Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ:ખાપટ ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો

    16 hours ago

    પોરબંદર જિલ્લાના ખેડૂતો કૃષિ ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરે તેમજ પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવા ઉમદા હેતુસર ખેડૂત તાલીમ કેન્દ્ર, પોરબંદર ખાતે કૃષિ મેળો તથા પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીએ જણાવ્યું હતું કે ખેડૂતો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વિના પ્રાકૃતિક ખેતી અપનાવે. પ્રાકૃતિક ખેતી આજના સમયમાં માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે અત્યંત જરૂરી બની છે. રાસાયણિક ખાતર અને જંતુનાશકોના વધતા ઉપયોગને કારણે જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, તેથી પ્રાકૃતિક ખેતી તરફ વળવું આજના સમયની મહત્વપૂર્ણ જરૂરિયાત બની ગઈ છે.તેમજ વિવિધ ઉદાહરણો દ્વારા પ્રાકૃતિક ખેતીના લાભો અંગે સમજ આપતાં ખેડૂતોને આ દિશામાં આગળ વધવા પ્રેરિત કર્યા હતા. આ કાર્યક્રમ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તથા કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ યોજના હેઠળ આયોજન કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    લોકઅદાલત સાર્થક થઈ:પોરબંદરની લોક અદાલતમાં‎કુલ 9545 કેસનો નિકાલ થયો‎
    Next Article
    બેંકિંગ અને યોજનાકીય જાગૃતિ અંગે માર્ગદર્શન અપાયું:ખાપટ આંગણવાડીમાં પીએમ સ્વનિધિ યોજના અંગે જાગૃતિ કેમ્પ યોજી બહેનોને માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment