Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુણાવમાં મહિલાઓને ફળ-શાકભાજી પરીરક્ષણની તાલીમ અપાઈ:29 તાલીમાર્થીઓને મૂલ્યવર્ધિત બનાવટો શીખવવામાં આવી

    15 hours ago

    આણંદના નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા પેટલાદ તાલુકાના સુણાવ ગામે બે દિવસીય ફળ અને શાકભાજી પરિરક્ષણ તાલીમ યોજાઈ હતી. કુપોષણ અને મહિલા સશક્તિકરણના હેતુથી આયોજિત આ તાલીમમાં ૨૯ મહિલા તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. તેમને પ્રતિદિન ૨૫૦ રૂપિયાનું સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવ્યું હતું. આ તાલીમ દરમિયાન બાગાયત નિરીક્ષક પી.એચ. શિયાળીયાએ મહિલાઓને વિવિધ મૂલ્યવર્ધિત બનાવટો બનાવતા શીખવ્યું હતું. જેમાં મિક્સ શાકભાજીનું અથાણું, ટામેટાનો સોસ, ગ્રીન ચીલી સોસ, ગુલકંદ, મિક્સ ફ્રુટનો જામ, આદુ-લીંબુ-ફુદીનાનું સ્વોશ, ટોપરાના લાડુ, ગુલાબનું શરબત, મિક્સ ફ્રુટની ચટણી અને આદુ-લસણની પેસ્ટ જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. તાલીમાર્થીઓએ આ પ્રકારની તાલીમની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે લોકોમાં ખાણીપીણી પ્રત્યે જાગૃતિ લાવવા માટે આવી તાલીમો સમયાંતરે યોજાતી રહેવી જોઈએ. આણંદના નાયબ બાગાયત નિયામક ડો. સ્મિતાબેન પીલ્લાઇએ એક યાદીમાં જણાવ્યું હતું કે, આ તાલીમનો મુખ્ય હેતુ મહિલાઓને ફળ અને શાકભાજીમાંથી મૂલ્યવર્ધિત બનાવટો બનાવવામાં સક્ષમ બનાવવાનો છે. આનાથી તેઓ પોતાના પરિવારજનોને અને સમાજને કુપોષણ મુક્ત બનાવવામાં મદદ કરી શકશે, તેમજ ગૃહ ઉદ્યોગ શરૂ કરીને આર્થિક રીતે પણ સહાયરૂપ થઈ શકશે.
    Click here to Read More
    Previous Article
    આણંદમાં રેડ એલર્ટ: SDRF ટીમ સ્ટેન્ડબાય:ભારે વરસાદની આગાહીને પગલે વહીવટી તંત્ર સંપૂર્ણ સુસજ્જ
    Next Article
    સોજીત્રામાં ઘરના બાથરૂમમાંથી 7 ફૂટનો મગર મળ્યો:વન વિભાગે ભારે જહેમત બાદ મગરને પાંજરે પૂર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment