંઈક અદાઓ કમર કરે છે લચક અનોખી રૂપ તણાં લટકાઓ તારી અલબેલી એ ચાલનો ચાહક એકલો… હે તારા રૂપની... તારી આંખનો અફીણી.... તું કામણગારી રાધા ને હું કાનો બંસીવાળો તું ચંપા વરણી ક્રિષ્ન કળી હું કામણગારો કાનો તારા ગાલની લાલીનો ગ્રાહક એકલો... હે તારા રૂપની... તારી આંખનો અફીણી.... રૂપ જાય આગળથી પાછળ, જાય જુવાની વીતી, પ્રીતવાવડી સદા છલકતી, જાય જિંદગી પીતી, તારા હસમુખડાં ઝીલું છું ઘાયલ એકલો...હે તારા રૂપની... તારી આંખનો અફીણી…
    Click here to Read More
    Previous Article
    રાગ બિન્દાસ:વોર, વેર ને વેપાર: માનવજાતની સદાબહાર ટ્રેજી–કોમેડી!
    Next Article
    સ્ટ્રેઇટ ડ્રાઇવ:વો જબ યાદ આયે, બહોત યાદ આયે…

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment