Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનીટ્રેપનો મામલો:મોરબીની પાયલ પટેલ ગેંગે ભૂવા, ખેડૂતને ફસાવી 36.69 લાખ પડાવી રેપ કેસમાં ફસાવવાની ધમકી

    18 hours ago

    રાજકોટમાં બોટાદના નિવૃત્ત શિક્ષકને હનીટ્રેપમાં ફસાવી નાણાં પડાવવાના ગુનામાં ઝડપાયેલી મોરબીની પાયલ પટેલ, નિલેશ ભરવાડ અને કમલેશ મહેતાની ટોળકી સામે વધુ બે ઠગાઈના બનાવો બહાર આવ્યા છે. ટોળકીએ એક ભૂવાને માતાજીની માનતા પૂરી કરવાના બહાને અને એક ખેડૂતને દવાખાનું અને મેડિકલ શરૂ કરાવવા બહાને કુલ રૂ.36.69 લાખ પડાવ્યા હોવાની ફરિયાદ નોંધાઈ છે. બાદમાં ઉઘરાણી કરતા રેપની ખોટી ફરિયાદ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. પ્રથમ બનાવમાં પડધરીના બાઘી ગામે રહેતા ખોડીદાસ છોટુભાઈ જાદવ (ઉ.વ.46)એ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં બગસરાની પાયલ ભાવિન પટેલ અને પડધરીના નારણકા ગામે રહેતા નિલેશ ઝુંઝા ભરવાડને આરોપી બનાવ્યા છે. ફરિયાદ મુજબ નિલેશ ભરવાડને ફરિયાદી નાનપણથી ઓળખતા હોવાથી તેણે પાયલ પટેલ સાથે ઓળખાણ કરાવી હતી. પાયલ પટેલે દવાખાનું અને મેડિકલ શરૂ કરવા પૈસાની જરૂર હોવાનું કહી ફરિયાદીને વિશ્વાસમાં લીધો હતો. આરોપીઓએ નોટરાઈઝ રૂ.300ના સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી ફરિયાદી પાસેથી રૂ.10 લાખ તેમજ અન્ય રૂ.5 લાખ રોકડા અને રૂ.15 લાખ ફરિયાદીના દીકરા તથા મિત્ર મારફતે ઓનલાઇન ટ્રાન્સફર કરાવી કુલ રૂ.30 લાખ મેળવી લીધા હતા. બાદમાં ફરિયાદીએ નાણાં પરત માગતાં પાયલ પટેલે બંને વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ ફરિયાદીના ઘેર અને ગામમાં વાઇરલ કરી બન્નેના સંબંધ અંગે બદનામ કરવાની તથા રેપની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. બીજા બનાવમાં પડધરીના નવા નારણકા ગામે રહેતા લાલજીભાઈ હરિભાઈ રોજમાળાએ મોરબીના મહેન્દ્રનગરમાં રહેતી પાયલ ભાવિન પટેલ અને સુરતના કમલેશ પ્રવીણ મહેતા સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ પાયલ પટેલે ફોન કરી ફરિયાદીને તમે માતાજીના ભૂવા છો, અમારે માનતા કરવા આવવું છે તેમ કહી કમલેશ મહેતાની ફોર વ્હિલ કાર નં. GJ-14-BD-6869માં તેમના ઘરે આવી હતી. બાદમાં વારંવાર ફોન અને વોટ્સએપ મેસેજમાં મીઠી વાતો કરી વિશ્વાસમાં લઈ પૈસાની જરૂરિયાત હોવાનું કહી ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે રૂ.7.74 લાખ પડાવ્યા હતા. તેમાંથી રૂ.1.05 લાખ પરત આપ્યા બાદ બાકીના રૂ.6.69 લાખ પરત ન આપતા ફરિયાદીએ ઉઘરાણી કરતા આરોપીએ બંને વચ્ચે થયેલી વાતચીતના કોલ રેકોર્ડિંગ અને વોટ્સએપ મેસેજ ગામમાં વાઇરલ કરી દેવાની તેમજ રેપની ખોટી ફરિયાદ કરવાની ધમકી આપી હતી. આ ઉપરાંત શાહેદ રમેશ વાલજીભાઈ બેડિયા પાસેથી પણ રૂ.2.50 લાખ પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોલીસે બન્ને બનાવોમાં અલગ અલગ ગુનાઓ નોંધી પાયલ પટેલ સહિત ત્રણ આરોપીઓ સામે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ધમકી:સોનાની લકી પરત માગતા મારવાડી કોલેજના વિદ્યાર્થીને મિત્રની ખૂનની ધમકી
    Next Article
    અંગ્રેજી ભવનના અધ્યક્ષના સંશોધનપત્ર કાંડમાં નવો વળાંક:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.કમલ મેહતાએ જર્નલ પરથી જૂના સંશોધનપત્રો હટાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment