Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:આઈબીની ખોટી ઓળખ આપી ડોકટરની કારમાંથી ડ્રગ્સની પડીકી મળ્યાનું કહી પૈસા પડાવવાનો કારસો

    20 hours ago

    પાટડી તાલુકાના માલવણ હાઈવે પર આઈબીની ખોટી ઓળખ આપી ડોક્ટરની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળ્યાનું કહી રૂ. પડાવવાનો કારસો રચવામાં આવ્યો હતો. જેમાં ધ્રાંગધ્રાના ડોક્ટરે 1 મહિલા સહિત કુલ 5થી વધુ શખસ સામે બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ધ્રાંગધ્રા ડોક્ટર હાઉસના મેડિકલ પ્રેક્ટિસ કરતા 56 વર્ષના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહે કેતનભાઈ હસમુખભાઈ રાવલ, ખાખી ડ્રેસ પહેરેલા 2 માણસ, સાદા કપડામાં રહેલી મહિલા અને સાદા કપડામાં રહેલા અન્ય અજાણ્યા માણસો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે નોંધાવેલી પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ તેઓ ધ્રાંગધ્રાથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે માલવણ હાઈવે પર ટોલ ટેક્ષ પાસે પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના મળતીયા માણસો દ્વારા ચેકિંગના બહાને ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું જણાવી ખોટા કેસમાં ફસાવી દેવાનો કારસો રચ્યો હોવાનું નોંધાવ્યું છે. જે બાદ ધ્રાંગધ્રાના ડો. આશિષ ચંપકલાલ શાહે તપાસ કરાવતા કેતનભાઈ હસમુખભાઈ રાવલ આઈબી વિભાગમાં કામ કરતા ન હોવાનું સામે આવતા એમણે આ તમામ આરોપીઓ વિરુદ્ધ બજાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસની વધુ તપાસ બજાણા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એ.કે.વાઘેલા ચલાવી રહ્યાં છે. એમણે મારા હાથમાં પડીકી આપી વીડિયો રેકોર્ડિંગ કર્યું હું માલવણ હાઈવે પર આ લોકોને ગાડી ચેક કરાવતો હતો, ત્યારે એમની સાથેની સાદા ડ્રેસમાં આવેલી મહિલા હાથમા પડીકી લઈને આવી હતી, અને આ પડીકીને મારા હાથમા આપી એનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. બાદમાં આ પડીકીમાં ડ્રગ્સ હોવાનું જણાવ્યું હતું. - ડો. આશિષ શાહ, ફરિયાદી
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એનાલિસિસ:ઉનાળુ પાક પર ગત માવઠાએ પાણી ફેરવ્યું : માર્ચ મધ્યાહને છતાં 29% વાવેતર
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:7 વર્ષમાં 10 માધ્યમિક શાળાઓને મંજૂરી, 9‎ પ્રાથમિક શાળામાં,1 ગ્રામ પંચાયતમાં બેસે છે‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment