Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:7 વર્ષમાં 10 માધ્યમિક શાળાઓને મંજૂરી, 9‎ પ્રાથમિક શાળામાં,1 ગ્રામ પંચાયતમાં બેસે છે‎

    21 hours ago

    જિલ્લામાં સરકારી માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને પાયાની સુવિધા આપવા બાબતે તંત્ર ઊણું ઉતર્યું છે. 10 ગામોમાં છેલ્લા 7 વર્ષમાં 10 સરકારી માધ્યમિક શાળાઓ તો શરૂ કરી દેવાઇ, પણ આ શાળાઓ પાસે પોતાનું કહેવાય તેવું કાયમી મકાન કે રમતનું મેદાન નથી. પરિણામે, 9 શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના મકાનમાં પાળી મુજબ ભણે છે, તો કરણસાગર શાળાના વિદ્યાર્થીઓ ગ્રામ પંચાયત ઘર માં બેસીને શિક્ષણ મેળવે છે. 9 શાળાઓ પ્રાથમિક શાળાના મકાનોમાં સવાર અથવા બપોરની પાળીમાં ચાલે છે. બહુચરાજીના કરણસાગરની શાળાના વિદ્યાર્થીઓ પંચાયત ઘર માં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. કાયમી મકાન ન હોવાને કારણે મેદાન તો દૂરની વાત છે, જેના લીધે ખેલાડીઓ કેવી રીતે તૈયાર થશે તે એક મોટો પ્રશ્ન છે. જમીન ફાળવણીની શરતો : 2‎ વર્ષમાં ઉપયોગ કરવાનો રહેશે‎ જે શાળાઓને જમીન ફાળવાઇ છે. તેમણે 2 વર્ષમાં તેનો ઉપયોગ કરવાનો રહેશે અને તેનો હેતુફેર કરી શકાશે નહીં. આ ઉપરાંત, DILR પાસે માપણી કરાવીને નકશા મુજબ જ બાંધકામ કરવાનું રહેશે. હવે પ્રશ્ન એ છે કે જમીન મળ્યા પછી પણ મકાન ક્યારે ઊભું થશે? જમીન મળી, ગ્રાન્ટની રાહ : ‎4 શાળાઓ જમીન વિહોણી‎ જિલ્લાની 10 પૈકી 5 શાળાઓએ 2500-2500 ચોરસ મીટર જમીન માંગી હતી, તેમને જમીન ફાળવાઇ છે. જોકે, જમીન મળ્યા પછી મકાન કે મેદાન માટે ગ્રાન્ટ ફાળવાઇ નથી. જ્યારે 4 શાળાને હજુ જમીન ફાળવણીની પ્રક્રિયા ચાલુ છે. માત્ર દેલપુરા (ખાંટ) ગામમાં જ જમીન મળ્યા બાદ મકાનનું બાંધકામ શરૂ થયું છે. 10 સરકારી શાળાઓની સ્થિતિ 1. ડાભી (ઊંઝા) : 2018 થી કાર્યરત, ફેબ્રુઆરી 2026માં જમીન ફાળવાઈ. 2. પઢારિયા (મહેસાણા) : 2018 થી કાર્યરત, જમીન માટે ઓનલાઇન અરજી કરી છે. 3. ભાખર (ઊંઝા): 2020 થી શરૂ, હાલ પ્રાથમિક શાળામાં. ડિસેમ્બર 2025માં જમીન મળી. 4. કરણસાગર (બહુચરાજી): 2020 થી પંચાયત ઘરમાં ચાલે છે. ઓક્ટોબર 2025માં જમીન મળી. 5. પાલાવાસણા : 2020 થી કાર્યરત, હાલ પ્રાથમિક શાળામાં. ફેબ્રુઆરી 2026માં જમીન મળી. 6. દેલપુરા ખાંટ (બહુચરાજી): 2020 માં મંજૂર, હાલ કાયમી મકાનનું બાંધકામ ચાલુ છે. 7. બાલસાસણ (મહેસાણા) : 2020 થી શરૂ, જમીન માટે ઓનલાઇન અરજી કરી છે. 8. રાણપુર (સતલાસણા): 2024 થી શરૂ, હાલ પ્રાથમિક શાળામાં. ડિસેમ્બર 2025માં જમીન મળી. 9. ડોડીવાડા (બહુચરાજી): 2025 થી શરૂ, જમીન માટે હવે અરજી કરવામાં આવશે. 10. રૂપપુરા (બહુચરાજી): 2025 થી શરૂ, જમીન માટે હવે અરજી થશે. કરણસાગરનાં બાળકો શાળાનું મકાન ન હોઇ પંચાયત ઘરમાં બેસે છે.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ:આઈબીની ખોટી ઓળખ આપી ડોકટરની કારમાંથી ડ્રગ્સની પડીકી મળ્યાનું કહી પૈસા પડાવવાનો કારસો
    Next Article
    વેધર રિપોર્ટ:ગરમી સવા ડિગ્રી ઘટતાં પારો 38થી નીચે ઉતર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment