Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરારિબાપુની સાદગી અને આત્મિયતા:બગસરામાં બાપુએ અટલપાર્કમાં ગરીબ પરિવારો સાથે ભોજન લીધું

    1 day ago

    બગસરા શહેરમાં ચાલી રહેલી માનસ મેઘાણી કથાના વિરામ દરમિયાન મોરારિબાપુએ શહેરના અટલપાર્ક વિસ્તારમાં વર્ષોથી ઝૂંપડામાં વસવાટ કરતા ગરીબ પરિવારોની મુલાકાત લઈ તેમની સાથે ભોજન કર્યું હતું. બાપુની આ મુલાકાતથી ત્યાં રહેલા પરિવારોમાં આનંદ અને આત્મિયતાનો માહોલ જોવા મળ્યો હતો. બગસરા શહેરના અટલપાર્ક વિસ્તારમાં વર્ષોથી ઝૂંપડામાં રહેતા ગરીબ પરિવારો વસવાટ કરે છે. રાજ્ય સરકાર દ્વારા આ વિસ્તારમાં રહેતા કુલ 104 પરિવારોને નવા પાક્કા આવાસોની મંજૂરી આપવામાં આવી છે, જેના કારણે આ પરિવારોમાં ખુશીની લાગણી ફેલાઈ છે. મિતલ પટેલ અને જિલ્લાના સંયોજક રમેશભાઈના પ્રયત્નોથી પરિવારોના ઓળખ પુરાવા તૈયાર કરી તેમને સરકારી યોજનાઓનો લાભ મળે તે માટે સતત મહેનત કરવામાં આવી હતી. તેના પરિણામે 104 પરિવારોને નવા આવાસો મંજૂર થયા છે. આ પ્રસંગે મોરારીબાપુને વસાહતની મુલાકાત લેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું. આમંત્રણ સ્વીકારી મોરારીબાપુ વસાહતમાં પહોંચી પરિવારો સાથે મુલાકાત કરી તેમની સ્થિતિ વિશે માહિતી મેળવી હતી. બાપુએ ત્યાં રહેલા પરિવારો સાથે સાદું ભોજન પણ લીધું હતું. મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી કે.વી. નંદા, લવકુભાઈ સહિત અનેક આગેવાનો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    CCTVમાં અકસ્માત થયો કેદ:સીસીટીવી જાહેર| રાજુલામાં બેકાબૂ કારે રસ્તા પર જતી બે મહિલાને કાર ચાલકે કચડતા ગુનો નોંધાયો
    Next Article
    96 આંગણવાડી કેન્દ્રોમાં રંગરોગાન:અમરેલીમાં આંગણવાડી કેન્દ્રોમાં રંગબેરંગી શૈક્ષણિક ભીંત ચિત્રો આકર્ષણનું કેન્દ્ર બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment