Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિકોમાં રોષમાં વ્યાપ્યો:ચૂંટણી નજીક હોવાથી ઉદ્યોગનગર ફાટક પાસેથી બોર્ડ હટાવાયું

    13 hours ago

    પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક તા. 31/5/26ના બંધ કરી દેવામાં આવશે તેવું બોર્ડ લગાવાયા બાદ બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે ત્યારે સ્થાનિકોએ રોષ સાથે જણાવ્યું હતુકે, બોર્ડ હટાવ્યું છે તે ચૂંટણી નજીક હોવાથી હટાવ્યુ હોય તેવું લાગે છે. યોગ્ય માર્ગ મળ્યા પહેલા ફાટક બંધ થયું તો આંદોલન થશે તેવી સ્થાનિકોએ ચિમકી ઉચ્ચારી છે. પોરબંદરમાં ઉદ્યોગનગર ફાટક બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ વિરોધ અને આંદોલન કરતા ફાટક ખોલી નાખવામાં આવ્યું હતું. વૈકલ્પિક માર્ગ મનપા દ્વારા પહોળો કરવા અને સમારકામ કરવાનું હોય જેથી આ ફાટક તા. 31/5/2026 સુધી ખુલ્લું કરવા કલેક્ટર દ્વારા રેલવે વિભાગને પત્ર લખી જાણ કરતા આ ફાટક ખૂલ્યું હતું. થોડા દિવસ પહેલા ફાટક પાસે રેલવે વિભાગ દ્વારા બોર્ડ મૂકી જાણ કરવામાં આવી હતી કે તા. 31/5/2026ના રોજ રાત્રે 12 વાગ્યેથી ફાટક કાયમી બંધ કરી દેવામાં આવશે. આ બોર્ડ જોઈને ફરીથી વિરોધ નોંધાયો હતો જેથી બીજા દિવસે રાતોરાત બોર્ડ હટાવી લેવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિકોમાં રોષ યથાવત રહ્યો હતો. સ્થાનિક મહિલાઓએ ફાટક પાસે આવીને રોષ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતુ કે, જ્યારે ફાટક ખૂલ્યું ત્યારે રાજકીય આગેવાનોએ કહ્યું હતું કે, સ્થાનિકોને સાથે રાખી યોગ્ય નિર્ણય લેવામાં આવશે, પરંતુ બોર્ડ મારી દેવામાં આવ્યું અને હવે બોર્ડ હટાવી દેવામાં આવ્યું છે જે ચૂંટણી જનક આવે છે એટલે બોર્ડ હટાવ્યું હોવાનો અંદાજ છે. ફાટક કાયમી ન ખોલો પરંતુ ફાટક નજીકથી યોગ્ય માર્ગ કરી આપો. હાલ વૈકલ્પિક રસ્તો કહેવામાં આવે છે તે રોંગ સાઇડ રસ્તો છે અને પાણીના વહેણ માટેનો માર્ગ છે, ચોમાસામાં એ રોડ પર પાણી ભરાશે અને સ્થાનિકો હેરાન થશે. ચૂંટણી પહેલા નવા રોડ બાબતે લેખિતમાં આપવામાં નહી આવે તો સ્થાનિકો ચૂંટણીમાં જવાબ આપશું. ફાટક યોગ્ય માર્ગ મળ્યા પહેલા બંધ થશે તો આંદોલન કરવામાં આવશે તેવું સ્થાનિકોએ રોષભેર ચીમકી ઉચ્ચારી હતી.
    Click here to Read More
    Previous Article
    બેંકિંગ અને યોજનાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું:ખાપટ આંગણવાડીમાં પીએમ સ્વનિધિ યોજના અંગે જાગૃતિ કેમ્પ યોજી બહેનોને માર્ગદર્શન અપાયું
    Next Article
    મેસ સંચાલકો થયા પરેશાન:પોરબદરની સ્કૂલ,કોલેજોની હોસ્ટેલમાં ગેસ સિલિન્ડરના અભાવે મેસ બંધ થવાને આરે, હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment