Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેસ સંચાલકો થયા પરેશાન:પોરબદરની સ્કૂલ,કોલેજોની હોસ્ટેલમાં ગેસ સિલિન્ડરના અભાવે મેસ બંધ થવાને આરે, હજારો વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં

    11 hours ago

    પોરબંદર જિલ્લામાં કોમર્શિયલ ગેસના સિલિન્ડર વિતરણ બંધ થતાં જ સ્કૂલ કોલેજમાં આવેલ હોસ્ટેલમાં હવે મેસ બંધ થવાને આરે છે. હાલ જિલ્લાની સ્કૂલ કોલેજમાં આવેલ હોસ્ટેલમાં ચાલતા મેસ સંચાલકો પાસે ગેસ સિલિન્ડર ન હોવાથી મેસ બંધ કરવાની તૈયારીમાં છે તો આ બાબતે સંચાલકોને સ્કૂલ કોલેજના સંચાલકોને પણ જાણ કરી છે અને લાકડાના ચૂલા મારફતે ભોજન બનાવવવા પરમિશન અપાઈ તો નિયત ભોજનનું મેનુ કાપ મુકવા તૈયારી કરી છે. પોરબંદર જિલ્લામાં હાલ એજન્સી દ્વારા કોમર્શિલય સિલિન્ડર આપવાના બંધ કરી દેવામાં આવ્યા છે જેને લઈને જિલ્લામાં ખાણીપીણીના વેપારીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે અને આ વેપારીઓ પોતાના વ્યવસાયો બંધ કરવાની તૈયારીમાં છે ત્યારે કોમર્શિલય સિલિન્ડર વિતરણ બંધ થતાની સાથે જ જિલ્લામાં આવેલ સ્કૂલ,કોલેજની હોસ્ટેલમાં ચાલતા મેસમાં પણ સિલિન્ડરની અછત સર્જાઇ છે. જિલ્લાની સ્કૂલ,કોલેજની હોસ્ટેલના મેસમાં કોમર્શિલય સિલિન્ડર વિતરણ બંધ થતાં જ મેસ સંચાલકોને ભોજન બનાવવું મુશ્કેલ બન્યું છે અને આ બાબતે સંચાલકો દ્વારા જો ગેસના સિલિન્ડર ન મળે તો ભોજન બનાવવાનું બંધ કરી દેવા પણ સ્કૂલ કોલેજના સંચાલકોને રજૂઆત કરવામાં આવી છે. લાકડા થી રસોઈ બનશે તો મેનુંમાં કાપ મુકાશે પોરબંદર શહેરમાં આવેલ સ્કૂલ કોલેજની હોસ્ટેલની મેસમાં હાલ ગેસ સિલિન્ડર અછત ઉભી થઇ છે ત્યારે હવે મેસ સંચાલકો દ્વારા લાકડા થી રસોઈ બનાવવા પણ મજૂરી માંગી રહ્યા છે પરંતુ સંચાલકો એવું પણ જણાવ્યું હતું કે લાકડા થી હોસ્ટેલના મેસમાં બનશે તો ભોજનનું મેનુમાં કાપ મુકવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિકોમાં રોષમાં વ્યાપ્યો:ચૂંટણી નજીક હોવાથી ઉદ્યોગનગર ફાટક પાસેથી બોર્ડ હટાવાયું
    Next Article
    સન્ડે ફોટો સ્ટોરી:5500 વર્ષ જૂનો ભીમનો ખાંડણીયો કુછડી -ખીમેશ્વર મહાદેવ મંદિરે આજે પણ હયાત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment