Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેંકિંગ અને યોજનાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું:ખાપટ આંગણવાડીમાં પીએમ સ્વનિધિ યોજના અંગે જાગૃતિ કેમ્પ યોજી બહેનોને માર્ગદર્શન અપાયું

    15 hours ago

    પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં આવેલી આંગણવાડી ખાતે મનપાના NULM વિભાગ દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે પ્રચાર-પ્રસાર તેમજ ફાઇનાન્સિયલ લિટરસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન બહેનોને સરકારની વિવિધ યોજનાઓ અને બેંકિંગ વ્યવહાર અંગે માર્ગદર્શન અપાયું હતું. આ પ્રસંગે મનપાના NULM શાખાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી દ્વારા પીએમ સ્વનિધિ યોજના અંગે વિસ્તૃત માહિતી આપી બહેનોને આ યોજનાનો લાભ લેવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તેમણે યોજનાના લાભ, લોન પ્રક્રિયા તેમજ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય અંગે સમજ આપી હતી. સાથે જ લીડ બેંકના ફાઇનાન્સિયલ લિટરસી કોર્ડિનેટર જાવેદભાઈ દ્વારા બેંકિંગ જાગૃતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમણે જનધન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ બીમા યોજના અને પ્રધાનમંત્રી સુરક્ષા બીમા યોજના સહિતની વિવિધ બેંકિંગ યોજનાઓની માહિતી આપી હતી. તેમજ બેંકિંગ વ્યવહાર દરમિયાન થતા ફ્રોડથી કેવી રીતે સાવચેત રહેવું તે અંગે પણ બહેનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન પીએમ સ્વનિધિ યોજના હેઠળ આપવામાં આવતા ક્રેડિટ કાર્ડ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મનપાના NULM પ્રોજેક્ટના સમાજ સંગઠન કાર્યકર અલ્પાબેન મકવાણા અને મનીષાબેન ચાંચિયા સહિત ખાપટ વિસ્તારની મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી કેમ્પનો લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ:ખાપટ ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો
    Next Article
    સ્થાનિકોમાં રોષમાં વ્યાપ્યો:ચૂંટણી નજીક હોવાથી ઉદ્યોગનગર ફાટક પાસેથી બોર્ડ હટાવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment