Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધમકી:સોનાની લકી પરત માગતા મારવાડી કોલેજના વિદ્યાર્થીને મિત્રની ખૂનની ધમકી

    16 hours ago

    રાજકોટ શહેરના જયરાજ પ્લોટ વિસ્તારમાં રહેતા અને મારવાડી કોલેજમાં અભ્યાસ કરતા 21 વર્ષીય તેના જ મિત્રએ સોનાની લકી પરત માગવા જેવી સામાન્ય બાબતે ફોન પર જાનથી મારી નાખવાની ધમકી આપતા સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચી આ બનાવ અંગે ફરિયાદન નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં, જયરાજ પ્લોટ 8/13 માં રહેતા મીત દીપકભાઈ શાહ(ઉં.વ.21) નામના યુવકે એ-ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મંથન મનીષભાઈ મુંધવા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, ગત તા. 08 ના મીત શાહ પાસેથી મંથન મુંધવા સોનાની લકી પહેરવા માટે લઈ ગયો હતો. મીતે પોતાની લકી પરત માગતાં મંથને આનાકાની કરી હતી. અંતે મીતે પોલીસ ફરિયાદ કરવાની ચીમકી આપતા મંથને લકી તો પરત આપી દીધી હતી, પરંતુ આ બાબતની દાઝ મનમાં રાખી હતી. શુક્રવારે મંથને મીતને ફોન કરીને ધમકાવતા કહ્યું હતું કે, “તે પોલીસ સ્ટેશન જવાની વાત કેમ કરી હતી? તું તારા ઘરની બહાર નીકળીને બતાવ, હું મારી ગાડી લઈને તારા ઘરની બહાર જ ઊભો છું.’ ગભરાયેલા મીતે આ અંગે તેના મોટાબાપુ અનિલભાઈને જાણ કરી હતી. જ્યારે મંથનનો ફરી ફોન આવ્યો ત્યારે સ્પીકર પર વાત કરવામાં આવી હતી. આ સમયે પણ મંથને બેફામ ગાળો ભાંડી ધમકી આપતા કહ્યું હતું કે, “હવે ઘરની બહાર આવ, તને જીવતો નહીં છોડું અને તારા બહુ ખરાબ હાલ કરીશ.’ ગભરાયેલા યુવકે એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કોણ છે દુબઇમાં ભારતીયોની મદદ કરનારા ધીરજ જૈન?:બુર્જ ખલીફાના 141મા માળે ઓફિસ, 80 હજાર સ્ક્વેર ફૂટનું ફાર્મ હાઉસ; લોકો છૂટા પડ્યાં ત્યારે આંખમાં આંસુ હતા
    Next Article
    હનીટ્રેપનો મામલો:મોરબીની પાયલ પટેલ ગેંગે ભૂવા, ખેડૂતને ફસાવી 36.69 લાખ પડાવી રેપ કેસમાં ફસાવવાની ધમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment