Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણાંતિકા સર્જાઈ:બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરી પંખો આપવા જતા પુત્રનું પિતાની નજર સામે મોત નીપજ્યું

    13 hours ago

    સરસ્વતી તાલુકાના અધાર ગામે પિતાની નજર સામે જ રોડ ક્રોસ કરી રહેલા પુત્ર બાઈકની અડફેટે આવતા માથામાં ગંભીર ઈજાઓ થતાં સારવાર દરમ્યાન મોત થયું હતું. પુત્રના મોતને લઈ પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. મૃતકને ત્રણ નાના બાળકો હોય પિતાની છત્રછાયા ગુમાવી હતી. જીઈબીમાં જુનિયર આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતાં અધાર ગામે રહેતા ગાંડાજી શંકરજી ઠાકોર શુક્રવારે સાંજે જંગરાલ સબ ડિવિઝનમાં ફરજ પર હાજર હતા. ત્યારે તેમના દીકરા પ્રકાશકુમાર ગાંડાજી ઠાકોર (ઉ.વ.37)નો ફોન આવ્યો હતો અને ઘરે પંખો બગડી ગયો હોવાથી નોકરી પૂરી કરીને અધાર આવો અને પંખો રિપેરિંગ માટે પાટણ લઈ જવાનું જણાવ્યું હતું. પછી ગાંડાજી ઠાકોર ફરજ પૂરી કરી ગાડી લઈને અધાર ગામે રામદેવપીર દાદાના આશ્રમ પાસે પહોંચીને દીકરાને ફોન કર્યો હતો. પ્રકાશકુમાર પંખો આપવા માટે ત્યાં આવતો હતો અને સાંજે આશરે 7:00 આશ્રમ પાસે રોડ ક્રોસ કરતાં ડીસા તરફથી પૂર ઝડપે આવી રહેલા બાઈક( GJ-24-BB-0064) ના ચાલકે પ્રકાશકુમારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે પ્રકાશકુમાર ફંગોળાઈને આશ્રમ સામે શેડની સાઇડમાં પડી ગયો હતો. 108ને જાણ કરતા ઈજાગ્રસ્તોને ધારપુર સિવિલમાં ખસેડાતાં પ્રકાશકુમારનું મોત થયું હતું. જ્યારે અકસ્માત કરનાર બાઈક ચાલક જામઠાનાં ધારેશજી જયંતીજી ઠાકોરને પણ ઈજાઓ થતાં તેમની સારવાર ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.આ અંગે ગાંડાજી ઠાકોરે બાઈક ચાલક સામે સરસ્વતી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બે દીકરી અને 2 દીકરાએ પિતાની છત્રછાયા ગુમાવી 37 વર્ષના મૃતક પ્રકાશજીને લગ્ન જીવનમાં ત્રણ બાળકો છે.સૌથી મોટી દીકરી આરતી 15 વર્ષ, નાની દીકરી નિશા 10 વર્ષ, દીકરો કુલદીપ 7 વર્ષનો છે. દુઃખદ અવસાન થતાં ત્રણેય બાળકોએ બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી છે.
    Click here to Read More
    Previous Article
    કેનાલ બની યુવકો માટે સ્વિમિંગ પૂલ:પીવાના પાણીની કેનાલમાં યુવકોની ડૂબકી, સ્વાસ્થ્ય માટે જોખમ
    Next Article
    પાટણવાસીઓને મળશે ટાઉનહોલની ભેટ:પાટણમાં 17.70 કરોડના ખર્ચે અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment