Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંગ્રેજી ભવનના અધ્યક્ષના સંશોધનપત્ર કાંડમાં નવો વળાંક:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ડો.કમલ મેહતાએ જર્નલ પરથી જૂના સંશોધનપત્રો હટાવ્યા

    19 hours ago

    સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનને લઈને ઊભેલા સંશોધનપત્ર કાંડમાં હવે નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે. વિવાદમાં સપડાયેલા અંગ્રેજી ભવનના અધ્યક્ષ ડો.કમલ મેહતાએ બે દિવસ પહેલાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ અને બોર્ડ ઓફ સ્ટડીઝમાંથી રાજીનામું આપી દીધું છે. એટલું જ નહીં, જર્નલમાં જૂની તારીખે પ્રકાશિત થયેલા પોતાના કથિત સંશોધનપત્રો પણ વેબસાઈટ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ સાથે જ જર્નલના તમામ એડિટરોને પણ દૂર કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ બાદ ફરિયાદ કરનાર એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સભ્ય ડો.નિદત બારોટે તીખી પ્રતિક્રિયા આપતા સવાલ ઉઠાવ્યો છે કે, જો કમલ મેહતા ખરેખર નિર્દોષ હોય તો પછી જર્નલમાંથી સંશોધનપત્રો દૂર કેમ કરાયા? તેમણે જણાવ્યું હતું કે કમલ મેહતાએ અગાઉ તેમના પર આરોપ મૂક્યો હતો કે, આ ફરિયાદ માત્ર પ્રસિદ્ધિ મેળવવા માટે કરવામાં આવી છે, પરંતુ હવે હકીકત સામે આવી રહી છે. ડો. બારોટે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીના સત્તામંડળમાં રહેવા માટે ચોક્કસ સંખ્યામાં સંશોધનપત્રો હોવા જરૂરી હોય છે. કમલ મેહતાએ જે સંશોધનપત્રોના આધારે પોતાની લાયકાત દર્શાવી હતી તે હવે જર્નલ પરથી ગાયબ થઈ ગયા છે. જેના કારણે તેઓ સત્તામંડળમાંથી બહાર થઈ ગયા છે અને હવે બોર્ડ ઓફ સ્ટડીઝ, એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની રચનામાં પણ ફેરફાર થયો છે. આ ઘટનાએ યુનિવર્સિટીના શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. સંશોધનપત્રોની તારીખ અને પ્રકાશન અંગે ઉઠેલા સવાલો વચ્ચે જર્નલની આખી રચનામાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તમામ એડિટરોને હટાવીને હવે નવું એડિટોરિયલ બોર્ડ બનાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ વિગતો જર્નલની વેબસાઈટ પર પણ જોવા મળે છે. ડો.બારોટે વધુમાં કહ્યું હતું કે, તેમને પહેલેથી જ વિશ્વાસ હતો કે આખરે “દૂધનું દૂધ અને પાણીનું પાણી” થઈ જશે અને હવે હકીકત ધીમે ધીમે બહાર આવી રહી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે હજુ સુધી તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી નથી કારણ કે, તેમની ઈચ્છા કોઈ અધ્યાપકને કોર્ટ અને વકીલોના ધક્કા ખવડાવવાની નથી. પરંતુ જો જરૂર પડશે તો આગળ કાનૂની પગલાં લેવાની સંભાવના પણ નકારી શકાય નહીં. આ સમગ્ર પ્રકરણને લઈને હવે યુનિવર્સિટીના શૈક્ષણિક અને પ્રશાસનિક વર્તુળોમાં અનેક સવાલો ઊભા થયા છે. સૌથી મોટો સવાલ એ છે કે જો બધું સાચું હતું તો પછી સંશોધનપત્રો અચાનક ગાયબ કેમ થયા?
    Click here to Read More
    Previous Article
    હનીટ્રેપનો મામલો:મોરબીની પાયલ પટેલ ગેંગે ભૂવા, ખેડૂતને ફસાવી 36.69 લાખ પડાવી રેપ કેસમાં ફસાવવાની ધમકી
    Next Article
    જીવલેણ હુમલો:રાજકોટની લોધેશ્વર સોસાયટીમાં અગાઉની માથાકૂટનો ખાર રાખી યુવક પર છરીથી હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment