Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોથી યાત્રા સાથે શિવ મહાપુરાણનો પ્રારંભ:જાફરાબાદ નજીકની તપોવન ટેકરી ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો રાષ્ટ્રગીત સાથે પ્રારંભ

    1 day ago

    જાફરાબાદ નજીક મિતિયાળા ગામ પાસે આવેલ તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. કથાના પ્રારંભ પૂર્વે મિતિયાળા ગામથી પોથીયાત્રા કાઢવામાં આવી જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા. જાફરાબાદના મિતિયાળા ગામ નજીક તપોવન ટેકરી ખાતે શિવ મહાપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે ભક્તિ પૂર્વક પ્રારંભ કરાયો છે. ભક્તિભાવ સાથે પોથીયાત્રા નીકળી હતી. આ જ્ઞાનયજ્ઞમાં વક્તા શાસ્ત્રી નિલકંઠભાઈના મુખે લોકોને શિવ મહિમા સંભળાવશે, તપોવન ટેકરી તપસ્વી આશ્રમ ખાતે દર વર્ષે ચૈત્ર માસ દરમિયાન રામકથા, દેવી ભાગવત અને શ્રીમદ ભાગવત જેવા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તે પરંપરા મુજબ આ વર્ષે પણ શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. આ આશ્રમના મહંત રાઘવદાસજી મહારાજ દ્વારા શરૂ કરાયેલા ધાર્મિક અને સેવાકીય કાર્યો આજે પણ તેમના સ્વયંસેવકો દ્વારા સતત આગળ વધારવામાં આવી રહ્યા છે. અહીં દર મહિને નેત્રયજ્ઞ, રક્તદાન કેમ્પ, આયુર્વેદિક કેમ્પ તેમજ નિઃશુલ્ક ચશ્મા વિતરણ જેવા સેવાકીય કાર્યક્રમો થતા રહે છે. ઉપરાંત દર વર્ષે બાપુની તિથિના દિવસે મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે. કથાનો પ્રારંભ સમૂહ રાષ્ટ્રગીત ગાન કરી કરાયો હતો, કથા દરમ્યાન સતીજીનું પ્રાગટ્ય, પાર્વતીજીનું પ્રાગટ્ય, શિવ વિવાહ, ગણપતિજી પ્રાગટ્ય, કાર્તિક સ્વામી પ્રાગટ્ય, દ્વાદશ જ્યોતિર્લિંગની કથા તેમજ ભગવાન શિવના વિવિધ અવતારોના પ્રસંગોનું વર્ણન કરવામાં આવશે, કથા દરમિયાન દરરોજ રાત્રે લોક ડાયરો, સુંદર કાંડ, રામધુન, અને ભજન કીર્તનના કાર્યક્રમો યોજાશે.
    Click here to Read More
    Previous Article
    નોકરી અપાવવાનો ખોટો વાયદો આપી છેતરપિંડી:સરંભડાના આધેડને 4 સંતાનોને સરકારી નોકરી આપવાનું કહી સાવરકુંડલાના ગઠિયાએ રૂપિયા 12.30 લાખ પડાવ્યા
    Next Article
    સન્ડે ફોટો સ્ટોરી:નાની ઉંમરમાં ભણવાનો શોખ હતો પણ ડ્રાઈવીંગના ધંધે ચડી ગયા બાદ હવે પુત્ર સાથે આપે છે ધો. 12ની પરીક્ષા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment