Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણવાસીઓને મળશે ટાઉનહોલની ભેટ:પાટણમાં 17.70 કરોડના ખર્ચે અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ બનશે

    14 hours ago

    પાટણ નગરપાલિકા દ્વારા હાઈવે વિસ્તારમાં જળ ભવન પાસે "સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ.17.70 કરોડના ખર્ચે ભારત રત્ન અટલ બિહારી વાજપેયી ટાઉનહોલ" બનાવવા માટે મંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. પાટણ શહેરમાં વર્ષોથી જેની રાહ જોવાતી હતી.તે ટાઉનહોલનું શનિવારે ​પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરુપજી ઠાકોરના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે. ટાઉનહોલ નિર્માણ પામ્યા બાદ પાટણ શહેરમાં સાંસ્કૃતિક, શૈક્ષણિક તેમજ સામાજિક કાર્યક્રમો માટે પ્રજાને સ્થળ ઉપલબ્ધ થશે. આ પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું પાટણમાં ટાઉનહોલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.આગામી સમયમાં પાટણના નવીન બસ સ્ટેન્ડનું પણ લોકાર્પણ થશે. આ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, કલેકટર તુષાર ભટ્ટ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ સહિત પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કરુણાંતિકા સર્જાઈ:બાઈકની ટક્કરથી રોડ ક્રોસ કરી પંખો આપવા જતા પુત્રનું પિતાની નજર સામે મોત નીપજ્યું
    Next Article
    હુમલો:એક્ટિવા પર બેસવાની ના પાડતા ખેડૂત પર હુમલો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment