Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરોધ પ્રદર્શન:ભાજપે મળતિયાઓ સાથે મળી ગેસના બાટલાની કૃત્રિમ અછત ઊભી કરી છે : આમ આદમી પાર્ટી

    15 hours ago

    જિલ્લામાં રાંધણ ગેસના બાટલાની સર્જાયેલી અછત અને આસમાને પહોંચેલા ભાવવધારાને મુદ્દે હવે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ દ્વારા જનતાને પડતી મુશ્કેલીઓને વાચા આપવા માટે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. મિડલ ઇસ્ટના દેશો વચ્ચે યુધ્ધના પગલે ગેસના પરિવહનને અસર થઇ છે. જિલ્લામાં પણ લોકો ગેસના બાટલા માટે ધક્કા ખાતા જોવા મળે છે. આમ આદમી પાર્ટી સુરેન્દ્રનગર જિલ્લા સમિતિ દ્વારા જે રીતે ગેસના બાટલાની અછત અને વધતા જતા ભાવના કારણે જે મુશ્કેલી ચાલી રહી છે તો તેના અનુસંધાનમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં આપ પ્રમુખ મયુરભાઇ શાકરીયા, શહેર પ્રમુખ કમલેશભાઇ કોટેચા, પ્રભારી વઢવાણ વિધાનસભા દિપકભાઈ ચિહલા, મયુર સાકરીયા સહિત આગેવાનોએ રસ્તાઓ ગેસના બાટલા સાથે ઉતરી આવી વિરોધ કર્યો હતો. જેમાં જણાવ્યું કે સરકાર આવી ત્યારથી લોકોને લાઇને લગાડ્યા છે. પહેલા નોટબંધીમાં પછી કોરોનામાં ઓક્સિજન માટે અને હાલ ગેસના બાટલા માટે. હાલ ગેસના બાટલાની કૃત્રિમ અછત સર્જી ભાવ વધારી દેવાયા છે અને સરકારના મળતીયાને ફાયદા કરાવવા કાળા બજાર કરાઇ રહ્યા છે. જ્યારે 400 રૂપીયા ભાવ હતો ત્યારે ભાજપના આગેવાનો વિરોધ કરતા હતા આજે 1200 રૂપીયા ગેસના બાટલાના ભાવ થઇ ગયા ક્યાં છે એ નેતાઓ જે લોકોને પૂરતા ગેસની વ્યવસ્થા નહીં થાય અને કાળાબજાર નહીં અટકાવાય તો આંદોલન કરવાની ચીમકી આપી હતી. ત્યારે પોલીસે આગેવાનોની અટકાયત કરવામાં આવતા રોષ ફેલાયો હતો.
    Click here to Read More
    Previous Article
    લોકોમાં ફફડાટ‎:નર્મદાની લાઈનમાં ગટરના પાણી ભળતા 4 દિવસમાં ટાઈફોઈડના 20થી વધુ કેસ
    Next Article
    ખનીજચોરોમાં દોડધામ:સુદામડા વિસ્તારમાં ગેરકાયદે 5 ખાણમાં દરોડા : કરોડોનો મુદ્દામાલ જપ્ત કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment